Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[20]...
गोतममाती सामाइयं तु किं कारणं णिसामेन्ति । णाणस्स तं तु सुंदर मंगलभावाण उवलद्धी ॥ ५२८ ॥
વિશેષાવચ, ૨૦૬૪-૬૬
સારાંશ કે તીર્થંકર ભગવાન મહાવીરે સામાયિક અધ્યયનનું એટલે કે તેના અર્થનું કથન કર્યું અને ગૌતમાદિ શિષ્યોએ તે સાંભળ્યું. આથી આચાર્ય ભદ્રબાહુને મતે સામાયિકના અર્થકર્તી તીર્થંકર છે અને સૂત્રકર્તા ગણધર છે, આમ ફલિત થાય છે.૩૮ અને નમસ્કાર મંત્ર એ સામાયિકનો પ્રારંભ છે—અથવા તો એમ કહેવાય કે શિષ્ય પ્રથમ પંચનમસ્કારમંત્ર વડે વંદના કરે પછી૯ તેને સામાયિક શ્રુતનો પાઠ આપવામાં આવે છે. તેથી તે આવશ્યકસૂત્રમાં સામાયિક અધ્યયનના પ્રારંભમાં મૂકવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે મૂળે તે આવશ્યકનો અંશ છે કે અન્યત્રથી આનીત છે?
આ પ્રશ્નનો ઉત્તર આચાર્ય જિનભદ્રે આપ્યો છે કે નંદીસૂત્રમાં પંચનમસ્કારને પૃથક્ શ્રુતસ્કંધ ગણવામાં આવ્યો નથી. છતાં પણ તે સૂત્ર તો છે જ. વળી, તે પ્રથમ મંગલ પણ છે, તેથી તેને સર્વસૂત્રાન્તર્ગત ગણવો જોઈ એ.૪૦ આ જ કારણ છે કે સર્વપ્રથમ નમસ્કારની વ્યાખ્યા કર્યાં પછી જ સામાયિક અધ્યયનના સૂત્રની વ્યાખ્યા કરવામાં આવે છે.૪૧ આ જ ક્રમ તેમણે પણ વિશેષાવસકમાં અપનાવ્યો છે.
આચાર્ય જિનભદ્રની આ ચર્ચા ઉપરથી એક વાત તો નક્કી જણાય છે કે નમસ્કારમંત્ર એ માત્ર આવશ્યકસૂત્રનો જ અંશ નથી, પણ સર્વ શ્રુતની આદિમાં નમસ્કારરૂપ મંગલ જ્યારથી શરૂ થયું ત્યારથી તેને સર્વપ્રથમ આવશ્યકમાં સ્થાન મળ્યું હરશે, કારણ, શ્રુતમાં સર્વપ્રથમ સામાયિકનો જ પાઠ આપવાની પ્રથા છે અને તે આપતાં પહેલાં મંગળ-પંચનમસ્કાર જરૂરી હોવાથી તે તેના એક અંશરૂપે ગણાયો. પણ તે તેનો જ અંશ છે એમ નથી. પણ એ જ પ્રકારે જે કોઈ શ્રુતનો પાઠ આપવાનો પ્રસંગ આવે ત્યારે પ્રારંભમાં તે નમસ્કાર કરવો જરૂરી હોઈ તે સર્વશ્રુતાંતર્ગત ગણાયો. આ ઉપરથી એક વાત તો નક્કી થાય છે કે તે કોઈ એક વ્રતનો અંશ નથી, વળી સ્વતંત્ર શ્રુત તરીકે પણ ગણાયો નથી, પરંતુ તેનું માહાત્મ્ય તો હતું જ, ક્રમે વધતું જતું હતું, તેથી તેને શ્રુત કે સૂત્રમાં સ્થાન તો આપવું જરૂરી હતું જ. તેથી તેને સર્વશ્રુતાંતર્ગત ગણવામાં આવ્યો. આથી સૂચિત એ પણ થાય છે કે આ મંત્ર તે રૂપમાં ક્યારેક કોઈ એ રચ્યો હશે અથવા ક્રમે ક્રમે તેનું આવું રૂપ ધડાયું હશે. તેના કર્તૃત્વ વિષે કોઈ ચોક્કસ પરંપરાની નોંધ આચાર્ય ભદ્રબાહુએ નિર્યુક્તિમાં લીધી નથી; માત્ર તેની વ્યાખ્યા પ્રસંગે જે દ્વારોની ચર્ચા જરૂરી છે તેની નોંધ લીધી છે અને તેમાં પ્રથમ દ્વાર ઉત્પત્તિ—એટલે કે નમસ્કારની ઉત્પત્તિ-અનુત્પત્તિ—ની ચર્ચા વિવિધ નયોની અપેક્ષાએ કરી છે. તેમાંથી તેના કર્તા કોણ, ક્યારે—એ કશું જ ફલિત થતું નથી, પણ જેમ સમગ્ર શ્રુત વિષે શાશ્વત-અશાશ્વતની ચર્ચા નય દૃષ્ટિએ કરવામાં આવે છે, તેમ આ નમસ્કારમંત્ર વિષે પણ
૩૮. સામાન્ય માન્યતા પ્રમાણે તો બધા જ તીર્થંકરો સામાયિકનો ઉપદેશ આપે છે—નિયુક્તિ, ગાથા ૨૩૮; વિશેષાવશ્યક, ગાથા ૧૬૭૬; પરંતુ વિદ્યમાન શ્રુતતા ઉપદેશક મહાવીર છે, તેથી સામાયિકના કર્તા પણ તેઓ જ છે—વિશેષાવશ્યક, ગાથા ૧૫૪૪. વળી, જુઓ નિયુક્તિ, ગાથા ૮૯-૯૦; વિશેષાવસ્ચક, ગાથા
૧૦૯૧-૯૨ ॥
૩૯. તપંચનમોારસ ટ્રેન્તિ સામાÄ વિધિળા । --—વિશેષાષણ્યક, ગાથા ૫.
૪૦. વિશેષાવશ્યકભાષ્ય, સ્વોપજ્ઞ ટીકા, ગાથા ૧૦.
૪૧. એજન, ગાથા ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org