Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 138
________________ ૨૩. સુધા-વર્ષા ૨૧. ચેાથો કહે છે કે મુમ્બપુરી જેવી નગરીમાં ધનાર્થિ-માણસને એક જણે કહી દીધું કે ધનની જરૂર હોય તે ધનવાનના બંગલે ચાલ્યા જાઓ એ વાત સાંભળીને જવા નીકળે. રસ્તામાં ચાલતાં વિચાર થયે કે કયા ધનવાનને ત્યાં જવું?, તે કીધું નહિ, અને તે ધન- . વાનનું ઠામ-ઠેકાણું કર્યું ?, તે પણ બતાવ્યું નહિ; તો પછી કયાં જઈ ઊભા રહેવું, આવી મુંઝવણમાં મુંઝાઈને નિરાશ થઈ ગયે. તેવી રીતે મંગળના અર્થિઓ માટે પંચ–પરમેષ્ટિઓ બતાવી દીધા. પરંતુ મુખપુરીના માપ્યાક્ષેત્રમાં માણસ મુંઝાઈ જાય તો પછી આપના આશિર્વાદમાં તે વિશાળ ક્ષેત્ર, અસંખ્ય નામે, અને અગણિત આકારમાં અમે તો મુંઝાઈએ તેમાં નવાઈ શી? ૨૨. શી મુંઝવણ થઈ?, તે જુઓ પંચપરમેષ્ઠિ પદમાં પાંચ પર છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ પાંચની ભૂતકાળ-ભવિષ્યકાળ અને, વર્તમાનકાળની વિચારણા કરીએ, અને સાથે ક્ષેત્રની અને નામની તથા તે દરેકના આકારની અવસ્થાની વિચારણા કરીએ તે અમારી મુંઝવણને પાર જ રહેતા નથી. ઉપરની મુંઝવણ સંક્ષેપમાં બતાવી. પરન્ત વિસ્તારથી સમજવા બેસે તે અઢી દ્વિીપમાં વર્તમાનકાળે તીર્થંકરો કેટલા હતાં ?, ભૂતકાળમાં અનંતી-ચેવિશીઓ થઈ ગઈ તે બધી ચેવિશીઓના અરિહંતે કેટલા ?, અને ભવિષ્યમાં અનંતીના અનંત ઝુમખામાં અરિહંત કેટલા આવશે?, તેવી જ રીતે સિદ્ધ-ભગવંતે, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય-ભગવતે અને સાધુ–ભગવતે ત્રણે કાળના લે તે ગણત્રીને પારજ રહેશે નહિ. વર્તમાન કાળે આજની જૈનેતર પ્રજાની નજરે ચઢેલી દુનીયાના મનુષ્યની ગણત્રી બેથી અઢી અબજ લગભગ થાય છે, જ્યારે મહા વિદેહમાં તે દસ ગુણ એટલે વીસ અબજ મુનિવરે છે. આ બધું વિચારતાં આ બધામાંથી કેણ મંગળ કરશે ?, કેનો છેડો પકડવો ?, અને કણ આવીને તારશે ?: આ બધું સમજાતું નથી. સાથે એ પણ નક્કી છે કે તરી ગએલા તારતા નથી, અને તરવા બેઠેલા હાથ ઝાલીને તારવામાં મદદ કરતા નથી, માટે આપશ્રીને આશિર્વાદ શ્રવણને સુખદાયિ ભલે નીવડે, પણ અર્થ-જનક કે ફલદાયક તે નથી જ. ૨૪. હમારે આશિર્વાદ અર્થજનક છે, અને ફળદાયક પણ છે; સાંભળે તમારા જવાબો અનુક્રમે અપાય છે. પરમેષ્ટિઓ દેતા નથી એ વાત સાચી છે, કારણ કે આરાધ્યકક્ષામાં રહેલાઓ દેજ નહિ પછી આરાધકને મંગળ કરનારી, કલ્યાણને વધારનારી અને પાર ઉતારનારી ચીજ કઈ?, તે સમાધાનમાં સમજવું કે આરાધના. ૨૫. આરાધકના આખાયે જીવનમાં સકલવિદનેને વિનાશ-કરનારી, અને સકલ-સમિહિતને પૂરનારી અમેઘ ફલદાયિ ચીજ હોય તે આરાધના છે. ૨૬. બ્રાહ્મણને આશિર્વાદ બ્રાહ્મણને પૂળતું નથી, તેનું કારણ એ છે કે આશિર્વાદના પરમાર્થને પીછાણતું નથી. બ્રાહ્મણ બે કે સોમવતી અગીઆરસ છે, બ્રાહ્મણને આશિર્વાદ છે કે એક બ્રાહ્મણને અલ્પ કીંમતનું અ૫ પ્રમાણમાં આપેલું એ “વિષ્ણુને

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196