________________
૩૬
સુધા-વર્ષા.
તરફ અખલિત પ્રયાણ કરે છે, માટે વ્રતના સ્વીકાર સાથે વ્રતનું યથાસ્થિત પાલન
કરવું તે અવશ્યમેવ જરૂરીનું છે. ૪૮૪. વ્રતના સાપેક્ષાપણામાં સુદયાળુપણું, અને વ્રતના નિરપેક્ષપણામાં નિયપણું આવિર્ભાવ
થાય છે; એ ભૂલવા જેવું નથી. ૪૮૫. કષાયથી કલુષિત થયેલા-અંત:કરણવાસિત-છ વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરીને
વ્રતને ભ ગ કરે છે. ૪૮૬. જાણી જોઈને ઇરાદાપૂર્વક અતિચારેનું સેવન કરનારાઓ અને વ્રતનું ભંગ કરનારા
થાય છે, અને તે બધા ધીમે ધીમે મહા પાપી બને છે. ઈચ્છા-પરિણામ-વતનું અંશિક સેવન કરનારા- જીવે અંશિક-સુખ–શાન્તિ આનંદને અનુભવ કરે છે. ઈચ્છા-પરિણામ-વ્રતથી બનશીબ રહેનારાઓને આ સંસારમાં, અને પરલોકમાં પણ લેશભર સુખ–શાંતિ- આનંદ પ્રાપ્ત થતાં જ નથી. સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ અધિક મર્યાદાશીલ લેભ-મહાસાગરને તરી જનારાઓ
પાંચમાં પરિગ્રહ-વ્રતધારિયેજ છે. ૪૯૦ અસુંદર વ્યાપારનું વિસર્જન કરવા-કરાવવાની કુનેહભરી કળાનું સામ્રાજ્ય ઈચ્છાપરિ
માણની વિરતીને આધીન છે. ૪૯૧. સમારંભ-સમારંભના, અને આરંભના અતિ ઉંડા મૂળીયાને જડમૂળથી ઉખેડીને
જમીનદોસ્ત કરનાર પાંચમું પરિગ્રહ-પરિમાણવ્રત છે. ૪૨. ઇશ્વર-વિષયક-સત્ય-માન્યતાનું દિગ્દર્શન કરાવનાર જૈન શાસ્ત્રોજ છે. ૪૭. જેઓએ જૈન શાસ્ત્રો વાંચ્યાં નથી, વિચાર્યા નથી, અને વિવેકપૂર્વક પરિશીલન કર્યા
નથી, તેવા જ કહી શકે છે કે “સ્વતંત્ર-વિચારને અને વિવેકદ્રષ્ટિને ગુંગળાવનાર
જૈન શાસ્ત્રો છે.” ૪૯૪. સ્વતંત્ર વિચારણા, વિવેક દ્રષ્ટિ અને આત્મહિતકર–અનુભવને અખલિત વેગ આપ
નારાં જૈન શાસ્ત્રોજ છે, આ વાત અભ્યાસીઓને સમજાય છે. કલ્પ આવડત વગરના સમન્વય કરનારાઓએ કિંમતિ પદાર્થોની કિંમતને આંકી શક્યા નથી,
અર્થાત્ કિંમતિ પદાર્થોની કિંમત સમજી શકયાજ નથી. ૪૯૬. આવડત વગરના સમન્વયથી મૂર્ખાઓને ગેળ ખેળની જેમ સુદેવ-કુદેવ, સુગુરૂ-કુગુરૂ
અને સુધર્મ-કુધર્મને સમન્વય કરીને અન્યાયની અંધાધુંધીમાં અટવાઈ જવું પડે છે. ૪૯૭. સાપેક્ષ દ્રષ્ટિની સાચી સમજણ સિવાય વસ્તુ માત્રના સમન્વય થઈ શકતાં નથી. ૪૯૮. વસ્તુમાત્રના સાધારણ ધર્મોનું અને અસાધારણ ધર્મોનું અવલેકન કર્યા વગર સમન્વય
કરનારાઓને સાક્ષરવર્યોની સૃષ્ટિમાં જીવવું મુશ્કેલ છે.