Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૨૨]... વખડાગમની રચના વીર નિવાણ પછી ૬૮૩ (ઈ. ૧૫૬) વર્ષ પછી જ ક્યારેક થઈ છે. તેથી તો નિર્વિવાદપણે કહી શકાય કે પ્રજ્ઞાપના એ ખેડાગમથી પૂર્વવર્તી જ છે.
વળી, ૧૪છવસ્થાન, ૧૪ ગુણસ્થાન જેવી સ્થિર પ્રક્રિયા જે કાળમાં નિશ્ચિત થઈ એટલે કે વિચારણાનાં અનેક કારો વડે પૂર્વકાળે જે વિચાર થતો હતો તેને સ્થાને ૧૪ વસ્થાન અને ૧૪ ગુણસ્થાનને લઈને વિચાર કરવાની પદ્ધતિ જે કાળે સ્થિર થઈ, ત્યાર પછીના કાળે તેનું અનુસરણું બરાબર થયું છે. આવી કોઈ નિશ્ચિત પરંપરા પ્રજ્ઞાપનામાં દેખાતી નથી, પરંતુ ખેડાગમમાં સ્પષ્ટ છે. આથી સિદ્ધ થઈ શકે છે કે પ્રજ્ઞાપના કરતાં પખંડાગમ એ પછીના કાળની રચના છે. આમ પ્રજ્ઞાપના અને ષખંડાગમનું પૌવપર્ય અનેક રીતે સિદ્ધ કરી શકાય છે, એટલે પ્રજ્ઞાપનાને ખંડાગમથી પૂર્વવત ગ્રંથ માનવો જરૂરી છે.
પ્રજ્ઞાપનાના કર્તા અને એમનો સમય પ્રજ્ઞાપનાના મૂળમાં તો ક્યાંય તેના કર્તાનો નિર્દેશ નથી. પણ તેના પ્રારંભના મંગલ પછી એ ગાથાઓ છે, જેની વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિએ પણ કરી છે. છતાં તેઓ બને તે બન્ને ગાથાઓને પ્રક્ષિપ્ત જ માને છે. તે ગાથાઓમાં આર્ય શ્યામાચાર્યનો કર્તા તરીકે ઉલ્લેખ છે. એટલે આચાર્ય હરિભદ્રના સમયપૂર્વે પણ પ્રજ્ઞાપના શ્યામાચાર્યની કૃતિ તરીકે પ્રસિદ્ધ હતું એમ માની શકાય.
આચાર્ય મલયગિરિએ તો તેમને વિષે “માન મરચાનો જુથમેવ વયતિ” (ટીકા, પત્ર ૭૨) “માવાન આયામઃ વારિ” (ટીકા, પત્ર ૪૭), “વૈવામપિ તવનિશૂરાં મતાનિ માવાન મારામ ૩ દ્રિવાન” (ટીકા, પત્ર ૩૮૫), “મવાÁરયાતિવનૌ” (ટીકા, પત્ર ૩૮૫)૨૩ ઇત્યાદિ પ્રયોગોમાં ભગવાનનું પદ આપી દીધું છે, તે તેમનું મહત્ત્વ સૂચવે છે. ઉક્ત બે પ્રક્ષિપ્ત ગાથા ઉપરથી પણ ફલિત થાય છે કે આર્ય શ્યામ વાચકવંશમાં થયા છે અને તેઓ પૂર્વકૃતમાં વિશારદ હતા. પ્રજ્ઞાપનાની રચનામાં તેમણે એવા પ્રકારની કુશળતા દેખાડી છે કે અંગઉપાંગમાં પણ અનેક વિષયોની વિસ્તૃત ચર્ચા માટે પ્રજ્ઞાપનાની ભલામણ કરવામાં આવી છે.
નન્દીસૂત્રની પટ્ટાવલીમાં સુધર્માથી માંડીને એક પછી એક જે નામો આપ્યાં છે તેમાં ૧૧ મું નામ “વૃદ્ધિનો હારિર્ય ર સામ”—એ પ્રકારે આર્ય શ્યામનું નામ આવે છે અને તેમને હારિત ગોત્રના ગણાવ્યા છે. પરંતુ ઉક્ત પ્રજ્ઞાપનાના પ્રારંભની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને વાચકવંશમાં ૨૩મા જણાવ્યા છે તેને અનુસરીને આચાર્ય મલયગિરિ પણ તેમને ત્રેવીસમી પાટે ગણે છે. એમાં માત્ર ૨૩મી પાટનો નિર્દેશ છે, પણ સુધર્માથી શ્યામાચાર્ય સુધીનાં નામો વિષેની કોઈ નોંધ નથી.
પટ્ટાવલિઓ ઉપરથી ત્રણ કાલકાચાર્ય થયાની હકીક્ત જાણવા મળે છે. એક કાલક જેઓ વીર નિર્વાણ ૩૭૬ માં મૃત્યુ પામ્યા (ધર્મસાગરીય પટ્ટાવલી પ્રમાણે જ્યારે ખરતરગચ્છીય પદાવલી પ્રમાણે–“માચા પ્રજ્ઞાવનાત્ ઈન્દ્ર છે નિોવિચારતા રયામાવાવના | સ તુ વીરા રૂ૭૬ વર્ષર્જાતા). બીજા ગદૈભિલોછેદક કાલકાચાર્ય વીર નિર્વાણ ૪૫૩ માં થયા=વિક્રમ પૂર્વે ૧૭ માં. અને તીજા વીર નિર્વાણ ૯૯૩=વિક્રમ પર૩ માં થયા, જેમણે સંવત્સરી તિથિ પાંચમની ચોથ કરી.
૩૩. આ ઉલ્લેખોની શ્રી પં. બેચરદાસજીએ ભગવતીસૂત્ર, દ્વિતીય ખંડ, પૃષ્ઠ ૧૩૫ માં પ્રજ્ઞાપના વિશેની તેમની
ટિપ્પણીમાં નોંધ લીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org