________________
શ્રદ્ધાદિ–ષિક-સુધાબ્ધિઃ
૫૧
૫૫-કલ્યાણકારિ–પ્રભાવના.
દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવનાર ધર્મ છે. અને આથી જ શાસ્ત્રકારોએ સ સાર સમુદ્રથી તારવાને ચારે પ્રકારને ધર્મ સમર્થ કહે છે. દાનધર્મ, શિયળ ધર્મ અને ધર્મ એ સંસાર સમુદ્રથી તરીને પાર ઉતરવાની અભિલાષા વાળાને સ્વતંત્ર મદદગાર બનતા જ નથી. પરંતુ એ ત્રણે ધર્મોને ભાવધર્મ-પૂર્વકના સેવન કરવામાં આવે તે જ તારી શકે છે, અન્યથા નહિ જે.
ભાવધર્મનું અવલંબન લેનારો સંસાર સમુદ્રથી તરીને, પાર ઉતરીને ઘનઘાતિ કર્મોને વાત કરીને, અને કેવળ જ્ઞાન પામીને મેક્ષે જઈ શકે છે. પરંતુ ભાવધર્મથી ભાવિત થનારને ધર્મ પમાડવાની પ્રબળ ઇચ્છા થાય છે, ત્યારે તે તે પુણ્યાત્માઓને પ્રભાવનાના પુનિત સાધનોનું અવશ્યમેવ અવલંબન લેવું જ પડે છે.
ભાવના એ જ જીવનું કલ્યાણ કરે છે, જ્યારે પ્રભાવનાની પુનિત સામગ્રી-સાધન સંગે અનેકાનેક-અસંખ્ય-આત્માઓનું કલ્યાણ કરી શકે છે એ નિવિવાદ–સત્ય છે. પ્રભાવનાના પરમ-અંગભૂત-રથયાત્રાનું રસિક-વિધાન, અને એ વિધાનને અનુસરતી રસિક કાર્યવાહી જ સંપ્રતિ-રાજાને શાસનપ્રભાવક બનાવવા સમર્થ નીવડી છે.
પ્રતિષ્ઠા અને પ્રજ્યા, લઘુશાંતિસ્નાત્ર અને બૃહસ્થાનિસ્નાત્ર, અંજનશલાકા અને અષ્ટાબ્લિકા, રથયાત્રા અને રજોહરણના દિવ્યદાન; તથા તીર્થયાત્રા અને તપશ્ચર્યાઓના પુનિત-પ્રસ ગ–મહા આદિ દૃષ્ટિગોચર કે કોચર થાય છે, ત્યારે ત્યારે જૈન-જૈનેતરના સુસ્ત પહેલાં હું પણ અનુમંદનાના અનેકવિધ કલોલથી ઉભરાઈ જાય છે.
પાલીતાણા-સુરતની થયેલ પ્રતિષ્ઠાદિના પુનિત પ્રસંગે જેણે નયને નિહાળ્યાં હશે!, અગર જેણે દેશ પરદેશમાં બેઠાં બેઠાં પણ શ્રવણ ગોચર કર્યા હશે; તે બધાઓનાં હૃદયે એટ વગરની ભવ્ય ભરતીના તરંગે રૂ૫ અનુમોદનાના આવેગે ઉમરાઈ ગયાં હશે. તેમાં શંકાને સ્થાન નથી.
શાસન પ્રભાવનાના પુનિત-પ્રસંગો વિશ્વભરના પ્રાણુઓને ધર્માભિમુખ કરવામાં લોહચુંબક જેવાં આકર્ષક છે. આથી જ અનેકાનેકના જન્મને પાવનકારી-કલ્યાણકારી પ્રભાવના છે!!!
પ-આરાનું એકીકરણ
પરમેષ્ઠિ–ભગવંતના પરમેષ્ઠિપણાનું પુનિત શિક્ષણ આપનાર, અને આરાધ્ય ભગવંતેનું એકીકરણ કરનાર; આ આરાધના છે, અને તેથીજ-આશ્વિન માસની શાશ્વત-આરાધનાની પરિસમાપ્તિ સાથેજ આરાધકો ચૈત્ર-માસની શાશ્વત–આરાધનાની એક સરખી ઝંખના પુનઃપુનઃ કર્યા જ કરે છે. ખરેખર ! આ આરાધનામાં ઓતપ્રેત થયેલા આરાધકોનું જીવન વિશ્વભરને આશીર્વાદ રૂપ છે, એટલું જ નહિં પણ તે જીવન જેન-જનતાને પરમદષ્ટાંત રૂપે અનુમોદનીય છે.
આશ્વિન- માસની આ આરાધના કરતાં ચૈત્ર માસની આ આરાધના સાથે અંતિમ-શાસનાધિપતિને જન્મ કલ્યાણક મહેસવ, અને પાંચ ક્રોડ-મુનિવરેના પરિવાર સાથે શ્રી પુંડરીક-ગણધરને નિવ