________________
સુધા-વર્ષા. રાખતા નથી, તેવી જ રીતે પ્રબળ પુણ્યવતે બીજા પુણ્યવતની અપેક્ષા રાખતા નથી. ૫૫૧. નિર્ગુણિ આત્માઓ ગુણરત્નાકર-ગુણિજનેને નિહાળી શક્તાજ નથી.' ૫૫૨. ગુણવાન થવું એ જેટલું મુશ્કેલ છે, તે કરતાં અધિક ગુણવાનને દેખીને પ્રમોદી
થવું, અર્થાત ગુણાનુરાગી થવું; એ અતિ–અત્યંત-મુશ્કેલ કાર્ય છે. ૫૫૩. ઈર્ષોના સર્વથા અભાવમાં જ આત્માઓ ગુણવાન અને ગુણાનુરાગી રહી શકે છે,
અન્યથા નહિં જ. ૫૫૪. કહેવાતા-ગુણવાન આત્માઓ પણ અધિક ગુણવાન પ્રત્યે મત્સરી જણાય છે, તો તે
સ્થાનમાં ઈષ્યાને આવિર્ભાવ છે, એ સમજતાં શીખે. ૫૫૫. ગુણરત્નાકર-ગુણિજનેને નિર્ગુણી કહેવામાં, લખવામાં, અને દેખાડવામાં ઉદ્યમવંત
થનારાઓ સમ્યકત્વના સારભૂત-રહસ્યથી વિમુખ થઈને ભવ-ભ્રમણની વૃદ્ધિ કરે છે, એમ
શ્રીધર્મદાસગણિવર ફરમાવે છે. ૫૫૬. અવિશ્વાસની અંધાધુધીમાં વિવેકએ કાર્યસાધક થઈ શકતું જ નથી. પપ૭. અભયદાનમાં ઓતપ્રેત થયેલાં આત્મકલ્યાણકાંક્ષિ-આત્માઓ ત્રિવિધાગે ત્રિકરણ
વિશુદ્ધિએ નિર્મળ શીલધર્મનું સેવન કરે છે, અને તેથી જ તેઓ અબ્રહ્મસેવનમાં અસંખ્ય
જીવોને અભયદાન મળે છે. ૫૫૮. વિશ્વભરમાં બ્રહ્મચર્યવ્રતધારિયે અભયદાનદાતાઓમાં શિરમણિમૂદ્ધન્ય છે. ૫૫૯, બ્રહ્મચર્યવ્રતનું સેવન-કરનારાઓ અસંખ્યાત-બેઈન્દ્રિય-જીને, અસંખ્યાત-સંમૂચ્છિમ
પંચેન્દ્રિયને અને નવ લાખ ગર્ભ જ પંચેન્દ્રિય પ્રાણિઓને અભયદાન આપીને
અખંડ પુણ્ય ઉપાર્જન કરે છે. ૫૬. આત્મકલ્યાણર્થિઓ દેશના દેવાના અવસરે આલસ્યાદિના પ્રબળ-પ્રભાવે આડા અવળાં
બહાનાં ધરે છે, તેવા ઉપદેશકને ભવાન્તરમાં વીતરાગની વાણું સંભળાવનારાઓને
સુસંગ થવે મુશ્કેલ છે. પ૬૧ ગુણગણના ભંડાર સમા કહેવાતા આત્માઓ સમાન ગુણવાળાને, કે અધિક ગુણવાળાને
દેખીને કે સાંભળીને પ્રમોદ પામતાજ નથી; તેનું વાસ્તવિક કારણ ગુણાનુરાગને
અભાવ છે. ૫૬૨. કીર્તિના કોટડાને અને પ્રતિષ્ઠાના પાયાને મજબુત બનાવવા અનીચ્છનીય કૃત્ય કરે
છે, તેઓ ખરેખર પ્રબળ પાપના ઈજારદારે છે. ૫૬૩. ચાર હત્યા કરનાર દઢ-પ્રહારી કરેલાં કઠોર કર્મોથી, અને ઘનઘાતીના ઘેરાં પાણીથી પાર
પામીને કેવલ્ય, અને અનુક્રમે મોક્ષ પામે છે, તેમાં કામગની વાસનાનો વિરહ છે. પ૬૪. ચિત્રભૂતિ-અણગારને અણગાર-અવસ્થામાં, અને માસક્ષમણની તપશ્યાના સેવનમાં