________________
શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિ
૫૯
થયેલું છે. મૃતધર્મની આદિ કરનાર હોવાથી, ચારિત્રધર્મની શરૂઆત કરનાર હોવાથી, સમગ્ર લોકોદ્ધાર-કરવાની ભાવના પૂર્વક ગર્ભમાં આવેલા હેવાથી; અને ગર્ભસ્થાનમાં અંગુલના અસંખ્યાતમાં ભાગનું શરીર હોવા છતાં તે ભગવંતોને દેવ-દેવેન્દ્રો નમન કરે છે, માટે સમગ્ર એશ્વર્યમાં પ્રથમ “મારૂગરાળ” પદ સુસંગતરીતિએ સાર્થક છે, એમ નિર્મળ બુદ્ધિમાં સ્થિર થાય છે, અર્થાત્ નિઃશંક રીતિએ સુદ્રઢ થાય છે.
તીર્થકરની નામ-કમની પ્રાથમિકતા. પિતાની મેળે બંધ પામ્યા પછી જ તીર્થકર તીર્થ સ્થાપે છે, અને તીર્થ સ્થાપ્યા પછી શ્રતચરિત્ર ધર્મની શરૂઆત કરે છે. માટે પ્રથમ “સ્વયં સંબુદ્વાણું” અને તે પછી જ “ તિથરાણું ' એ પદ હોવું જોઈએ એવી શંકા કરનારને સમાધાન આપતાં જણાવે છે કે તીર્થકરોનું તીર્થકરપણું ગર્ભમાં આવ્યા પછી તરત શરૂ થાય છે, અને તે જ હિસાબે ગર્ભસ્થાનમાં આવેલા તીર્થ કરેનું શરીર અંગુલના અસ ખ્યાતમાં ભાગનું છે, છતાં તેને દેવ-દેવેન્દ્રો નમે છે; અને પ્રથમ ચ્યવન કલ્ય શુકની આરાધના કરે છે.
ક્ષાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરવું કે ક્ષાયક પામવું, બહુશ્રુત થવુ કે સંપૂર્ણ ચૌદ પૂર્વધર બનવું અવધિ જ્ઞાની થવું કે મન:પર્યવનાની થવું, દેવળજ્ઞાનને પ્રગટ કરવું કે મોક્ષે જવું; આ બધા ભાવે એકજ ભવની મહેનતથી પ્રાપ્ત રઈ શકે છે. પરંતુ તીર્થંકરપણું પ્રાપ્ત થવું તે ઘણું ભાની મહેનતારાએ થાય છે. અર્થાતુ ઓછામાં ઓછા ત્રણ ભવની મહેનત તીર્થંકરપણું પ્રાપ્ત કરવામાં જરૂર હોવી જ જોઇએ, અને તેજ તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. આથી સંસાર સમુદ્રથી તરવાની સંપૂર્ણ સાધન-સામગ્રીઓને સંચય પૂર્વ ભવથી કરીને જ આવ્યા છે, છતાં તે તીર્થંકરના જીને તરવાની તાલાવેલી કરતાં સમગ્ર-જન-સમુદાયને તારવાની જબરદસ્ત તાલાવેલી હોય છે, અને સમય જગજનને શાસનરસિક બનાવવાની ભાવનાથી તીર્થ સ્થાપનાના અમેઘ કારણ રૂપ તીર્થંકર-નામ કર્મ પૂર્વના ત્રણ ભવથી નિકાચના કરીને જ આવ્યા છે. એટલે તીરચયરાળ” પદ એ “સ્વયે સંવૃદ્ધાણં' પદની પહેલાં જ હોવું જોઈએ.
* તીથરા એ પદનું વિશેષત: પર્યાલચન કરીએ તે સ્પષ્ટ માલમ પડે છે કે તીર્થકર નામકર્મને બાંધનાર અને તેની નિકાચના કરનારા તીર્થકરોના તીર્થ કર નામકર્મના બે ફળ વિચારી શકાય છે, ૧. પૂજ્યતા અને ૨. પ્રવૃત્તિ છે.
- હવે એ તીર્થકર નામ કર્મની પૂજ્યતા ગર્ભમાં આવવાની સાથે જ શરૂ થાય છે. કારણકે ચૌદ સ્વપ્નનું દેખવું. ચોસઠ ઇંદ્રાસનનું ડેલવું, ઈન્દ્રાદિનું-વન્દન-સ્તવન કરવું, ચ્યવન કલ્યાણકની ઉજવણી, સાતે નરકમાં પ્રકાશાદિને અનુભવ વિગેરે થવું; એજ તીર્થંકરની પૂજ્યતાને પૂરવાર કરનારાં પ્રતીક છે. એટલું જ નહિં પણ જન્મકાર્યનું સૂતિકા-કર્માદિ દિકુમારીકાઓ કરે, જન્મ મહોત્સવ દેવ દેવેન્દ્રો કરે; અને દીક્ષા લેવા પયેતના વરઘેડ વિગેરે સધળાં વિધાનો દેવ દેવેન્દ્રો કરે છે, આથી તીર્થંકર નામકર્મની પ્રથમ પ્રયતા ૩૫ કુલ સૃષ્ટિ-સમક્ષ સુપ્રસિદ્ધજ છે. પરંતુ પ્રવૃત્તિઝારાએ સકલ-જગતુના ઉદ્ધારનું કાર્ય તે દીક્ષા લીધા પછી ગ્ર માનુગ્રામ વિહાર કરે, ઘોર તપસ્યા કરે, પરિસહ ઉપસર્ગોને સહન કરે, ઘનઘાતી કર્મોને તેડે. અને કેવળજ્ઞાન પ્રગટ કરે પછી તીર્થની સ્થાપના ધારાએ અમોજ-દેશનાઓ દઈને દેશની પ્રવૃત્તિથી જગતુના જીવનું કલ્યાણ કરે છે, અર્થાત જગતુના ને કલ્યાણું માર્ગમાં જોડે છે. આ ઉપરથી તીર્થને સ્થાપન કરવાની, અને તીર્થની પરોપકાર અને લાભદાયિ પ્રવૃત્તિ તે વાસ્તવિક રીતિએ કેવળજ્ઞાન પછી જ