Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 153
________________ સુધા-વર્ષા. ૨૩૧. એકજ સ્થળે સાધન સંપત્તિઓ સમાન છતાં મમતાને કાળો કેર, અને સમતાના સાચાં ફળ શ્રોતાને સમજાતાં નથી એજ ખેદને વિષય છે. - ૨૩૨. જીવનભરની મમતાએ ભવ ભવ માર ખવરાવ્યું, અને ખવરાવશે એ વાત જેન શાસનમાં અતિ પ્રસિદ્ધ છે, છતાં વિવેકિયેના વિવેક નેત્ર ઉઘડતાં નથી એ ચનીય છે. ૨૩૩. જીવનભરની મમતા મહાન મુશ્કેલી પડી કરે છે, અને ક્ષણ ભરની સમતા અનંત અવ્યાબાધ–સુખ–શાંન્તિને અને આનંદને સમર્પે છે છતાં મમતાની મુંઝવણ મુકાતી નથી. ૨૩૪. ચક્રવતિઓ ચક્રવતિપણમાં મમતાના પ્રભાવે નરકના અતિથી બને છે, અને દેવ સ્વર્ગમાં હાલીને તિર્ય માં ચાલ્યા જાય છે, છતાં મમતાની માયા મૂકાતી નથી. ૨૩૫. મરણ અવસરે અર્થ-કામની સર્વ સામગ્રીઓ મુકવી પડે છે, તે મુક્વા જેવી છે એમ સમજીને મુકવામાં મુંઝાઓ છો કેમ ?, ૨૩૬. કવીનાઈન અને કડુ-કરીયાતાના સંસ્કાર મગજમાં એટલા બધા સથર થયા છે કે બે પાંચ વર્ષે પણ તે સંસ્કાર ભૂલાતા નથી, અને ધર્મ સંસ્કારને ભૂલે છે, તે શું? ” ૨૩૭ કવીનાઈનાદિના કડવાં અને આફુસ કેરી આદિના મીઠા સંસ્કારને ભૂલાતા નથી, પરંતુ ધર્મના સંસ્કારનું સ્મરણ સહેજે ભૂલાય છે તેના વાસ્તવિક-કારણને વિચારતાં શીખે ૨૩૮. સાંભળવામાં, સમજવામાં, બેલવામાં, સમજાવવામાં, સંભળાવવામાં અને હજારો જન મેદિની સમક્ષ કહી દઈએ કે પાપ ડૂબાડનાર છે, અને પુણ્ય તારનાર છે; છતાં તે સંસ્કાર બેલનારને દઢ કેમ થતા નથી?, તેનું ચિન્તવન કરે. ૨૩૯ ઈન્દ્રિયેને અનુકુળ-સંસ્કારના અને પ્રતિકૂળ સંસ્કારના સાક્ષાત્કાર અવસરે હદયને જવાબ આપવામાં મુંઝવણ થતી નથી, અને વીતરાગ પ્રણીત નિર્ણિત સિદ્ધાંતને હૃદય-સ્પશિ જવાબ આપવામાં મુઝવણ કેમ થાય છે?, તેને વિચાર કર્યો છે ખરે; ૨૪૦. કડવાશના અને મીઠાશન સંસ્કારે દશ વર્ષે નહિ ભૂલનારાઓ વાત વાતમાં વાચિક કાયિક પ્રવૃત્તિઓમાં ઉલટું પરિવર્તન કેમ કરે છે એ વિચારવા જેવું છે. ૨૪૧. ઈન્દ્રિયોને પ્રતિકૂળ-પદાર્થ પ્રત્યે અરૂચ-અપ્રીતિ અને દ્વેષ કેળવ્યાં છે, તેના ક્રેડમે હિસે આત્માએ આત્મ-હાનિકારક પદાર્થ પ્રત્યે અરૂચી આદિ કેળવ્યાંજ નથી. ૨૪૨. મીઠાશવાળા પદાર્થ પ્રત્યે અરૂચી-પ્રીતિ અને રાગ કેળવનારાઓએ આત્મ-હિતકર પદાર્થ પ્રત્યે વધુને વધુ રૂચિ આદિ કેળવવાની જરૂર છે. ૨૪૩. પંદર વર્ષે પરણનાર પુત્રી પતિના ઘર તરફ પગ માંડે છે, ત્યાર પછી જીવનભરમાં પિયરન અને ઘરના ફરકને ભુલતી નથી, છતાં તે પુત્રીની જેમ જીવનભર સુધી ધર્મક્રિયા કરનારાઓને સંસારના, અને સંયમના ફરક સમજાતાં નથી એજ ખેદને વિષય છે.

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196