________________
શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ
૧૧-વાલીના જન્મસિદ્ધ હક પર ત્રાપ મારનાર મુસદો.
ધાર્મિક કે અધાર્મિક, સામાજિક કે નૈતિક, આર્થિક કે શારીરિક કાર્યોમાં પિતાની માલ મિલ્કત સર્વથા વાપરવાને વાલી સ્વતંત્ર, દેશમાં, નાત-જાતમાં અને સમાજમાં સગીરનું ભાવિ હિત જળવાય તે હેતુથી હરકોઈ હુન્નર ઉદ્યોગમાં સગીરોને જોડવાને વાલી સ્વતંત્ર, પરાયી લક્ષ્મીને લ્હાવો લેવા
દત્તક લેવરાવવામાં વાલી સ્વતંત્ર, દત્તક દીધા પછી કઈક દત્તક થનારાઓની લક્ષ્મી ચાલી જાય અને સગીર ભીખ માંગતા થઈ જાય તેવું બને છતાં સગીરને દત્તક દેવાના વિધાનમાં વાલી સ્વતંત્ર, લગન ગ્રંથીના હાવા લેવા સગીર બાળક બાલિકાના વિવાહ કરવામાં વાલી સ્વતંત્ર, સગીરાને હોકો, બીડી, દારૂ પીવરાવવામાં, રંડીબાજ બનાવવામાં અનેક વ્યસને સેવરાવવામાં, જીવન મરણ જેવા સરઘસના પ્રસંગમાં ઉતરવા માટે નદી-નાળા-તળાવ અને બાથ રૂમમાં મોકલાવવામાં લોકર જન માટે વાંસ ઉપર ચઢી મદારીઓ બનાવવામાં વાલી હરહંમેશ સ્વતંત્ર છે. [, નાશવંત પદાર્થોમાં નિષ્ણાત થવા માટે વાલીઓ સગીરે માટે સર્વથા સ્વતંત્ર છે, પણ આજની ડાહી, શાણી સરકાર તરફથી બહાર પડતો ભયંકર અને મોગલાઇને પણ ભૂલાવે તે મુસદ્દો વાલીના જન્મ સિદ્ધ હક પર ત્રાપ મારી સાચી સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે સર્વજ્ઞ સ્થાપિત સર્વવિરતિ-સંસ્થામાં સમર્પણ કરવા પૂનિત પંથે ઉદ્યમી થયેલ વાલીઓ સર્વથા સર્વદા પરતત્ર છે, એવું જાહેર કરી પરાધીનતાના પિંજરામાં પૂરવા પિતાની મુરાદ બર લાવવા અનેકવિધ પ્રયત્ન સેવે છે; એ જેન-નામધારિને પણ હવે અક્ષમ્ય લાગ્યું છે.
વસ્તુત: સગીરનું પારમાર્થિક હિત અને સાચી સ્વતંત્રતા લુંટનારે અને વાલીના જન્મસિદ્ધ હકક પર કાપ મારનાર મેગલાઇને પણ ભૂલાવે તેવો આ વડોદરા સ્ટેટ તરફથી બહાર પડેલો મુસદ્દો કાયદા રૂપે બહાર પડે તે જૈનધમિ માને પ્રાણઘાતક લાગે છે, કારણકે જે મુસદ્દા પ્રત્યે પ્રજાકીય વિરોધ દિન પર દિન વૃધ્ધિ પામતે દેખાય છે તે મુસદો કાયદા રૂપે જગતમાં જીવી શકતો જ નથી, બલકે જીવવાને હક ધરાવી શકતો નથી,
૧૨-આજને ગાયકવાડી મુસ.
આજનો મુસદ્દો પ્રભુ મહાવીરની પૂનિત-સર્વમાન્ય-સંસ્થાને જમીનદોસ્ત કરવાની ઉમેદ રાખે છે.
આજનો મુસદ્દો વાલીની વાસ્તવિક-સમજણને સમજણ તરીકે સ્વીકારવાની સદંતર ના પાડે છે!
આજને મુસદો ગાલી પ્રદાનમાં અને મારામારીમાં ફોજદારી દિવાળીની રાહતે ન્યાય લેવા જેવી જંગલી જાહેરાત કરે છે ! ! !
આજનો મુસદ્દો સગીરને શયતાન કહેવા તૈયાર છે, પણ શાણે અને સમજુ માનવા તૈયાર નથી; તે પછી કહેવા-કહેવરાવવાની વાતનાં તે વહાણાં વાયા છે.
આજને મુસદો રેલ્વેના ટ્રાફિક મેનેજર, વડી સરકારના ધારાશાસ્ત્રીઓ, કોલેજના પ્રીન્સીપાલ અને સમગ્ર આર્યાવર્તન હિંદુ શાસ્ત્રકારોના અનુભવની અવગણના કરીને આજે અવનવા બેધપાઠ સમજાવવાનાં સ્વપ્ન સેવે છે.