________________
૨૦
સિદ્ધાંતનું પારમાર્થિક-અવલોકન. જે દિશામાં જૈન-સાહિત્યનું પ્રકાશન વધવું જોઈએ તે દિશામાં જે કે હજુ સુધી જોઈતા પ્રમાણમાં વૃદ્ધિ થઈ નથી, છતાં જેન, સાહિત્યનું પ્રકાશન કાર્ય કુદકે અને ભૂસકે આગળ વધ્યું છે. અને જાય છે, તેટલા માત્રથી શ્રુતજ્ઞાનના સાધનને ઉદય મા એ ગંભીર ભૂલ છે.
પ્રકાશન પામેલ સાહિત્યને પૂરો ભેગવટ કરનાર વ્યક્તિઓ આજે આંગળીના ટેરવા પર પણ પુરી શકે તેમ નથી. ભાંગ્યો તૂ ભગવટો કરી શકે તેવાઓની પણ સંતોષકારક સંખ્યા પુરી પાડી શકીએ તેમ નથી, અને નવયુગવાદિતાને નામે ધર્મ પ્રત્યે બેદરકાર રહેલાઓ તે ઉપેક્ષા, બેદરકારી અને આળસુપણાની કાર્ય વાહીના કારમા–પૂરમાં તણાતા જાય છે, એ ગંભીરપણે પરિસ્થિતિનું પર્યાલોચન કરવાને માટે આજે પણ તેઓ બેદરકાર છે. જેના ઉપર શાસનને આધાર છે, જેના વડે વર્તમાન શાસન જીવે છે, જેના વડે ભવિષ્યમાં શાસનની આબાદી વધવાની છે; એવાં તે શ્રતજ્ઞાનના સમગ્ર સાધનને ભેગવટ કરી શકે તેવા જ્ઞાનીઓ અને તેને અનુસરતું જ્ઞાન સંપાદન કરી શકે તેવા સાધનની આજે પુરતી ખામી છે; એ ખામીઓ દુર કરવી તે પ્રત્યેક શાસનરસિકોનું કર્તવ્ય છે. - આજે ચાર ચાર વર્ષથી એકજ બેલાય છે કે દીક્ષાઓ વધી છે!, દીક્ષાઓ વધે છે ! !; દી ઉગે દીક્ષાજ દીક્ષા ! ! ! એ ન કહેવું જોઈએ, અગર દીક્ષાઓ વધી છે એ ખોટું છે એમ કહેવું નથી. પણ દીક્ષાઓ શા મુદ્દાથી આપી છે તે લક્ષ્યબિંદુને આજે લગભગ પોતાની ફરજ સ્વીકારનારો ધાર્મિક-સમાજ પણ વિસરી ગયે છે.
શાસનશા સુભટો બનાવવા માટે, અને શાસનના સમર્થ સંચાલકે બનાવવાના શુભાશયથી આજે તમે દીક્ષાની પ્રવૃત્તિને પગભર કરી છે, અને હજીપણ તે પ્રવૃત્તિની આડે આવતાં વિષમ વિનાને વિદારવા કટીબદ્ધ થયા છે; અને થશે. જાર એ પ્રવૃત્તિમાં તમે તમારા આત્માને જોડશે, અને એ પ્રવૃત્તિને તમે શુભાશયથી જોશે ત્યારેજ તમને એ પ્રવૃત્તિની મીઠી સુવાસ સમજાશે. શ્રતપંચમીની પવિત્રતા તમોને એ પ્રશ્ન પૂછી રહી છે કે એ સવાસ કીલવાની અને ઝીલાવવાની તમારામાં કયાં છે તમન્ના?, કયાં છે તાકાત ? અને ક્યાં છે. તાલાવેલી ?
૨૫-સિદ્ધાંતનું પારમાર્થિક અવલેકન. * આજે કેટલાક શુષ્ક-જ્ઞાનવાદીઓ વાક્યના વિશિષ્ટ સંબંધ સમજ્યા વગર, અને પરમાર્થ પિછાણ્યા વગર મન ગમતું હાંકવામાં ઈતિક્તવ્યતા માને છે, એટલું જ નહિ પણ ક્રિયાની અવગણના કરવામાં કટીબદ્ધ થઈ, વાણીને અંકુશ ગુમાવીને બોલી નાંખે છે કે –
ક્રિયાએ કર્મ છે, અને પરિણામે બંધ છે, તે ક્રિયા કરે શું વળે ! પરિણામ સુધારે! પરિણામ સુધારો !” આવું મનોહર દેખાતું કથન કરનારને ખુલ્લે ખુલું કહેવું જોઇએ કે પરિણામની પરાકાષ્ઠાએ પહોંચીને પરિણામનું ઉકૂટ ફળ મેળવનારા કેવળી ભગવંતે કે જેના પરિણામમાં યત્કિંચિત્ પણ ફેરફાર થવાનો નથી, છતાં તેઓને ક્રિયાની શી જરૂર ?, કહેવું પડશે કે તેમને પણ ક્રિયાની જરૂર છે.
પરિણામે બંધ માનીએ તો તે કેવલિની દશામાં પરિણામે ક્રિયાએ કમ છે. બંધ પુરસ્સરને કર્મબંધ પણ તેને છે, અને એ કેવળી ભગવંતને સિદ્ધિએ પહોંચવાની ક્રિયા કરવી પડે છે.