________________
૨૮
સુધા-વર્ષા.
૩૭૬. આરાધકોના હદયમાં અનેરો ઉત્સાહ પ્રગટ કરનાર, તથા ઘનઘાતી કર્મોને તેડનાર
શ્રીવધમાન–તપોધર્મ છે. ૩૭૭. શ્રીજિનેશ્વર-દેવોના જીવનર ત્રણ વીસી સુધી, અખંડ-બ્રહ્મચારી શિરોમણિ
શ્રીસ્થૂલભદ્રસ્વામીનું જીવનરડસ્ય ચેરાશી વીસી સુધી; અને શ્રી વર્ધમાન તપની આરાધના કરનાર શ્રીચન્દ્રકેવળીનું જીવનરહસ્ય આઠસે ચોવીસી સુધી જાગતું-જીવતું
રાખનાર-શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૭૮. આ મનુષ્ય જીવનમાં શ્રેષ્ઠ-સંસ્કારની સ્થાપના કરીને સર્વોત્તમ સુખની પ્રાપ્તિ કરાવનાર
અને ભાગવતી દીક્ષાના માર્ગમાં ગમન કરાવનાર–શ્રીવર્ધમાન–તપોધર્મ છે. ૩૭૯ વિષય અને કષાયના દાવાનળથી દાઝી ગયેલા સંસારી જીવને શક્તિનું સમર્પણ
કરનાર–શ્રીવર્ધમાન–તપધર્મ છે. ૩૮૦. વિનેની પરંપરાને ટાળનાર-શ્રીવર્ધમાન-તપ ધર્મ છે. ૩૮૧. વાંછિત ફળની પરંપરાને પ્રાપ્ત કરાવનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૮૨. છ માસ પર્વતની આરાધના કરવાથી કઠિણમાં કડિણ વિદોને પણ દેશવટો દેનાર
શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૮૩. ઈન્દ્રિયના વિષય-વિકારોને જડમૂળથી ઉખેડી નાંખનાર-શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૮૪. વિદનના વૃદનું વિદારણ કરીને ઈહિકિક-પારલૌકિક અનેક પ્રકારની સંપદાઓને
પ્રાપ્ત કરાવનાર-શ્રીવર્ધમાન-તપોધર્મ છે ૩૮૫. સર્વજ્ઞ-શાસનના સંચાલક-સદ્દગુરૂઓની આજ્ઞાનુસાર વર્તવું એ આરાધકે માટે
આવશ્યક છે. ૩૮૬. પ્રારંભ કરેલા અનુષ્ઠાનના વિધિ પ્રત્યેના બહુમાનમાં વધારે કરતા રહેવું એ આરાધક
માટે આવશ્યક છે. ૩૮૭. અનુષ્ઠાનના આરંભ કાળથી તેની સમાપતિ થાય ત્યાં સુધી ચિત્તને એકાગ્ર કરવું એ
આરાધકે માટે આવશ્યક છે. ૩૮૮. નાશવંત પદાર્થોની પ્રાપ્તિ, ટકાવ; અને વૃદ્ધિની તમન્ના રહિત થવું એ આરાધકો
માટે આવશ્યક છે. ૩૮૯ અષ્ટ-કર્મોના ઉમૂલન કરવાના અનુષ્ઠાનનું અવલંબન કરવું એ આરાધકે માટે
આવશ્યક છે. ૩૯૦. અનુષ્ઠાનમાં કરેલે ઉદ્યમ નિષ્ફળ જતું નથી, અને ઉદ્યમ કર્યા વિના અનુષ્ઠાન