________________
તારનાર છે કે શું?
તારનાર છે કેણ, એ પ્રશ્નના સમાધાનમાં સમજવું પડશે કે તરવાની કળાના અખડ-અભ્યાસ વગર કોઈપણું તરી શક્યું નથી, પાર ઉતરી શક્યું નથી, કાંઠે પહોંચી શકાયું નથી, અને સહિસલામત સ્થાને પહોંચી પણ શકયું જ નથી.
શાસ્ત્રના અભ્યાસિયને તેમજ તણ–બુદ્ધિમાન-ભવ્યાત્માઓને નજરે નિહાળતાં સમુદ્રાદિની જેમ સંસાર સમુદ્રની અમાપ ઉંડાઈ, વિસ્તૃત વિશાળતા, દૌર્બલ્ય, દુર્ભાગ્ય, દુઃખાદિરૂપ જળ, વિષયકષયાદિ જલચરજંતુઓ, ભયાનક ભરતી, આકસ્મિક ઓટ: અને તરનારાઓની અનેકવિધ મુશ્કેલીતાનું અવલોકન પડે તેમજ નથી. અને તેથી જ ઉપમા-ઉપમેય પદાર્થનું પર્યાલચન કરવા માટે તીણુ-બુદ્ધિની, અને શાસ્ત્રભ્યાસની અનિવાર્ય જરૂર છે—જે માટે નીતિકારે જણાવે છે કે –
यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् ? ।
लोचनाभ्यां विहिनस्य दर्पणः किं करिष्यति ? ॥१॥ ભાવાર્થ-જેને સ્વયં પ્રજ્ઞા-બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું કરે છે, અર્થાત્ તેવાઓને લાભ થતા જ નથી. જેવી રીતે બે લેચન રહિત આંધળાને દર્પણ શું કરી શકે એમ છે ?, અર્થાત્ દર્પણ કાંઈપણ લાભ આપી શકતેજ નથી.
- આ ઉપરથી સંસાર સમુદ્રની ભયાનકતાનું ભવ્ય-અવલોકન કરનારને તેમાંથી તરીને પાર ઉતરવાની પુનિત કળાનું મૂલ્યાંક હૃદય મંદિરમાં સ્થિર થાય છે.
આથીજ સંસાર સમુદ્રમાંથી તરીને, પાર ઉતરીને; અને કાંઠે આવીને શાશ્વતું સ્થાને પહોંચી ગયેલા સર્વદા-સ્મરણીય-સિદ્ધ ભગવંતે તરવાની ઈચ્છાવાળા-ભવ્યાત્માઓને તારતાં નથી; તે પછી- તારનાર છે કેણ? ? ?
એવી રીતે સંસાર સમુદ્રમાંથી તરીને, પાર ઉતરીને, અને કાંઠે પહોંચીને નિયમા શાશ્વત સ્થાને પહોંચનારા, આરાધ્ય પદમાં સ્થિર થનારા, આરાધ્ય-અરિહતે સંસારાબ્ધિમાંથી આરાધકને હાથ ઝાલીને બહાર કાઢનાર નથી, અર્થાત્ હાથ ઝાલીને તારતા નથી તે પછી-તારનાર છે કેણુ? ? ?
એજ પ્રમાણે સંસાર-સમુદ્રમાંથી તનતોડ તીવ્ર મહેનત કરવાવાળાઓ સર્વસ્વ સમર્પણ કરીને, તરીને, અને પાર ઉતરીને કાંઠે પહોંચવાના ભગીરથ પ્રયત્ન કરવાવાળા પૂજ્ય આચાર્યો ભગવતે પણ ઘનઘાતિના દેરાં પાણીને ઓળંગીને અને પાર પામીને કાંઠે (કેવળ જ્ઞાનના કાંઠે ) પણ પહોંચ્યા નથી; તે પછી કાંઠે પહોંચાડનાર છે કેણ, અર્થાત્ તારનાર છે કેણી:
' કહેવું પડશે કે તરી ગયેલા, પાર પામી ગયેલા, કાઠે પહોંચી ગયેલા, અને સહીસલામત સ્થાને પહોંચી ગયેલા, અથવા પહોંચવાનું નિયમાન-નિર્માણ થયું છે એવા અખિલ-આરાધ્ય-ભગવત, અરિહંતાદિ અને તરવા વિગેરેની અભિલાષાવાળા આચાર્યાદિ અખિલ આરાધ્ય ભગવંતોને પણ સંસાર સમુદ્રમાંથી તારનાર, બહાર કાઢનાર, પાર ઉતારનાર, કાંઠે પહોંચાડનાર; અને નિવિમે સહીસલામત સ્થાને પહોંચાડનાર અર્થાત સ્થિત કરનાર તરવાની કળાના અખંડ અભ્યાસરૂપ-આગમવિહિતી આરાધનાને અખંડ-અભ્યાસ છે,