________________
શ્રધ્ધાદિ-પષક-સુધાબ્ધિ
૬૩
કરી ઉજમણાદિ મહોત્સવ કરીને તે તપની પૂર્ણાહુતિ થઈ સમજે છે. વ્યવહાર માત્રથી આરાધના પૂરી થઈ એમ ગણે છે, પણ આરાધના પૂર્ણ થઈ છે એ ત્યારે જ કહેવાય કે આરાધકો આરાધ્ય પદની પ્રાપ્તિ કરી શકયા હોય અગર આરાધકોએ આરાધ્ય પદ પ્રાપ્તિની લગભગ સન્મુખ દશા પ્રાપ્ત કરી હોય; પરંતુ હજુ સુધી આરાધોને આરાધ્ય પદ પ્રાપ્તિની તમન્ના જાગીજ નથી, અને આરાધ્ય પદ પ્રાપ્તિની તમન્ના જાગે ત્યારે તે પ્રાપ્તિ માટેને નિશ્ચય અને પ્રવૃત્તિ શરૂ થાય છે. આરાધ્ય પદ પ્રાપ્તિને નિશ્ચય થયા પછી આરાધ્ય પદ પ્રાપ્તિ માટે આરાધકે એ આરાધ્ય વચ્ચેને વાસ્તવિક ભેદ સમજ જરૂરી છે. “ હું નમન કરનારે છું અને તે નમન કરવા ગ્ય છે તો તે બંને વચ્ચે કેટલો ભેદ છે ?, અને તે ભેદને ભાંગનાર અથવા તે ભેદને છેદનાર વસ્તુ કઈ છે ?; એને નિર્ણય કર ઘટે છે. આરાધ્ય અને આરાધક વચ્ચેના ભેદને છેદનારા ચાર પદ ?, સમ્યગ્દર્શન જ્ઞાન-ચરિત્ર અને તપ આ ચાર સાધન દ્વારા એ આરાધકોએ આરાધ્ય પદની પ્રાપ્તિ કરવાની છે.
દ૯-અકલ્યાણકારિણ-નિન્દા.
- तयसं व जहाइ से रयं, इति संख्याय मुणी ण मज्जा ।
___ गोयन्नतरेण माहणे, अहसेयकरी अनेसी इंखिणी ॥१॥ શ્રીસૂત્રકૃતાંગ-સૂત્રના બીજા-અધ્યાયના બીજા-ઉદ્દેશની શરૂઆતમાં પંચમગણધરભગવંત શ્રી સુધર્માસ્વામીજી અંતિમકેવળી શ્રીજબૂસ્વામિજીને ઉદ્દેશીને જણાવે છે કે અકલ્યાણકારિણીનિદા છે, એમ સમજીને નાના કે મોટા બાલક કે યુવાન, સ્ત્રી કે પુરૂષ, મૂર્ખ કે બુદ્ધિમાન, ગુણી કે નિર્ગુણી; આદિ સકળ પ્રાણીગણની કોઈએ અશ્રેયસ્કરી-નિન્દા કરવા લાયક નથી. સંપ ત્યાગ કરવા લાયક કાંચળીને ત્યજે છે, તેવી રીતે મુનિવર્યો કર્મ-રૂપી જને પણ છેડવા લાયક જાણીને છેડે છે. કષાયને અભાવ એજ કર્માભાવ-કાર્યનું અમોઘ કારણ છે. એથી કષાયની મૂળ જડરૂ૫ ગાત્ર આદિ આઠ મદસ્થાને પ્રતિ તેઓ લવલેશ મદ કરતાં જ નથી.
પિતાનાં પ્રબળ ઉત્કર્ષતાદિને હાનિ લવલેશ ન પહોંચે, તે રીતિએ માનસિક-વાચિક-કાયિક–પ્રયોગો દ્વારા નિર્માલ્ય-નિન્દાનું અવલંબન લેઈને જેઓ પિતાના આત્માનું અધ:પતન કરે છે, આત્મિક શકિતઓને હાસ - કરે છે, અને આત્મિક ગુણોનો નાશ કરવા કમ્મર કસે છે; તે બધાએ સ્મૃતિપટ પર આ શબ્દોને સ્થિર કરવાં જરૂરીના છે-“અકયરણકારિણી નિજા છે. આ ઉપરથી નિન્દા કરવી નહિં, કરાવવી નહિ, કરનારાઓની અનમેદના કરવી નહિ. અને નિન્દા શ્રવણ કરવામાં કર્ણયુગલને નિર્માય નિન્દારૂપ નિજિત-કાર્યોથી નવસે કોષ દૂર રાખવાની જરૂર છે.
૭૦-સર્વસ્વ-સમર્પણ અંગે. ૧. સર્વસ્વ સમર્પણ કરીને પરમપદે પહોંચવાના ભગીરથ પ્રયત્ન કરવાવાળા શ્રમણ-ભગવંતે ધનધાતિ
કર્મના ઘેરાં-પાણીને પણ ઉલંધે છે. ૨. કામ-ભોગની વિષમ વાસનાના વસમા-માર્ગમાંથી નીકળીને સર્વસ્વ-સમર્પણ કરનારાઓ કેવળ
જ્ઞાનના કાંઠે પહોંચી શકે છે.