________________
સુધા-વર્ષા.
૨૫
૩૨૬. હાથીના પગલામાં સર્વ પગલાં સમાય છે, તેવી રીતે શ્રીસિદ્ધચક્રમાં સર્વ આરાધનાને
સમાવેશ થાય છે. ૩૨૭. આરાધનારૂપ આકરી દવા પીવરાવવા માટે માતાએ દેખાડેલ મિષ્ટ પદાર્થની જેમ,
શાસ્ત્રકાર-કથિત-રિદ્ધિ-સમૃદ્ધિ-સિદ્ધિઓના વર્ણનમાં મુંઝાવું જોઈએ નહિ. ' ૩૨૮. કલ્પનામય–કથાઓની અને કુથલીની જેમ શ્રી શ્રીપાળનું ચરિત્ર નથી, પરંતુ એ બનેલો
બનાવ છે; અર્થાત્ કલ્પનામય કેરા પ્રસંગ નથી, કિન્તુ વાસ્તવિક વૃતાન્ત છે. ૩૨૯ બનેલા બનાવની નેંધ એ ભૂતકાળના ભવ્ય પ્રસંગોને જાજવલ્યમાન-ઈતિહાસ છે. ૩૩૦. આરાધના કર્યા વગર આરાધ્ય પદમાં પ્રવેશ થઈ શકતેજ નથી. ૩૩૧. આરાધનામાં ઓતપ્રેત બનેલાઓજ આરાધ્ય-પદરૂપ અરિહંત-સિદ્ધપદમાં સ્થિત
થઈ ગયા, થાય છે; અને થશે. ૩૩૨. આરાધનાનો અભ્યાસિ-આત્મા આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુપદને શોભાવી શકે છે.
અને તે પદોના પરમાર્થનું આસ્વાદન લઈ શકે છે. ૩૩૩. ભેદજ્ઞાનની ભવ્યતા નજર સન્મુખ રાખીને કર્મ છેદન કરવામાં કુશળ બનો. ૩૩૪. આરાધનામાં ઉધમવન્ત થનાર આરાધકે ક્ષમાને ધારણ કરવી, ઈન્દ્રિયને દમવી; અને
માનસિક-વિકારને અવશ્યમેવ દુર કરવા જોઈએ. ૩૩૫. દરિયામાં ફેંકનાર ભેટશું ધરે છે, છતાં શ્રી શ્રીપાળ કેધને વશ થતા નથી, ઇન્દ્રિયના
સંયમને ગુમાવતા નથી, અને ધવળનું બુરું કરવા સંબધને લેશભર વિચાર પણ કરતા
નથી, કારણ કે અમેઘ ફલદાયિ-આરોધનાના આ અપૂર્વ-ચિહ્નો છે. ૩૩૬. સર્વજ્ઞ-કથિત–આરાધનાના અપૂર્વ-રંગથી રંગાયેલ-માયણ કેઢીયા પતિને પરણે છે,
છતાં પરણ્યા પહેલાની અને પછીની અવસ્થાની છાયા એક સરખી ભાસમાન થાય છે; .
એ વિચારણીય છે. ૩૩૭. સર્વજ્ઞ–કથિત–ભાવ-ધર્મની પ્રાપ્તિ વગરને મનુષ્ય ભવ શું એળે ગુમાવવા જેવો નથી? ૩૩૮. ભાવ ધર્મને ઉત્પન કરનાર, ટકાવનાર, વધારનાર અને અંતિમ પળની પ્રાપ્તિ કરાવનાર
શ્રીનવપદની આરાધના છે. ૩૩૯ અતિ ચંચળ એવા મનને વશ કરી મનને ભાવ ધર્મની સન્મુખ કરનાર શ્રીનવપદની
* આરાધના છે. ૩૪૦. માનસિક-મને રથની મહેલાતને સત્ય કરી આપનાર-શ્રીવર્ધમાન-તપ ધર્મ છે. ૩૪૧. માનસિક-મર, વાચિક-શબ્દપ્રયોગ અને કાયિક પ્રવૃત્તિઓને સફલીભૂત બનાવનાર
શ્રીર્વધમાન–તપાધર્મ છે.
આરાધના છે.