________________
શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ
પ૩
શ્રાવિકાઓ માટે તન-મન-ધન સમર્પણ કરવાના, કરાવવાના અમેધ-અવસરને શ્રીમતેએ અને ધીમન્તોએ લાભ લેવાનું છે, એ ભૂલવા જેવું નથી, અને તે સિવાયનાએ એ અનમેદનને પણ લાભ લે એ જરૂરી છે.
પરમાત્મ-શાસનના પરમ પ્રેમાળ-પંજાબના જૈન ભાઈઓ માટે હજુ સકળ સંઘે કરવા લાયકનું કાર્ય પુરૂં કર્યું જ નથી, તેટલામાં તો ગોધરાના ગર્ભ શ્રીમંત પણ કેમી-હુતાશની કારમીઆગમાં સર્વસ્વ ગુમાવી બેઠા છે. તેવા નિરાધાર ભાઈ–બહેને માટે સઘળાંએ સગપણ કરતાં સાધમિકનું સગપણ શ્રેષ્ઠતમ-લાભદાયિ સ્વીકારીને જે જે સંઘના આગેવાને ઉદ્યમ કરી રહેલા છે તે અનુમોદનીય છે.
• ૫૮–લૌકિક–પ્રેમનું અંતિમ.
પ્રેમ શબ્દમાં ત્રણ વ્યંજન, અને બે સ્વર છે, એટલે વ્યંજન સ્વર સમિલિત થઈને પાચ અક્ષર છે; છતાં સ્વર સિવાયના બજને ચાર કરવા એ અશક્ય હોવાથી સાહિત્યકાર અને વ્યવહાર રસિકોએ સ્વર સહિતના વ્યંજનને અક્ષરની ગણત્રીમાં ગણેલી છે. પૂર્વોક્ત-ગણુત્રના હિસાબે પ્રેમ રાખમાંના ૨ ને અક્ષર, અને પે-મ દરેકને એક એક અક્ષર ગણીને સંમિલિત થયેલ-અઢી અક્ષર યુક્ત પ્રેમ શબ્દ વ્યવહાર-સાહિત્ય-સૃષ્ટિમાં સ્વીકૃત થયેલ છે; અને તેથી જ કહેવાય છે કે “અઢી અક્ષર પ્રેમકા પઢેસે પંડિત હોય.”
અજબ જાદુઇ-શક્તિ, અલૌકિક આકર્ષણ-શક્તિ; અને અનુપમ-અમૃતવર્ષણ-શક્તિ, આધનેકવિધશક્તિ-સંપન્ન-પ્રેમ શબ્દ ગુર્જર ભાષામાં વપરાતાં સધળાંએ શબના શબ્દ-રત્નમહોદધિમાં અચિજ્યચિન્તામણિથી પણ અધિક-કાર્યસિદ્ધિ-કરનાર અદિતીય-વિજયવન્તપણે વર્તી રહ્યો છે.
અઢી-અક્ષર-યુકત–પ્રેમ શબ્દને અખંડ-અભ્યાસિ-આત્મા જ પ્રેમ શબ્દના પુનિત-પિયુષનું આસ્વાદન કરીને પારમાર્થિક -પંડિતાઈને પામેલે હતા, છે; અને રહેશે એજ કહેવું યુક્તિ-યુક્ત સુસંગત છે.
છતાં પ્રેમ શબ્દને પ્રચાર પૃથ્વીપટ ઉપર પ્રસંગોપાત એવા સ્વરૂપે થઈ રહ્યો છે, અને થાય છે કે જે પ્રેમની વિકૃતદશા વિદજજને પણ વિષમ-હાસ્ય-ખેદના ખાબોચીયામાં ડુબાડવા પ્રયત્નશીલ રહે છે.
લૌકિક-પ્રેમના પાશમાં સપડાયેલ–પાત્રમાં પ્રેમની વિકૃત-દશાનું અવલોકન અનેકવાર થયું છે, અને અને થશે, છતાં લૌકિક-પ્રેમના પાત્રનું પરીક્ષણ કરવા પૂર્વક પરિચય કરતાં પરીક્ષક નીતિ-ન્યાયની તુલાથી તોલીને પરીક્ષાના પરિણામ કહી રોકે છે, અને જાહેર પણ કરી શકે છે કે –તે લૌકિક પ્રેમ પુનિત નથી, પણ પાપવધક, અને મુખ્ય-શાષક વિકત-પ્રેમ છે; કારણ કે લૌકિક-પ્રેમનું અંતિમ-પરિણામ તપાસીએ છીએ. ત્યારે તો લૌકિક-મના પાત્રોનાં જીવન; રાગ-દેષ-સ્વાર્થ, અહંભાવ, મમતા અને આપઘાતાદિમાં પરિણમે છે. આથી જ લોકતર-વિશુદ્ધ-પ્રેમની બલિહારી છે.
૫૯-લોકેત્તર-વિશુદ્ધ-પ્રેમ.
લૌકિક-પ્રેમના પાશમાં સપડાયેલા પામર-આત્માઓનું જીવન પરીક્ષણ કરવા પૂર્વક તપાસવામાં આવે તે લૌકિક-પ્રેમનું અતિમ-પરિણામ અતિઅધમ-અતિકરૂણ-અતિદીન નિર્મલ-બુદ્ધિમાનોના બુદ્ધિ-પ્રદેશમાં નિર્ણયાત્મકફપે તે અંતિમ પરિણામરૂપ નકકર-સત્ય) સુસ્થિર થાય છે.