________________
૧૭
સુધા-વર્ષા. ૨૧૪. પુણ્ય-પાપની પરવા રાખીને વર્તનારાએજ ઈહલેકને અને પરલકને સુધારી શકે છે. ૨૧૫ વિભાવદશા એ ભયંકરમાં ભયંકર રાજ-રોગથી પણ વધુ વિકાળ વ્યાધિ છે, એ ભૂલવા
જેવું નથી. ૨૧૬. વિચારથી પતન, અને વર્તનથી પતન, એ બન્ને દશાઓ અલગ છે. ૨૧૭. વર્તનથી પતન પામનાર પામર-પ્રાણી વીતરાગ પ્રણીત વિચારને વળગી રહે તે
પણ કલ્યાણની પરંપરા સાધે છે.' ૨૧૮. વર્તનથી પતન પામનાર નંદીષેણે વીતરાગ પ્રણીત વિચારના અવલંબને હજારેને તાર્યા છે. ૨૧૯ “રજોહરણને તરછોડનારે ખેડુત મૂકીને ગયે', એ વાત ઉપર અટ્ટહાસ્ય કરનારાઓએ ભગવાનને ભવ્ય ઉપદેશ વિચારવા જેવો છે.
- ૨૨૦. વિચારથી પતન પામનારની દશાને અતીન્દ્રિય-જ્ઞાનિઓ અને વિવેક જ વિચારી શકે છે. ૨૨૧. કમની કારમી ગુંચવણમાં ગુંચાઈ ગએલાઓ વર્તનથી ભ્રષ્ટ થાય, અગર વિચારથી ભ્રષ્ટ
થાય તેવાઓની નિન્દા નહિં કરતાં દયા ખાતાં શીખે. ૨૨૨. વર્તમાનના ધનવાનને દેખીને તે સુખી છે કે દુઃખી છે, એ નિર્ણય કરવા પહેલાં વીતરાગ
કથિત કથનને યાદ કરો. ૨૨૩. આજના કહેવાતા ધનવાને પણ જે દેવ ગુરૂ ધર્મની ઉપાસનાથી વંચિત હેય તે, તે
વર્તમાનને કહેવા ધનિક સુખી છતાં પણ ભવિષ્યમાં અવશ્યમેવ દુઃખીજ છે. ૨૨૪. પ્રબળ-પુણ્યથી મેળવેલા સાધનો દ્વારા પાપના પિટલાં બાંધનારા ધનિકેને ભવિકાળ
દુઃખદાયી છે, માટે તેવાઓની દયા ખાતાં શીખે. ૨૨૫. સુખીપણું અને દુઃખીપણું માપવું હોય તે સર્વસ કથિત વચનને વિચારતાં શીખે. ૨૨૬. વીતરાગ પ્રણીત વચનની વિશાળ કુટપટ્ટીથી જગતના છના સુખ દુઃખ મપાય છે. ૨૨૭. વર્તમાનમાં કહેવાતે સુખી ભવિષ્યમાં કેમ દુઃખી થાય છે, અને વર્તમાનમાં કહેવાતે - દુઃખી ભવિષ્યમાં કેમ સુખી થાય છે, એ કોયડો ઉકેલીને પુણ્ય પંથે વિચરવું એમાંજ
માનવ જીવનની સાફલ્યતા છે. ૨૨૮. મેળવેલ સાધને દ્વારા સંવર-નિર્જરાને, અને પુણ્યને પ્રાપ્ત કરવાં તે પ્રાપ્ત સાધન
સદુપયેગ કર્યો કહેવાય છે. ૨૨૯. મેળવેલ સાધને દ્વારા આશ્રવ, બંધ; અને પાપના પોટલાં બાંધવા તે પ્રાપ્ત સાધનેને
દુરૂપયોગ કર્યો કહેવાય છે. ૨૩૦. એક ચક્રવતિ ચક્રવર્તિપણના સાધન મજુદ છતાં કેવલ્ય જ્ઞાન મેળવી મોક્ષે જાય છે,
અને એક ચક્રવતિ મરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ૩૩ સાગરોપમનું દુઃખ ભેગવવા ચાલ્યા જાય છે; એ બંનેના તફાવતે વિચારે. .