________________
૩૨
“શ્રીસિદ્ધહેમચન્દ્ર-શબ્દાનુશાસનમ્”
પદાર્થ ચિન્તવનથી શ્રદ્ધાને જે પકાવે છે તે શ્રા ) સુપાત્રોને વિષે ધન-ધાન્યાદિકનું વપન કરે છે તે ૩ શ્રાવક,
સુસાધુઓની સેવાથી પાપ કર્મોને કાપે છે તે જ) श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् ! कीरत्यपुण्यानि सुसाधुसेवना दद्याषि तं श्रावकमाहुरञ्जसा ॥शा
૪૨-“શ્રી સિધહેમચન્દ્ર-શબ્દાનુશાસનમ્"
સંજ્ઞા–સધિ–નામ-કારક પર્યન્ત-પ્રથમ-વિભાગ-લેખાંક ૧. ' આ ગ્રન્થનાં પ્રથમ વિભાગમાં પીરસેલ પુનિત વાનગીઓનું આસ્વાદન વાંચકો કરી શકે તે હેતુથી આ ગ્રન્થના રંગ બેરંગી શાહીની છપાયેલ જેકેટની ચારે બાજુઓના ફકરા વાંચન-મનન-પરિશીલન કરવા એગ્ય છે.
જેકેટ-પૃ-૧ લા ઉપર આપેલ ચિત્ર દર્શનીય છે, અને તે ચિત્ર આધુનિક ઢબે કલાકાર પાસે તૈયાર કરાવી મુક્યું છે. તે ચિત્ર ઉપર શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનું શાસનમ' મહા-વ્યાકરણ ગ્રન્થની હસ્તિરત્ન ઉપર પધરામણી કરી પાટણમાં વરઘોડો નીકળે તે અવસરનું દિગ્દર્શન કરાવે છે.
જેકેટ-પૃ-૨ જા ઉપર ભાષા (સંસ્કૃત) વિજ્ઞાનના વિવેકિયો માટે અનુક્રમે ગ્રન્થની વિશિષ્ટતા આદિ પાંચ પ્રકરણ છે. ત્રિવિધ-દેષ ( દુરાગમ-વિપ્રકીર્ણ--અતિ વિસ્તીર્ણ ) થી મુક્ત, સરળ, સુગમ-સંપૂર્ણ અને લેકમેગ્ય-સાહિત્યથી યુકત આ મહાન ગ્રંથની વિશિષ્ટતા છે. પ્રધાનતમ-વ્યાકરણુ બનવાની યેગ્યતા, ગ્રન્થ ગુન્શનથી દેવલોક સુધી વ્યાપેલ યશ, અને કલિકાલસર્વજ્ઞ અને સિદ્ધરાજના નામને કલંક્તિ ન કરે તેવા ઉચ્ચ આશયથી સર્વસામગ્રીએ સંપૂર્ણ રચના કરવા૫ ભીષ્મ-પ્રતિજ્ઞા નજરે ચઢે છે. એટલું જ નહિં પણ પાંચમા પેરેગ્રાફમાં બીજા વૈયાકરણ ન કરી શકે તેવી વ્યાકરણની વ્યવસ્થા શ્રીકલિકાલ સર્વ વ્યવસ્થિત કરી છે. અને એ કુશળ-કાર્યવાહી માટે તેઓશ્રીનાં જેટલાં યશોગાન ગાઈએ તેટલાં ઓછાંજ છે. સંસ્કૃત ભાષાના આ મહાન વ્યાકરણને સાત અધ્યાયમાં કેવું છે. સાત અધ્યાયના ૨૮ પાદ છે, અર્થાતું એક અધ્યાયના ચાર પાદ ગણીએ એટલે સાત અધ્યાયના અઠાવીશ થાય. આ વ્યાકરણને ચાર વિભાગમાં વહેચેલું છે. ૧. ચતુષ્કવૃત્તિ, ૨. આખ્યાતવૃત્તિ, કૃદન્તવૃત્તિ; અને તદ્ધિતવૃત્તિ અર્થાત્ ચાર પ્રકરણ ૨૫ ચાર વિભાગો છે.
૧. ચતુષ્કવૃત્તિ-આ વિભાગમાં સધિ, નામ, કારક; અને સમાસ એ ચારેના સમુદાય રૂ૫ને ચતુષ્કવૃત્તિ કહે છે. પ્રથમ અધ્યાયથી અઢી અધ્યાય સુધીના દશ પદના ૧૦૨૦ સૂત્ર છે, અને શ્લેક–પ્રમાણુ ૫૦૦૦) આશરે છે. વિસ્તારથી વાંચવાની અભિલાષાવાળાએ શાસ્ત્ર પ્રસ્તાવના વાંચવી કે જેથી બધી વૃત્તિઓનું લેક પ્રમાણુ નિર્ણત થાય.
૧. સા. પ્ર. ૫. રવો. વી.