________________
શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ
४७
છે આવા પ્રસંગોમાં પર્યુષણાની પુનિત ઝાંખી જીવનને ઉન્નત બનાવવાને બદલે અવનત બનાવે છે. સાંવત્સરિક પ્રતિક્રમણ અવસરે, સાંવત્સરિક ખામણા પ્રસંગે, અને હૃદયના ભાવિત ભાવે ત્રિવિધે ત્રિવિધે ખમાવનારાઓએ ખમાવ્યું છે. તે હવે આત્મા ઉન્નતિના પંથે વિહરે, સ્વપરહિતના અર્થે ઉધમ કરે, શાશનહિતવર્ધક ક્ષેત્રને તન-મન-ધનથી નવપલ્લવિત કરે, આક્રમણુની અંધાધુધીમાં અટવાયેલા ક્ષેત્રે, અને પ્રશ્નોની સંગતિ શકિતથી સામનો કરે; અને શાશનની દરેકે દરેક વ્યકિતમાં ખીલેલી ઓછી વધતી શકિતઓને સમય સંગન કરવા બધું સમર્પે તે તે સાંવત્સરિક ખામણાની સુંદર-સંસ્કારી-આત્મા સંસ્કૃતિ-સિદ્ધાંતના સંરક્ષણ-કરવાના કૃત નિશ્ચયપૂર્વક આરાધનાના અવિચળ માગે કૂચ કરી રહ્યા છે, એમાં શંકાને સ્થાન જ નથી. અર્થાત્ સાંવત્સરિક ખામણા ફળ્યાં છે.
ચાલુ પર્વાધિરાજ પર્યુષણની પરિસમાપ્તિ થશે. અને આવતા વર્ષના પર્વાધિરાજ પર્યુષણ મહિના અઠવાડીયા દિવસ કલાક મિનિટ સેકન્ડની મજલ કાપતા કાપતા આવી પહોંચશે. પરંતુ ચતુર્વિધસંધના ચારે વિભાગમાં વહેંચાયેલી વ્યક્તિઓ પિતાની જવાબદારી અને જોખમદારી સમજે. અને પર્યુષણ પર્વ પ્રસંગને પિછાણીને દેખેલું, સાંભળેલું. અનુભવેલું, વિચારેલું અને હિતશિક્ષારૂપે ધારણ કરેલું સફળ કરવા ઈછે. તથા અવસર આવે સઘળી શકિતના વ્યવસાયે કરી છૂટવા મથે, તે જરૂર ભાવિ પર્યાવણના ભાવિ આંદોલને અલૌકિકજ હશે !! - પ્રાતઃસ્મરણીય પૂજ્ય પરમાત્માની પ્રતિમાને પુનિત આદર્શ સન્મુખ રાખીને શ્રમણ ભગવતેની સમી પમાં પર્યુષણ પર્વને આઠે દિવસની વ્યવસ્થિત-આરાધનામાં ઉજમાળ થનારા વિવેકીઓને સ્વપરજીવન અને સંસ્કૃતિ સિદ્ધાન્તના પરમ સ્થાનરૂપ રસાસનને વધુ ઉન્નત બનાવવાની બધી સામગ્રી મળી શકે છે. શ્રમણ ભગવંતના વિરહકાળમાં મર્યાદાપૂર્વકની આરાધનામાં ઓતપ્રોત થવું, પરંતુ જૈનશાસનમાન્ય સંસ્કૃતિ-ત-રીતિ નીતિના અનભિજ્ઞોની વ્યાખ્યાનમાળાના વિષમય વાતાવરણથી સેંકડો કેાષ ઘર રહેવું એજ સંસ્કૃતિ સંરક્ષણને અમેઘ ઉપાય છે. આથી જ વિવેકીઓએ પર્વાધિરાજ પર્યુષણના પથ્ય રહસ્યને ગુરૂગમથી હૃદયમાં અંકિત કરવું જરૂરી છે.
પ૧ “નમે પદની નિર્મળતા લેખાંક-૧ લે.
તેત્રીશ વ્યંજનમાંના બેજ વ્યંજન. ચૌદ સ્વરમાંના બેજ સ્વરે, બેજ વ્યંજન અને બેજ સ્વરથી સમિલિત થયેલા બેજ અક્ષરો, બેજ અક્ષરોનું બનેલ પુનિતપદ, પુનિતપદમાં સ્થિત થયેલ પવિત્ર આરાધનધર્મ; અને એજ આરાધન ધર્મને ત્રિકાલાબાધિત-અવિછીન્ન-પ્રભાવ અચિન્ય અને અનિર્વચનીય છે.
આ નિર્મળ પદના નિઝરણામાં ઝૂલતાં પાપીઓ પુણ્યશાલિઓ બને છે, દુર્ગતિ તરફ દોટ મૂકનારા માનવીઓ સદગતિ તરફ સિધાવે છે, અધમ પદમાં આવી પડેલા આત્માઓ ઉચ્ચ સ્થાન અને ઉચ્ચ પદના અધિકારી બને છે, ચિન્તામણિ અને ચિત્રાવેલની પાછળ ચિત્તાશીલ બનેલા બેહોશ છ અભિનવ ચિન્તામણિને પ્રાપ્ત કરે છે; અરે ! એટલું જ નહિં પણ એ પદને સ્પર્શ જલને સ્થળ બનાવે છે, વિષને અમૃત બનાવે છે. ઉષ્ણુ અગ્નિની જવાલાઓને પાણી પાણી કરે છે, વિક્રાળ-વિષધરને વિશિષ્ટજલ-સ્થલ સ્થિત પુષ્પની પુષ્પમાળ બનાવે છે; અને શૂળીને સિંહાસન બતાવે છે. આટલેથી એનો મહિમા પરિસમાપ્ત થતું નથી, પણ સર્વ પાપને અને સકળ કર્મોનો નાશ કરીને આરાધ્ય પદની ઉત્તમોત્તમ ભૂમિકાને