________________
શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ
કરકમલમાં પ્રાપ્ત થશે. તે અવસરે આરાધકો આધ્યપદની પ્રાપ્તિના ઉમેદવાર બને, અને તે ઉમેદવારીને સફળ કરે તે હેતુથી આ અંકમાં અગાઉથી સુચના કરાય છે.
સર્વ–કાળા, સર્વ-ક્ષેત્રના, સર્વ-અવસ્થાના પરમેષ્ઠિઓની પવિત્ર-આરાધનાથી પ્રાપ્ત થયેલ અમેઘામૃતનું આસ્વાદન કરવું હોય તે તે તે પરમેષ્ઠિ–પદમાં રહેલા-અરિહંતપણાનું, સિદ્ધપણાનું આચાર્યપણાનું, ઉપાધ્યાયપણાનું અને સાધુપણાનું ત્રિવિધયોગે ત્રિકરણ વિશુદ્ધિએ સેવન કરો, અને તે તે પરમેષિપણાની સાથે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-તધર્મની આરાધના પણ સદ્દગુરૂના સમાગમમાં રહીને કરતાં શીખો.
આયંબીલ થાય છે, નવકારવાળી ગણાય છે, ખમાસમણાં દેવાય છે, ઉભય ટંકના પ્રતિક્રમણ કરાય છે. પ્રતિલેખન પણ થાય છે, ત્રિકાળ દેવ વંદન થાય છે; અને શ્રીપાળ ચરિત્ર પણું શ્રવણ કરાય છે; છતાં શ્રીપાળ-માણુ જેવું જીવન કેમ છવાતું નથી ?, એ માટે ખૂબ ખૂબ વિચારણા કરે, અને અમલ કરો, એજ શાશ્વત આરાધનાનું ધ્યેય છે.
૬૧-લેકેસર-વિશુધ-પ્રેમ
જેન–શાસનમાં લેકરાર-વિશુદ્ધ-પ્રેમને કેળવવાનું પરમ કલ્યાણકારિ-અનન્ય-સ્થાન-પરમાત્યાજ છે. સકલ દોષથી રહિત, સકલ ગુણેથી સહિત; પ્રથમ-પરમેષ્ઠિ પદે બિરાજમાન શ્રી અરિહંત પરમાત્મા સિવાય પુનીત પ્રેમના બંધનથી બંધાઈ જવાનું, સ્વર્ગ–મૃત્યુ પાતાલમાં અન્ય કોઈ સ્થાન શ્રવણુગોચર, નયનગોચર, હૃદયગોચર; અને આત્મગોચર થયું નથી જ, થતું નથી, અને થશે પણ નહિં. પુનિત-પ્રેમના બંધનથી બંધાઈ જવાનું, અર્થાત્ અભેદ-ભાવે ઓતપ્રોત થઈ જવા લાયકનું પૂજકો માટે પરમોત્કૃષ્ટ સ્થાન પરમાત્મા છે.
ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી જેવા સમર્થ વિદ્વાન પણ હૃદયના ઉંડાણમાંથી બોલે છે કે – “તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હે નવિ આવે દાયકે,
ઈત્યાદિ પદેથી સર્વદા સર્વત્ર ગુણ ગાઇને ગાનાર આરાધકોને આરાધ્ય પદમાં અભેદ ભાવે ઓતપ્રોત થઈ જવાનું માર્મિક સૂચન કરે છે.
માલતી પુષ્પ ઉપર મેહિત થયેલો ભંગ=મધુકર બાવળના વૃક્ષ ઉપર બેસી શક્તો જ નથી, ગંગાજળ ઝીલનાર રાજહંસ ખાબોચીયામાં ઝીલતેજ નથી, જલધરના જલ વિના ચાતકનું બાળક બીજા સરોવરાધિસ્થાનના જલની ચાહના કરતું જ નથી; અને કોમળ શબ્દને કરનાર કેયલ ફળ્યા ફાળ્યા આમવૃક્ષ સિવાય અન્ય વૃક્ષે પ્રતિ મિઠાશ ભર્યા શબ્દને ગુંજારવ કરતી જ નથી, સુણગણના રત્નાકરોમાં ગેલ કરનારાઓ અલ્પતરૂવૃક્ષસદશ-સામાન્ય ગુણવાળા પ્રતિ આદરવાળાં થતાં જ નથી. કમલિનીને દિનક૨ પ્રતિ, કુમુદિનો ચંદ્ર પ્રતિ, ગૌરી-પાર્વતીને શંકર પ્રતિ; અને લક્ષ્મીને ગોવિંદ પ્રતિ જે પ્રેમ છે, તેજ પ્રેમ મને પ્રભુ પ્રતિ છે; તેથીજ તેને પ્રેમ ઉપરના અર્ધગુજરભાષામય- પદમાં ઉચ્ચારેલ છે; અને ઉપરના છાતામાં જે અનન્યભાવ-પ્રેમ પ્રદર્શિત કર્યો છે, તેવી જ રીતે લોકેાર-વિશધ-પ્રેમના અથિઓએ અનન્યભાવે પ્રેમપૂર્વક જીવન જીવીને મોક્ષમાર્ગ પ્રત્યે અવિરત કુચ કરવી જરૂરીની છે.