________________
પર
સાધમિકનું સગપણ.
મહત્સવ સંકળાયેલો છે, તેથી પણ આ આરાધનાની વિશેષતા છે.
આગામિકાળે થનારી અનંતાનંત વીશીના અનંતાનંત તીર્થકર કે ભૂતકાળમાં થઈ ગયેલી અનંતનંત ચેવિશીના અનંતાનંત તીર્થ કરો, વર્તમાન ચોવીશીના ચેવિશ જિનેશ્વરે કે વર્તમાન વીશીના વીશ વિહરમાન ભગવંતે; આ આ સઘળાથે તીર્થપતિઓ વ્યક્તિગત-નામથી, આકારથી, જીવ દ્રવ્યથી, અવસ્થાથી, ક્ષેત્રથી, કાળથી; અને વર્ણાદિથી ભિન્ન ભિન્નપણે સ્મૃતિ-પથમાં પુનઃ પુન: દષ્ટિગોચર થાય છે, છતાં એક અરિહંતપદની આરાધનાથી આરાધકે ત્રિકાળવતિ, સર્વ-ક્ષેત્રવતિ, સર્વ અવસ્થાવતિ આરાધનાનું અમેઘ કાર્ય કરીને આરાધ્ય કક્ષાના અભિમુખ થવાની યોગ્યતા સિદ્ધ કરે છે,
આ પ્રથમ પરમેષ્ટિ-પદની અમેઘ આરાધનાના અગમ્ય-રહસ્યનું આસ્વાદન કરીને આરાધકે અનુક્રમે સિધ્ધપદની, આચાર્યપદની, ઉપાધ્યાપદની, અને સાધુપદની આરાધનાદ્વારાએ ત્રિકાળવત, સવ-ક્ષેત્રવતિ, સર્વ-અવસ્થાવતિ–પરમેષ્ટિ-ભગવંતોની સેવાને સુંદર લાભ ઉઠાવે છે.
વ્યકિતના અને નામના મેહને છોડયા વગર, ક્ષેત્ર અને કાળની ભાંજગડને ભાંગ્યા વગર, શરીરની ઉંચાઈ અને નીચાઈનું નિર્માણ કરવાની ટેવને તિલાંજલિ આપ્યા વગર, શરીરના વર્ણ અને અવસ્થાને વિસ્મરણ કર્યા વગર; અને ગચ્છ કે સમુદાયની સદી સમજને દૂર કર્યા વગર, આરાધ્ય પદે સ્થિત થયેલા અરિહંતાનું અરિહંતપણું, સિદ્ધ-ભગવંતનું સિદ્ધપણું, આચાર્ય ભગવંતનું આચાર્યપણું, ઉપાધ્યાય ભગવંતોનું ઉપાધ્યાયપણું અને સાધુ ભગવંતનું સાધુપણું સમજવું; અને સમજીને તે પદનું સેવન કરવું એ સેંકડો કેશ દૂર છે.
પ૭. સાધર્મિકનું સગપણ
લયનાથ તીર્થનર-ભગવતેએ સાધર્મિક-વાત્સલ્યને શ્રેષ્ઠતમપણે પ્રરૂપેલું છે. અને આ જ વાતને વિજયરશેખરસૂરીશ્વરજી પણ શ્રી શ્રી પાલ-ચરિત્રના ૨૨૮ માં પધમાં આ રીતિએ જણાવે છે –
तम्हा तुम्हं जुज्जइ, एसिं साहम्मिआण वच्छल्लं ।
काउं जेण जिणिंदेहिं वन्नि उत्तमं एयं ॥२२८॥ ભાવાર્થ :- જ્યારે શ્રી શ્રીપાલને અને મયણાને સકલ સંઘ સમક્ષ સકલમનવાંછિતપૂર્વક શ્રી સિદ્ધચક્ર યંત્રની આરાધના, આરાધનને વિધિ, આરાધનના નિયત દિવસ, આરાધનને મહિમા, આરાધન
ત થતાં અનંતર-પરંપર ફલ જણાવી દીધાં, ત્યારે તે અવસરે શ્રાવક-શ્રાવિકાને તે પૂજ્યશ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજીએ જણાવી દીધું કે-“તમારે પણ આ બંને સાધર્મિકેનું યોગ્ય વાત્સલ્ય કરવું જ જોઈએ. કારણ કે જિનેશ્વર ભગવતેએ સાધર્મિક-વાત્સલ્યનું પ્રધાનપણું સમવસરણમાં પ્રરૂપણ કરેલું છે. તે વાતને સાંભળતાં તે અવસરે શ્રાવક-શ્રાવિકાઓએ રહેવાની. પહેરવાની, ખાવાની, પીવાની; અને આરાધન-કરવાની સકળ સંગ સાધન સામગ્રી પૂરી પાડેલી છે.
આ પ્રસંગને સ્મૃતિપટ પર સ્થિર કરીને આજના દુષમકાળમાં નિરાધાર બની ગયેલા શ્રાવક