________________
શ્રદ્ધાદિ-પષક-સુધાષ્કિઃ
૩૭.
ગણધર ભગવંતેના નામ, ગોત્ર સુણુવાથી પણ આત્મા કર્મથી હલકો થાય છે; એમ જૈન રાત્રે ગાને છે. ગણધર ભગવંતના રૂપનું વર્ણન અનૂત્તર-વિમાનવાસિના સર્વ—દે કરતાં પણ અધિકપણે કરેલું છે. અને રૂપની પ્રશંસા પ્રાતઃસ્મરણીય-પૂર્વ-પુરૂષોએ કર્યા છતાં લેખક જૈન સમાજને અવળે રસ્તે દોરવા તૈયાર થયા છે, એ બે ને બે ચાર જેવી સીધી, અને સ્પષ્ટ વાત છે. - આજના સાયન્સના સિદ્ધિ પ્રયોગો, ઝેરીગેસ, ટોરપીડે, એટમ એની સિદ્ધિ, વાયરલેત ટેલિગ્રાફિક- કાર્યોના જમાનામાં કલ્પસૂત્રની એક પણ વાત સ્વીકારવામાં લેશભર સ કોચ રાખવો પડતા જ નથી. કેટલીક વાતે યુકિતથી સિદ્ધ થતી ન હોય, તેથી ખાટી કહેવા તૈયાર થવું એ નરી મૂર્ખતા છે. સુષા ઘંટા નાદની વાત નહિ માનનારાઓને આજે વાયરલેસ સાક્ષીરૂપ થવાથી પૂર્વ પુણ્ય પુરૂષોની વાતની માન્યતા અતિ દ્રઢ બને છે. જે લેખક લખે છે કે ઈતિહાસમાં દેને સ્થાન છે?, આ પ્રશ્ન પૂછનાર લેખકને દેવસન્ધિ ઉલ્લેખો, અને આગમ રહસ્ય આદિ માન્ય નથી, એમ તેઓનાં પ્રશ્ન તેમને જવાબદાર છે: અને તેથી તત્ત્વાર્થ સૂત્રોના ભાષાંતરમાં વધુ પડતો તે લેખકે ઉપેક્ષા ભાવ સેવેલો છે. સ્વમાં ઉતારવાથી લક્ષ્મી મળશે, પારણાનું ધી બોલવાથી પુત્ર મળશે; એવું કોઈ આચાર્યું. ઉપાધ્યાયે કે સાધુએ કહ્યું નથી, અગર કોલકરાર કરી ને, અને સમજાવીને ઘીઈ બોલાવ્યું નથી; છતાં કૂટ પ્રશ્નો કરવા અને પિતાની અણછાજતી પ્રશ્નાવલીને જૈન સમાજ સ્થાન ન આપે એટલે હૃદયને બળાપ આડકતરી રીતિએ, વહેમની પુષ્ટિ, વહેમનું સામ્રાજ્ય વિગેરે શબ્દથી સંબોધીને કરે એ લોકોને ભડકાવવાનો ધંધે સ્પષ્ટપણે છે. આ લેખકે તત્ત્વાર્થ સૂત્રના ભાષાન્તરમાં સમ્યગદર્શન જેવા સર્વમાન્ય સિદ્ધાન્તને ચચેવામાં અન્યાય આપ્યું છે.
દેવાનંદાની કુક્ષિએ ભગવાનને કેમ આવવું પડયું ?, મરિચિના ભવમાં બાંધેલ કમ ધીમે ધીમે ક્ષીણ થતાં થતાં થોડું રહી ગયું, અને તે પણ ૮૨ દિવસ પૂરતું રહી ગયું. ત્રિશલાને અને દેવાનંદાનો પૂર્વ સંબંધ અને પૂર્વ કર્મબંધને આ પ્રસંગ કે છે તે સત્ય હકીકતને સત્યરૂપે શાસ્ત્રકારે નિડરપણે જણાવી તેને આ લેખક લખે છે કે દેવાનંદાને પેટે અવતર્યા હોત તે શું બગડી જાત !, પણ બિચારા લેખકને ખબર નથી કે શાસ્ત્રકાર તીર્થકર ભગવતિના કર્મ વિપાકને સત્ય રીતિએ જાહેર કરે છે. એ સત્ય વાતના યશોગાન ગાવાને બદલે જેઓને દૂધમાંથી પિરા વીણવાં છે, તે માટે કંઈ કહેવાનું રહેતું જ નથી. આ લેખ લખીને લેખકે જૈન સમાજની કુસેવા કરી છે. વાંચવા, સાંભળવા, અને વિચારવા માટે જ પર્યુષણ પર્વની ઈ તિ કર્તવ્યતાની માન્યતા હોય તે તે લેખકને મુબારક છે. સમ્યગદર્શન પામ્યા વગરના છના કથને પર, લખાણ પર, અને ડાહી ડાહી વાત પર એપ ચઢાવીને ઝેરી વાતાવરણને બનાવનારાઓ જ્ઞાની તરીકે પૂજાવાને ઈજા રાખતા હોય તે તે જેન–શાસનને માન્ય નથી. સમ્યગદર્શન વગરના પૂર્વધારી અજ્ઞાનિ કહેવાયા, તે પછી શ્રદ્ધા શી ચી જ છે?, તે સમજવાની અવશ્ય જરૂર છે. ચૌદ વિધાના પારંગત ગણધર પદ પામ્યા પહેલાં અજ્ઞાની હતા, અને અગીઆર અંગેના અભ્યાસી જમાલી જ્ઞાની છતાં અજ્ઞાની બની ગયા; તે વાત દરેક
ને વિસરવા જેવી નથી. આખા લેખમાં શ્રદ્ધાનું સ્વરૂપ નથી, માટેજ શ્રદ્ધાના સ્વરૂપ સાથે જૈન સમાજે આ જીવન જીવવું જોઈએ તેવી ભલામણ જેન-આગમમાં જગજગો ઉપર છે તે સમજવાની જરૂર છે. કદ્ધ અને વહેમને શું અંતર છે?, શ્રદ્ધાને વહેમ કહેવા તૈયાર થવું તે કહેવાતા પંડિતેને ભલે સુશોભિત લાગતું હોય, પણ જૈન સમાજને શ્રદ્ધા સાથે વિવેક હોવાથી કથીર-કંચનની કિસ્મત યથાર્થ કરી શકે છે. '
લેખક સમ્યગદર્શનના શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ-વિભાગને ક્રમશ: પિછાણે અને પિતાના વહેમના વિષમ-વાતાવરણને નાબુદ કરે, અગર વાંચકો વહેમના વિષમ વહેણમાં ન તણાઈ જાય; તે સદબુદ્ધિથી આ લેખ-હિત-શિક્ષાને અનુસરવા માટે પૂર્વે આલેખેલા લેખના નિરસન રૂપે લખાયેલ છે, એજ; સુષ-કિ બહુના.