Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 165
________________ સુધા-વર્ષા. ૪૦૩. એકજ ભવમાં કેવળજ્ઞાન થવું, અને મોક્ષ થવો એ સહેલામાં સહેલી સાધના છે, પરંતુ તીર્થકરનામકર્મની નિકાચના ત્રણ ભવ વગર થતી જ નથી. ૪૦૪. સંસારચકમાં પરિભ્રમણ કરનાર-તીર્થકર ભગવંતના છે પણ ત્રણ ભવ શેષ સંસાર રહે છે, તે અવસરે આરાધ્ય પદની આરાધના નિયમ કરે છે. ૪૦૫. તીર્થકર નામકર્મની નિકાચના કરનાર તીર્થકરોને ત્રણ ભવ શેષ રહે છે, તે અવસરે તેની નિકાચના કરે છે, અર્થાત્ તીર્થકરનાકર્મની નિકાચના કરે છે. ૪૦૬. તીર્થકરનાકમની નિકાચના કરવાના અવસરે અપ્રતિપાતિ-વરાધિ (શ્રેષ્ઠ સમ્યકત્વ) હોય છે. ૪૦૭. વરાધિને વરેલા પુણ્યાત્માઓ જગભરને શાસનના રસિક બનાવવા માટે કટિબદ્ધ થયેલા હોય છે. ૪૦૮. તીર્થ કરનાકની ઉપાર્જના કરનારને અહિંસાદિક વીશ પદો અગર તે વીશ પદોમાંથી એકાદ પદને આરાધવું પડે છે. ૪૦૯ અરિહંતપદની આરાધનામાં વ્યક્તિના વિભેદ નજરે પડતા નથી. ૪૧૦. અરિહંતપદની આરારાધમાં ક્ષેત્ર-કાળ-અવસ્થાનું નિયમન નથી. ૪૧૧. અરિહંતપદની આરાધનામાં નિયમિત-નામને ન નથી. ૪૧૨. સર્વક્ષેત્રના, સર્વ કાળના, સર્વ અવસ્થાના હરકોઈ નામને ધારણ કરવાવાળા, તીર્થકર નામકર્મની નિકાચના કરેલા, તીર્થંકરનામકર્મની નિકાચના કરીને દેવલેક ગયેલા; અગર નરકે ગયેલા સર્વ તીર્થકરની આરાધના એક અરિહંતપદને આરાધવાથી થાય છે. ૪૧૩. અરિહંતપદની આરાધના દ્વારાએ અરિહંતપદની પ્રાપ્તિ થાય છે. ૪૧૪. આરાધ્ય-ભગવંત-અરિહંતો આરાધ્ય પદ અપાવી શકતા નથી, પણ તેઓની આરાધના અરિહંતપદની પ્રાપ્તિ કરાવે છે. ૪૧૫. અરિહંતાદિને કરેલ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે. ૪૧૬. અરિતાદિને કરેલ નમસ્કાર સર્વ-મંગલેમાં ઉત્કૃષ્ટ-મંગલ છે. ૪૧૭. અરિહંતપદના આરાધકોને અરિહંતપદની આરાધનામાં તત્પર બન્યા વગર અરિહંત પદની પ્રાપ્તિ અબજે કેશ હર છે. ૪૧૮. ભેદજ્ઞાનમાં ભૂલા પડેલાએ છેદ કરવાના અવસરે છેતરાય તેમાં નવાઈ શું? ૪૧૯ ભેદજ્ઞાનની ભૂલભૂલામણીમાં છેદ કરવાનું છોડી દઈને, નહિ છેદ કરવાનું છેદે છે, તે વિચારણીય છે.

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196