________________
શ્રદ્ધાદિ–ષક-સુધાબ્ધિઃ
આજે એ પાવનભૂમિ કેઈક પુણ્યાત્માઓને ભૂતપૂર્વના ભવ્ય-ઇતિહાસના તે સ્થળે સંભારણા કરાવીને નવ શૂરાતન સમર્પણ કરવા કટીબદ્ધ થઈ છે, તે ભૂમિના રજકણે શાસન રસિક સેવકોને શાસનરંગથી રંગી નાંખવાને તે ઉધમવત થયાં છે. તે ભૂમિનું ભવ્ય-વાતાવરણ આજે વિષમ વિકારને વિખેરી નાંખવાને સમર્થ થયું છે, તે ભાગ્યવતી ભૂમિને નહિ ફરસનાર જૈન સમાજની હરકોઈ વ્યક્તિઓ પિતાના સ્થાનમાં રહી તે દેવાધિદેવના અલૌકિક ઉપકારનું અવલોકન કરી નિર્વાણ-કયાણકની આરાધનાધારાએ એ દિવસે મેહરાજા સામે ધસવા માટે નવું નવું જોમ પ્રાપ્ત કરે છે. ૨૩-પ્રભુ-માર્ગના પૂજારી.
નિર્વાણને કલ્યાણકની નિર્મળ-આરાધના-આરાધકો અનેકવિધ રીતિએ કરે છે, અને તે અવસરે સેળ , પહોરની અખંડ દેશનામાં પુણ્ય-પાપ-પ્રદર્શક અપૃષ્ઠ છત્રીસ અધ્યયનેની અમેધ સુધાવૃષ્ટિ, ખ્યાશી દિવસના સંબંધિ માતપિતાનું મોક્ષગમન, દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધવા ગયેલ શાસન-પટ્ટધર દિવ્યલબ્ધિધારક પ્રભુ શ્રીગૌતમ સ્વામીનું આગમન, માગમાં શ્રીદેવાધિદેવના નિર્વાણુ–સમાચારનું શ્રવણ, પરાપૂર્વથી ચાલી આવેલ સ્નેહ સબંધીની કાર્યવાહીનું સ્મરણ સ્નેહના વિસર્જન સાથે કૈવલ્યની પ્રાપ્તિ, નિર્વાણ મહેસવની ઉજવણી માટે સ્વર્ગમાંથી દ્રિ-ઇંદ્રાણી, દેવદેવીઓનું આગમન-નિર્ગમન, વિગેરે વિગેરે અનેકાનેક પુનિત પ્રસંગે જ્યારે જ્યારે સાંભળી આવે છે, ત્યારે ત્યારે તે તે ભવ્યાત્માઓના ભવ્ય પરિણામને જરૂર અનેરા ભાવથી ઉ૯લસિત કરે છે.
શાસ્ત્રકારે સ્થાને સ્થાન પર જણાવે છે કે આરાધકો આ કલ્યાણુની આરાધનામાં લક્ષ ક્રોડ ગુણું ફળ પ્રાપ્ત ' કરે છે, માટે શ્રી પ્રભુમહાવીરદેવના શાસનનો રાગી પછી ભલે તે સાધુ કે સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા હોય. પણ
આ નિર્વાણુ–કલ્યાકને આરાધવા લેશભર ચાશ રાખે નહિ; અને પ્રભુમાર્ગને પૂજારી અહર્નિશ એજ છે કે તેઓશ્રીએ અથદ્વારાએ કથન કરેલી દેશનાઓને અને શ્રવણ કરેલા તે દિવ્ય ભાવોને સૂત્રરૂપે ગણધર ભગવંતેએ ગુંથેલા વચનોને વિચારીને મહારે તન-મન-આદિ સમર્પણ કરવાં એમાંજ મારૂં શ્રેય છે.
૨૪-શ્રુત-પંચમી.
ભગવાન શ્રી મહાવીરદેવ સિક્રિસ્થાને સીધાવ્યાં તપશ્વાતું દીર્ધ-આયુષ્યમાન શાસનની સમસ્ત ધુરાને વહન કરનાર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી થયા. અદ્યાપિ પર્યન્તને સર્વ-સાધુ-સમુદાય—પ્રભુ શ્રીસુધર્માસ્વામીજી મહારાજને છે, એ ઘટના કેાઈની ૫ણ જાણ બહાર નથી જ. * શાસનની ધુરા જે સમયમાં તેઓશ્રીને હસ્તગતુ થઈ, તે સમયમાં પ્રાથમિક તહેવાર તરીકે નાનની સેવના માટે જ્ઞાનપંચમી. અથવા શ્રતપંચમી=સૌભાગ્ય પંચમી નિર્માણ થઈ હતી. શ્રત જેવી એક સમર્થ ચીજની પીછાણ થવી અતિ જરૂરી છે, એ વાંચકેની ધ્યાનબહાર નહિ જ હોય
પ્રભુ શ્રી મહાવીરદેવની મહાન વિભૂતીઓની, અદિતિય પ્રતિભાસંપન્ન ગણધર ભગવંતની, પૂર્વધના પરાક્રમની, અને પરંપરામાં થયેલા વિશિષ્ટ જ્ઞાનીઓની અપૂર્વ કાર્યવાહિઓ, અનુપમગહન શકિતઓ, બલકે ભૂતકાળમાં થયેલ શાસન સંબંધી સમગ્ર કાર્યવાહિની ભવ્ય રૂપરેખાનું સંસ્મરણ રૂપે દર્શન કરાવનાર જે કોઈ પણ સાધન હોય તો તે શ્રુતજ્ઞાન, તે તે શ્રુતજ્ઞાનીએ; અને શ્રુતજ્ઞાનના સમગ્ર સાધન છે, તેમાં લેશભર શંકાને સ્થાન નથી.