________________
શ્રદ્ધાદિ–પષક-સુધારિબ્ધ
૪૩
૪૮–આક્રમણ અને સામને
આક્રમણકારોને આરંભકાળ ઉજવળ દેખાય છે, પરંતુ તે આરંભકાળ ધીમે ધીમે પરિસમાપ્તિ તરફ પ્રયાણ કરે છે. ત્યારે તે કાજળ જે કાળો કાબરચિત્રો અને કારમે હોય છે. કારણકે સમાપ્તિકાળે આક્રમણકારોને હસ્તગત થયેલા છે. પ્રદેશ, સંપત્તિઓ, સાધને અને સત્તાઓનાં સંદર પૂર ઓસરી ગયાં હોય છે; એટલું જ નહિ પણ તેઓએ તે અવસરે વિકકાર–વેર-ઝેરની પરંપરાને પાપી-વારસે પેઢી ઉતાર પરંપરામાં પ્રાપ્ત કરેલો હોય છે, એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે.
પ્રાચીનકાળમાં રાવણનું આક્રમણ કૌરનું કારમું આક્રમણ; અને કેણીકનું કલંકિત આક્રમણ શ્રદાળઓને સાદી શિખામણ અને સાચી સલાહ સમર્પે છે, એટલું જ નહિં પણ તે વિચારક-શ્રદ્વાળ અને વિવેકીઓને ઈ. સ. ૧૮૧૪ થી ઈ. સ. ૧૮૪૭ ના તેત્રીશ વર્ષના ગાળામાં ભજવાઈ ગયેલા ભયંકર યુદ્ધો પણ નવીન બેધપાઠ શીખવે છે.
જર્મન શહેનશાહ કયસરની ઈ. સ. ૧૮૧૪ ની કેસરીયા કૂચ, અને જર્મન સરમુખત્યાર હેર હીટલરની ઈ. સ. ૧૮૩૮ની અઢળ-સાધન-સામગ્રી સાથેની હિંમતભરી કૂચ; અનક્રમે ત્રણ વર્ષ પર્યત વિજયમાર્ગે વાયુવેગે વિસ્તૃત થતી ગઈ. એટલું જ નહિ પણ બૃહદ જર્મન રાષ્ટ્રની એડી નીચે દેશ-પ્રદેશને
બાવીને યુરોપના નકશાને તે વિજયવન્તી કૂચે પલટી નાંખે, છતાં આક્રમણ કરનારે અને તેને અનુસરનાર પ્રજા સમૂહે બુરા હાલે મરણ-મોત-આપઘાત-વિકાર, અને વેરઝેરની પરંપરા પ્રાપ્ત ક્યોં, અંતમાં પરત~તાના પિંજરામાં તેઓને પુરાવું પડયું એ આક્રમણ-નીતિના અંતિમ-અંજામ અનિષ્ટ ફલે છે.
ચીન પર આક્રમણ કરનાર જાપાન સરકારને ચીનના મેળવેલાં સંપત્તિ-સાધન-સામગ્રી, દેશ-પ્રદેશને છોડવા પડ્યાં. અને અંતે તે સરકારે, અને પ્રજાએ ધિકકાર-વેરઝેરની પરંપરાને પાપી વાર પ્રાપ્ત કર્યો. એટલું જ નહિ પણ અમેરિકન ટાપુ-પર્લહાર્બર પર આક્રમણ કરીને આનન્દ માળે, કે જે આનન્દના જવાબમાં બે શહેરની નિર્દોષ પ્રજાના લાખો માણસને અણુબોમ્બના આકસ્મિક સ યોગોમાં છ વનને બુર હાલે અંત આણવો પડ્યો આક્રમણ નીતિના અંતિમ અંજામના આ અનિષ્ટ-ફલોને સાંભળનારાઓએ અને વાંચનારાઓએ તે આક્રમણ કરવું નહિ, અને આક્રમણકારની કઈપણ રીતિ-નીતિને કે વ્યવહારને અનુમેદવીજ નહિં.
આક્રમણ કરનારની વ્યવસ્થા સાધન-સામગ્રીઓના મુકાબલે સામને કરનારની સાધન-સામગ્રી વ્યવસ્થાની ન્યૂનતા હેવાથી આક્રમણકારોનું વર્તમાન ઉજવળ દેખાય, છતાં ભાવિકાળ તે હંમેશ માટે તેઓ માટે ખતરનાક સર્જાયેલા છે; તે બેને બે ચાર જેવી સીધી અને સ્પષ્ટ વાત છે.
આક્રમણ-નીતિની અંધાધુંધીમાં અંધ બનેલા આક્રમણકારોને આક્રમણના અંતિમ નુકશાને અનુભવમાં આવી શકતા નથી, કે જેથી કરીને ભાવિમાં તે બિચારાઓએ દુનિયાભરનાં દુભાવેલાં હદયો આગળ દયાપાત્રની વાસ્તવિક યોગ્યતા પણ ગુમાવી દીધી હોય છે.
કોમની કારમી કામનાઓએ, જાતિ અભિમાનતા જંગલી ઝનુને, અને ધર્માધાણાની ધીકતી ધમાલે અને ધોળે દિવસે ધાડપાડુ વૃત્તિ બળે આંધળું-આક્રમણ કરનારાઓને “ધળું એટલું દુધ તથા પીળું એટલે સુવર્ણ” માનવામાં કેવી ભીંત ભુલાય છે, તે ભીંત જેવી ભૂલને ભોગ બનીને કલકત્તાનેઆખલી-બિહાર અને પંજાબની પ્રજાએ કડવે અનુભવ ચાખે એ આજની દુનિયા નિહાળી રહી છે.