________________
વહેમ-મુક્તિ” લેખનું નિરસન.
જૈન શાસને માની જ નથી. તેથી સાથે સાથે પાંચ કાર્યો અવશ્યમેવ કરવાતા જણાવે છે. પર્યુષણ પર્વની મહત્ત્વતા સમજાવનાર પ્રથમના ત્રણ દિવસમાં પર્વનું મહાભ્ય. અને પર્વમાં કરવા લાયક પાંચ કાયી પ્રથમ દિવસે, બીજે દિવસે સાંવત્સરિક અગીઆર કર્તવ્યો અને ત્રીજા દિવસે પિષધ. પર્વ સંબંધી જેએને અનુમોદના સરખી નથી તેવાઓ બીજાનું શું ભલું કરી શકે?. લાંબી પહોળી વાતો કરીને અણછાજતા આક્ષેપ કરીને ભેળાશ્રેતાઓને વહેમીલા અને વેવલા શબ્દથી નવાજીને લેખકની પર્યુષણ-પર્વોની આરાધના સફળ થતી નથી. પરંતુ ચૈત્ય પરિપાટી, સમસ્ત સાધુ વન્દન, સાંવત્સરિક પ્રતિક્રમણ, સાધમિકોને પરસ્પર ક્ષામણ, અને અ૬મ તપસ્યા એ પાંચ કાર્ય કરવાથી જ શ્રીકલ્પસૂત્રનું શ્રવણ કુલદાયિ નીવડે છે, એ સંબંધિ લેખમાં ઈસારો સરખે પણ કર્યો જ નથી.
“પર્યુષણ પર્વમાં નિયમિત થયેલ શ્રીકલ્પસત્રની જગ્યાએ રોજ રોજ નવું નવું વાંચવાનું સાંભળવાનું કમ નહિ?' એવું કહેવાને તૈયાર થયેલાઓએ અનેક વખત કહી દીધું છતાં ચતુર્વિધ સંઘના પ્રણાલિકા અખલિતપણે ચાલતી દેખાઈ એટલે હવે ભગવાન શ્રી મહાવીર મહારાજાના જીવનને વ્યવસ્થિત રીતિએ હૃદયમાં સીંચનાર કલ્પસૂત્રના પ્રસંગે ખોટા છે એમ કહીને પછી કલ્પસૂત્રમાં એવું એવું ઘણું છે એમ કહીને લકાને ભરમાવવા માટેને આ ભગીરથ કા પ્રયત્ન છે. ગુરૂમુખથી શ્રવણ કરવાને બદલે પયું વણામાં ગુરના અભાવે સામાયિક લેઈને વિધિપૂર્વક વિનય-મર્યાદાથી વાંચનારા શ્રાવકો જેટલી નિતિરિતિ સાચવે તેથી પણ વચિત રહેનારાઓ જૈન સમાજને અવળે રસ્તે દોરવા આ જાતની નીતિ આદરે તે નવાઈ જેવું નથી.
લાખો દેવ-દેવીઓનાં આગમન, મેરૂકંપન, આમલકી કીડા. દેવાનંદાની કુક્ષિમાં આવાગમન, ત્રિશલાએ આપેલ જન્મ, દેની દરમ્યાનગિથિી અસંભવ ઘટનાઓને સંભવિત થયેલી સાંભળવી; અને સંભળાવવી વિગેરે વિગેરે બાબતો ધરીને વહેમના વિષમય-હેણમાં લેખક તણાઈ રહ્યા છે, પણ કાઢતાર બુદ્ધિમાન મળે તે પણ તે લેખકને સાંભળવા જેટલી ઘડીભરની ફુરસદ નથી. સમજવા માટે પોતે જ પૂર્વગ્રહ અને બહાગ્રહથી બંધાયેલ છે, એટલે અજ્ઞાનતાના અંધારામાં અટવાયા કરે તે નવાઈ નથી, અને ઉપરથી જેન સમાજને પૂર્વગ્રહથી બંધાવાને આરોપ દે છે. કારણકે લેખકને સાંભળવા માત્રથી શંકા ઉદ્દભવી છે અને જિજ્ઞાસુભાવે ખુલાસો કરવા સમાજને પ્રયત્નવંત થવા પ્રેરે છે એમ નથી. પરંતુ કટપસૂત્રના પ્રણેતા અને કલ્પસૂત્ર પ્રત્યે બહુમાનજ નથી. પૂછનારે લેખકને પૂછવું જોઈએ કે કલ્પસૂત્રમાં કઈ કઈ વાતે સાચી છે, અને તમને તેમાં શ્રદ્ધા છે ?, જે શ્રદ્ધાને યત્કિંચિત્ અંશ હૃદયમાં જાતે હેય તે તેઓ લખી શકત કે કલ્પસૂત્રના પ્રણેતા અને કલ્પસૂત્ર મારે શિરસાવંધ છે, પરંતુ આટલી જ બીનાએ મને ખટકે છે. તેવું નહિ લખતાં આ કેમ લખાય છે તેનાં મૂળ ઉંડાણમાં રહેલાં છે તે તપાસવાની દરેકે દરેક શ્રોતાને અનિવાર્ય જરૂર છે.
- જન–શાસને ક્ષત્રિય-કુળ અને બ્રાહ્મણ કુળને એકાન્ત ઉચ્ચ-નીચ સ્વીકાર્યા જ નથી. પરંતુ તીર્થકર ભગવન્ત રાજકુળમાં જન્મવા જોઈએ, રાજલક્ષ્મીથી પિષાવાં જ જોઈએ, રાજલક્ષ્મીથી વૃદ્ધિ પામવા જોઈએ અને તેવી જ રાજલક્ષ્મીને છોડીને ત્યાગી બને ત્યારે જગતમાં છાયા જૂદી પડે. આજે પણ નિધન ત્યાગી બને, અને ધનવાન ત્યાગી બને તે જેમ છાયા જૂદી પડે છે; તે પછી ભગવાન તીર્થંકર શાસનના સંસ્થાપક થવાના છે, જેઓનાં જીવન પ્રસંગે જગતને અનુકરણીય બનવાનાં છે; તેથી જ તે ભગવન્તના જન્મ રાજકુળમાં થવા જોઈએ. અને તે હિસાબે અર્થાતુ રાજકુળના હિસાબે બ્રાહ્મણને અધમ કલ ગયું છે. આજે પણ કેન્ન, ઠાકરડા તેલી, તબેલી કરતાં બ્રાહ્મણને ઊંચા ગણવામાં આવ્યા છે. અને