________________
શ્રધ્ધાદિ-પાષક-સુધામ્બિ
મેહ ખરાબ જાણ્યા છતાં છૂટે નહિ, અને અસાર લાગેલા સંસારને પણ જે જીવ વળગવા જતા હોય, તે પણુ કાઈક હલુકર્મિ-જીવને સંસારની વિચિત્ર લીલા પણ બૈરાગ્યનું કારણુ બને છે; અને તેથીજ શ્રીસિહર્ષિ મહારાજ વૈરાગ્યનાં કારણેા જણાવતાં નીચે જણાવેલાં પણ કારણે! જણાવે છે:--
૨૫
ભાર્યા વિપરીતપણાને આચરે, પુત્ર અવિનીતપણુ કરે, છોકરી મર્યાદાને ઓળંગે, વ્હેન કુળની મર્યાદાને પ્રતિકુળપણે આચરણ કરે, ધારાએ ખર્ચાતા ધનને અંગે ભા ( કુટુ ખીએ ) અનુમોદન નહિ કરતાં અપમાન કરે, ‘ધરના કામોમાં આ ઢીલે છે એમ કહીને દુનિયાદારીના સ્વાર્થમાં રાચેલા માતપિતા લોકોની સમક્ષ પણ તિરસ્કાર કરે, કુટુંબવર્ગ સ્નેહને લાયકના કોઈપણ સંસ્કાર આચરે નહિ, પણ વિરૂદ્ધ પુરૂષના જેવાજ આચારા આચરે; દાસદાસીઆદિ પરિવાર પણ આજ્ઞા પ્રમાણે વર્તે નહિ, અત્યંત લાલનપાલન કરીને પોષાયેલું શરીર પણ અધમ મનુષ્યની માફક સવ ઉપકારને ભૂલી જઈ રાગાદિક વિકારે નેજ આગળ કરી જીવને પરાધીન કરે, અથવા તે કાઈ તેવા લાભાન્તરાયના ઉદયથી પોતાના કે વડીલેના ઉપાર્જન કરેલા ધનસચય વિજળીના વિલાસની માક અકાળે જ નાશ પામી જાય, ત્યારે આવી રીતનાં દસ કારણા એકી સાથે અગર ઓછાવત્તા અને ત્યારે વૈરાગ્ય થાય. તે સિવાયના બીજા તેવાં રાજરોગ પરાભવ વિગેરેનુ આકસ્મિક કાર્ય અની જાય ત્યારે પણ સ ંસારની અસારતા સમજનાર ભાગ્યશાળી જીવને ખીર ખાઈ ને તૃપ્ત થયેલા મનુષ્યને ખાટી, ઠંડી અને દુધી એવી રાબ જેવી અરુચિ કરનારી થાય તેવી રીતે આ આખા સંસારના પ્રપચ જે મેાહના ઉદયના લીધે અસાર છતાં સારરૂપ લાગતા હતે, તેજ અત્યારે મેહરૂપી મદિરાના છાકટાપણાના નાશ થવાથી યથાસ્થિતરૂપે મનમાં ભાસે છે. અને તેથી જ સ ́સાર એટલે માતાપિતાદિ કુટુ બકબીલો, અને પરિવાર તથા આર ંભપરિગ્રહ ત્યાગ કરીને જીવ આત્મકલ્યાણના કારણુરૂપ અને ત્યાગધર્મના પ્રાણભૂત પરમકલ્યાણકારિ-પ્રત્રજ્યાને અંગીકાર કરે છે.
ઉપરની વાત વાંચીને-વિચારીને સત્ય રસ્તે શ્રદ્ધા કરવાની જરૂર છે, અને તે એકે દુનિયાદારીના કોઈ પણુ દુ:ખદ પ્રસંગને અંગે સસારથી થતા વૈરાગ્ય અને પ્રત્રજ્યા પ્રત્યે થતે અનુરાગ એ આત્મકલ્યાણને માર્ગ હાઈ જ્ઞાનગર્ભિત વાગ્યથી વિરાધી નથી પણ તેને પે।ષનારેાજ છે. કેટલાક અજાણુ, અને સાચી શ્રદ્ધાથી દૂર રહેલા મનુષ્યા સંસારના તેવા દુઃખદ પ્રસંગને બહાને થયેલા સંસારવૈરાગ્ય અને પ્રત્રજ્યાના અનુરાગને દુ:ખગર્ભિત વૈરાગ્ય તરીકે ઓળખાવે છે પણ તે વાતને વસ્તુતત્ત્વથી શાસ્ત્ર સમજનારાઓએ અંશે પણ માનવા જેવી નથી. દુ:ખગતિ વૈરાગ્યના સ્થાના તે વિધવા થયેલી સ્ત્રી જેમ શરીરવસ્ત્ર અને આભુષણના શણગારને ચાહનારી છતાં માત્ર ધણીના વિજોગથી તે શણુગાર કરવાનું મન કરતી નથી. જ્ઞાતિભેજનમાં જવાની અભિરુચી છતાં પણ ધણીના મરણથી થયેલા ઉદ્વેગની ખાતર તે જ્ઞાતિભાજનમાં જતી નથી. બાળવિધવાની સાસુ અગર માતા પણ પુત્રી અગર વધૂની વિષમ દશાને ખ ંગે સ ંસારી મોજશોખના સાધતેથી મન ખસ્યું નથી તે પણ તે સાધનાથી દૂર રહે છે. યાવત્ ભરતારના મરણને અંગે સતી થવાના નામે ચિતામાં બળીને મરી જાય, પાણીના પ્રવાહમાં તણાઈને મરી જાય, અંગ ઉપર ધાસતેલ છાંટી લુગડાં સળગાવી મરી જાય; વિગેરે કાર્યો સંસારની અસારતાના અંગેના નહિ પણ સંસારની પ્રીતિ છતાં માત્ર બચ્ચાંને એક ઇષ્ટ પદાર્થ ન મળે તે બીજા મળેલા ષ્ટિ પદાર્થોને પણ લાત મારવા જેવી રીસાવાવાળી અજ્ઞાન દશા પ્રગટ કરવામાં આવતી હેાય તે અંગેના છે એમ સમજવુ, તેવીજ દર્શને દુ:ખગર્ભિત દશા કહેવાય, પણ સંસારની વિચિત્ર દશા દેખાતાં સ ંસાર ઉપરના મેહ છૂટીને યથાસ્થિત આત્મકલ્યાણની અને તેનાં સાધનેની પ્રાપ્તિ તરફ જે વૈરાગ્યથી જવાય તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાજ જોઇએ.