Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 151
________________ ૧૬ સુધા-વર્ષા. ૧૯૮ યોગ્ય પાત્રતા આવ્યા વગર સારી ચીજ સુંદર ફળ નીપજાવી શકતી નથી. ૧૯૯. વીતરાગની વાણી એક સરખી હેાવા છતાં વરસાદની જેમ જૂદાં જૂદાં ફળ નીપજાવે છે. ૨૦૦. જેમ વરસાદ એક સરખા છતાં ઉખર ભૂમિમાં તેનુ પાણી નકામું જાય છે, કાળી જમીનમાં પડે તા વાયેલા ખ઼ીજને પ્રપુલ્લ કરે છે, સમુદ્રમાં પડે તે ખારૂ થાય છે, સના મુખમાં પડે તે ઝેર રૂપે પરિણમે છે, ગગાના પ્રવાહમાં પડેતે પવિત્ર બને છે, અને સ્વાતિનક્ષત્રના ચેગ સાથે છીપમાં પડે તે હજારાની કિંમતવાળુ મેાતી બને છે; તેમ વીતરાગની વાણી ઉત્તમ પાત્રાદિમાં ઉત્તમ ફળાદિ નિપજાવે છે એ નિઃશંક વસ્તુ છે. ૨૦૧. કર્મની ૬૯ કોડાક્રોડીની સ્થિતિને વિસર્જન કર્યા વગર વીતરાગની વાણીને એક અક્ષર કાનમાં પડતા નથી. ૨૦૨. ચક્રરત્નનાજોરે મેળવેલી જીત ચક્રવર્તિએ માટે અશાશ્વતી છે, પરંતુ સિદ્ધચક્રરત્ન દ્વારાએ આરાધકા જે જીત મેળવે છે તે જીત શાશ્વતી છે. ૨૦૩. કણિ-કર્મીને ચૂરનારી ચીજ શ્રી સિદ્ધચક્ર-યન્ત્ર છે, માટે તેની સેવના કરે. ૨૦૪. તારનારી ચીજો ચાર છે, દર્શન-જ્ઞાન ચારિત્ર અને તપે ધ. ૨૦૫. શ્રધ્ધા અને સમજ અર્થાત્ દર્શન-જ્ઞાન મળ્યાં છતાં ચારિત્ર અને તપોધમ આવીને ઉભાં રહ્યાં એટલે જીવ ચક્રાવે ચઢે છે, અર્થાત્ તે એમાંથી ઉત્તીર્ણ થવું ઘણુ જ મુશ્કેલ છે. ૨૦. શ્રધ્ધાપૂર્ણાંક સમજવું જેટલું સહેલું છે તેના કરતાંયે વર્તવું એ કડીનમાં કઠીન માર્ગ છે. ૨૦૭. માન્યતા થયા પછી શ્રાવકપણું ૨ થી ૯ પલ્યાપમે આવે છે જ, અને ચારિત્ર તેા સખ્યાતા સાગર।પમે આવે છે તેથી નિશ્ર્વમી બનવા જેવું નથી. ૨૦૮. આજના કહેવાતા જ્ઞાનિયાને ચારિત્રીયાની અને ચારિત્રની વાત સાંભળવી પણુ ગમતી નથી, એવાએ જૈન શાસનની માન્યતાના હિસાબે તે અજ્ઞાનિયેાજ છે. ૨૦૯. ચારિત્ર-પદ્મની અને તાધર્મની સેવનામાં રંગાયેલા અર્થાત્ આતપ્રેત બનેલાએ પામવા લાયક ચીજને પામે છે. ૨૧૦. સાતપત્તને આરાધવા એ જંગલને જીતવા બરાબર છે, અને ચારિત્ર અને તપોધ એ એપદ આરાધવા એ ખજાના સાથે રાજધાનીને જીતવા ખરાખર છે. ૨૧૧. વિભાવદશાના વિલાસિયાને વીતરાગ પ્રણીત ધર્મ સમજાતાજ નથી. ૨૧૨. અણુધારિ આપત્તિઓને ખડી. કરનાર અને ધારેલી ધારણાને ધૂળમાં મેળવનારી ચીજ પાપ છે, છતાં પાપને છેડતાં નથી. ૨૧૩. સ્મરણુ બહારની સંપત્તિઓને સન્મુખ કરનાર અને બગડેલી ખાજીને સુધારનારી ચીજ પુણ્ય છે, છતાં તે પુણ્યને આદરતાં નથી.

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196