________________
સુધા-વર્ષા. ૧૧૫. ચૌદ-વિદ્યાના પારંગત દીક્ષિત થયા પૂર્વે અજ્ઞાની હતા, અને દીક્ષિત થયેલ જમાલિ
અગીઆર અંગને પારંગત છતાં અજ્ઞાની બને; માટે જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાન્તને
સમજતાં શીખો. ૧૧૬. પુસ્તકીયા જ્ઞાનમાં પ્રવીણ બનેલા પંડિતેને પંડિત, જ્ઞાની, કે જાણકાર માનવાની સાફ
સાફ મનોઈ કરે છે, એ વાત ધ્યાનમાં આવે તેજ સમ્યગદર્શનની દિવ્યતાના આબેહુબ
સ્વરૂપની સાચી કિસ્મત મગજમાં સ્થિર થાય. ૧૧૭. સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં જ્ઞાનિયે પણ અજ્ઞાનિ બની જાય છે, એ નવાઈની વાત નથી. ૧૧૮. નહિં બનવાનું બની જાય છે, અને બનેલું બગડી જાય છે એ સંબંધમાં વિચાર્યું છે?, ૧૧૯. ડુબતી જીવન-સ્ટીમરને બચાવવા શાસ્ત્રરૂપી દેરડાને પકડતાં શીખે, નહિ તે ડૂબી મરશે. ૧૨૦. હાલની વ્યાખ્યાનમાળાઓમાં પર્યુષણ પર્વને અંગે જે ગઠવણી છે તે જૈન-જનતાને
અવળે રસ્તે દેરવનારી છે અને આત્મિક જીવનાદિને હાસ કરનારી છે. ' ૧૨૧. જેને મંદિર અને મૂતિ, ઉપાશ્રય અને ગુરૂ, શાસન અને શાસ્ત્રની પરવા નથી, તેવા
એને જૈન સમાજને સ્પર્શતી વાતમાં લેશભર બલવાને અધિકાર નથી. . ૧૨૨. આવડત વગરના અનભિ શાસન-સેવાના બહાને શાસનને મલીન કરે છે. ૧૨૩. સમ્યકજ્ઞાનના સુંદર પૂળને પામ્યા વગર જ્ઞાનની અપૂર્વ વાત કહેનારા રખડી પડયા એ
સમજવા જેવું છે. ૧૨૪. પ્રતિલેખનાદિ ક્રિયામાં રક્ત-શ્રમણ ભગવન્તો પ્રતિ “ચીંથરા ચુંથનારા છે એવા
અપશબ્દોથી પ્રવેગ કરનારા કહેવાતા જ્ઞાનીઓ પણ અજ્ઞાની છે એ ધ્યાનમાં રાખે. ૧૨૫. ચીંથરા ચુંથનારાએ શાશ્વતધામમાં પહોંચી ગયા, અને અપૂર્વ વાત કહેનારા–ઠેકેદાર
જ્ઞાનીઓ ચાર ગતિના ચક્કરમાં ચઢી ગયા એ સમજવું સહેલું નથી. ૧૨૯. એક્ષ-માર્ગદર્શક, મોક્ષમાર્ગ અને મોક્ષની કિંમત સમજતાં શીખે, નહિં તે રખડી જશે. ૧૨૭. “દર વર્ષે કલ્પસૂત્ર વાંચવાથી રસવૃત્તિ વધવાને બદલે નીરસતાને વેગ મળે છે આવાં
આવા અનેક પ્લાના તળે વ્યાખ્યાનમાળા શરૂ કરીને એ શરૂ કરનારાઓએ પૂર્વાચાર્યોની
પુનીત પ્રણાલિકા ઉપર કુઠારા-ઘાત કરેલ છે. ૧૨૮. જે કલ્પસૂત્રદ્રારાએ આસોપકારીના વિસ્તૃત-જીવન-પ્રસંગોથી દર વર્ષે જૈન સમાજ
ભીંજતો રહે, ત્યાગવૃત્તિ આદિ અનેક હિતકર-વૃત્તિઓ પોષાતી રહે; અને તેનાથી વિમુખ રાખવાને વ્યાખ્યાનમાળાઓએ નુકશાનકારક પ્રસંગની જે રચના કરી છે એ બેને બે ચાર
જેવી સીધી અને સરળ વાત છે. ૧૨૯પૂર્વાચાર્યોએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના જીવન વૃત્તાંતેને અને શ્રમણ ભગવં તેના