________________
સુધા-વર્ષા.
સાંભળે તે કુલવાન પુત્ર-પુત્રીઓના હૃદય કકળી ઉઠે છે, તેવી રીતે શ્રમણ ભગવન્ત અનાચારી છે એવી એવી તથ્ય કે અતથ્ય બીનાઓ શ્રમણોપાસક-શ્રાવક-શ્રાવિકાઓ વાંચી
શકે નહિ, સાંભળી શકે નહિ; તે પછી પ્રચાર કરવાની તે વાતે હેયજ શાની? ૧૪૩. જૈન–શાસનના રંગમાં રંગાયેલા-ચતુર્વિધ-સંઘની દરેકે દરેક વ્યક્તિઓના હૃદયને જન્મી
કરે તેવી બિનાના પ્રચાર કરનારાઓ પાપના પુંજ એકઠા કરે છે. ૧૪૪. અકથ્ય-વિચારણાઓને અને વર્તનને વિવેકી કહી શકતા નથી, લખી શકતા નથી,
અને પ્રચારી શકતા નથી, છતાં કહેવાતાં ધર્મિઓ તે માર્ગનું અવલંબન કરે છે એ
ખેદજનક વિષય છે. ૧૪૫. સામાન્ય અનાચારનું સેવન કે શંકા, વિશેષ અનાચારનું સેવન કે શંકા, અગર થઈ
ગયાના નિર્ણય અવસરે કાગળને કાળા કરનારાઓ અને વાણી સ્વાતંત્ર્યના નામે વાફપ્રહાર કરનારાઓ શાસન-માન્ય-નીતિરીતિને અને શાસ્ત્રોને તિલાંજલિ આપીને મનસ્વિ
પણે પાપના પોટલા બાંધવામાં મસ્ત બને છે તેથી એ બિચારાઓ દયા પાત્ર છે. ૧૪. શ્રમણ-ભગન્તોની ફજેતી કરનાઓને નુકશાનીથી બચવા-શાસન-માન્ય–શાસ્ત્ર માટે જેઓ
નીતિ રીતિનું ભાન કરાવે છે, ત્યારે ભાન કરાવનારાઓને અનાચારીનાઓના સાગ્રીત,
મલીન-માનસવાળા, અનાચારના પિષક વિગેરે બિરૂદથી નવાજે છે, ત્યારે પાપની પૂર્ણ ' ખાઈમાં ખુંચી ગયેલા એવાને કાઢવા શી રીતે ?, એ એક દયાજનક પ્રશ્ન છે. : " ૧૪૭. અનાચાર થઈ ગયું છે, થઈ જવાની શંકા છે, થઈ જવાના સગો પુરા હત; વિગેરે
કારમી કલ્પનાઓ આગળ ધરીને નિર્દયપણું બતાવીને ઉદ્ધતાઈભર્યું વર્તન દેખાડવું
એ પ્રાપ્ત થયેલ ધર્મને દેશવટે દેવા બરાબર છે. ૧૪૮. સૌમ્યભાવે સાચી સલાહ આપનારાઓને પણ ભાંડનારાઓને માટે જ આજે છે, છતાં
ભાંડણ નીતિની પરવા કર્યા વગર પરોપકાર–પરાયણ-મહાપુરૂષ સાચી સલાહ નિભય
પણે આયેજ જાય છે અને આપશે તે નિર્વિવાદ છે. ૧૪૯ જેન–શાસનને પામેલાઓ અનાચારને પોષવા માંગતા નથી, પણ સાથે સાથે તે
કહેવાતા અનાચારના બહાના તળે સાધુ સંસ્થાને ઢીલી બનાવવા પણ માંગતા નથી. ૧૫૦. અનાચારને પિષવા એ જૈનશાસનની રીતિ નથી, તેવી જ રીતે અનાચારીઓને
નિર્દયપણે ફજેતે કરે એ પણ જૈનશાસનની નીતિ રીતિજ નથી; એ પણ સાથે સાથે
સમજવું જરૂરીનું છે. ૧૫૧. અનાચારના અને અનાચારીના હેડ ફજેતા કરનારાઓ સમ્યકત્વ પામેલાઓના સમ્યકત્વને
લુંટી રહ્યા છે, અને નવા સમ્યકત્વ પામનારાઓના માર્ગને રૂંધીને સમકત્વ પ્રાપ્તિના માર્ગને બંધ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે; એ બુદ્ધિમાન–માણસને સમજાય તે વિષય છે.