Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
... [૭૧]...
જે રૂપી પદાર્થ કૃષ્ણ વર્ણમાં પરિણત હોય તે બે ગંધ, પાંચ રસ, આ સ્પર્શે અને પાંચ સંસ્થાન — સર્વે મળી (૨ + ૫ + ૮ + ૫ = ૨૦) કાળક્રમે કરી ૨૦ પ્રકારે પરિણત થાય છે. તેથી કૃષ્ણ વર્ણના ૨૦ પરિણામો થાય. તે જ પ્રમાણે શેષ નીલાદિ વર્ણના પણ પરિણામો સંભવે. તેથી ૫×૨૦=૧૦૦ વણુંપરિણામોના ભેદ થાય. તે જ પ્રમાણે ગંધ વગેરેના પરિણામો સમજી લેવાના. એટલે
X ૨૦ શેષ ગંધાદિ = ૧૦૦
× ૨૩ શેષ વર્ણાદિ = ૪૬ ૪૨૦ શેષ વર્ણાદિ = ૧૦૦ ૪૨૩ વર્ણાદિ = ૧૮૪ ૫ સંસ્થાન X ૨૦ શેષ વર્ણાદિ = ૧૦૦
૫ વર્ણ
૨ ગંધ
૫ રસ
૮ સ્પર્શ
૫૩૦
પુદ્ગલના આ ૫૩૦ પ્રકારના પરિણામો મૂળ સૂત્રમાં (૯–૧૩) એકેકનું નામ દઈ ને ગણાવવામાં આવ્યા છે. ટીકાકાર આ ભેદોનું પારિભાષિક નામ ‘વર્ણાદિનો પરસ્પર સંબંધ ' એવું આપે છે (ટીકા, પત્ર ૧૩ મ). આમાં વર્ણાદિ કુલ ૨૫ છે; તેમાં સ્પર્શ આ છે, તેના સંવેધમૂલક ભેદો ખીજા કરતાં વધારે છે, તેનું કારણુ એ છે કે કોઈ એક કર્કશ સ્પર્શનો પરિણામ પણ ખીજા છ સ્પર્શના પરિણામો ધરાવી શકે છે; માત્ર પોતાનાથી વિરોધી પિરણામ ધરાવી શકતો નથી, જેમ કે કશ પરિણામ હોય ત્યારે મૃદુ પરિણામને ધરાવી શકે નહિ. પરંતુ કૃષ્ણવર્ણ પરિણામ ખીજા કોઈ વર્ણના પરિણામને ધરાવી શકતો નથી. એ જ ન્યાય બીજા ગંધ આદિ પરિણામને પણ લાગુ પડે છે.
પ્રસ્તુતમાં ટીકાકાર સ્પષ્ટીકરણ કરે છે (પત્ર ૧૭ ૬,) કે પરિણામો સ્કંધની અપેક્ષાએ પણ છે. અને સ્કંધમાં તો અમુક અંશમાં કૃષ્ણ પરિણામ હોય તો ખીજા અંશમાં અન્ય વર્ણના પરિણામો પણ સંભવે છે. અને તે દૃષ્ટિએ તો ભંગો અધિક થવા જોઈએ. પરંતુ પ્રસ્તુતમાં તે ગણવામાં નથી આવ્યા એટલે વ્યવહારદૃષ્ટિએ જેતે કાળો રસંધ કહેવામાં આવે, જેમ કે શરીરમાં આંખનો અમુક ભાગ, તેવા સ્કંધની અપેક્ષાએ આ ભંગો સમજવાના છે. વળી, આ જે સંખ્યા ભંગોની છે તે પણ પરિસ્થૂલન્યાયની અપેક્ષાએ જ સમજવાની છે, કારણ, એક કાળો વર્ણ પણ અનંત પ્રકારનો હોય છે. તેવા ભેદોને અહીં ધ્યાનમાં લીધા નથી.
પુદ્ગલના આ પ્રકારના પરિણામોના કાળનો વિચાર મૂળમાં નથી, પણ ટીકાકાર સ્પષ્ટ કરે છે (પત્ર ૧૮ મ) કે તે જધન્યથી એક સમય સુધી ટકી શકે છે અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ સુધી ટકી શકે છે. પરિણામના કાળનો ખુલાસો એટલા માટે જરૂરી છે કે પરિણામ શબ્દ બૌદ્ધ પિટકમાં પણ વપરાયો છે, પણ પરિણામના સમયની મર્યાદા જૈન અને બૌદ્દોની જુદી છે. ખૌદ્દોના પ્રાચીન અભિધર્મને મતે જ્ઞાનપરિણામ ત્રણ ક્ષણ ટકે છે, જ્યારે રૂપપરિણામ ૫૧ ક્ષણુ ટકે છે; પછી તેનો અવશ્ય નાશ થાય છે. વળી, પરિણામના નાશ સાથે સ્વયં વસ્તુનો નાશ થાય છે કે નહીં એ પણ પ્રશ્ન છે. બૌદ્ધ સિવાયના જૈન અને ખીન્ન પરિણામવાદીઓ વસ્તુનો નાશ નથી માનતા, પણ માત્ર પરિણામનો નાશ માને છે; જ્યારે બૌદ્દો વસ્તુ અને તેના પરિણામમાં ભેદ નથી કરતા, તેથી પરિણામના નાશ સાથે તે વસ્તુ પણ સર્વથા નષ્ટ થાય છે અને નવી જ વસ્તુ તેને આધારે (તં પ્રતીq) ઉત્પન્ન થાય છે તેમ માને છે. વળી, મહાયાનમાં તો વસ્તુની ક્ષણિકતા જ એટલે કે તેની ઉત્પત્તિ અને વિનાશનો એક જ કાળ છે, તેમ પછીથી માનવામાં આવ્યું, આથી તેમને મતે પરિણામ એ ક્ષણિક જ સિદ્ધ થાય. વળી, જૈન દર્શનની માન્યતાથી તૈયાયિક-વૈશેષિક દર્શનોની ૪. અભિધમ્મર્ત્યસંગહો, ૪. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org