Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૨૦]... બંધક = જીવ આદિનો વિચાર ૧૪ માર્ગણાસ્થાનોમાં કરવામાં આવ્યો છે. તેમાં ગુણસ્થાનને લઈને વિચાર નથી. આથી પ્રજ્ઞાપના અને પખંડાગમની શેલી આ પ્રકરણમાં એકજેવી છે.
તેવી જ રીતે જીવની સ્થિતિનો વિચાર અનેક રીતે પખંડાગમમાં છે. તેમાંથી કાલાનગમમાં (પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૪થી) જીવોની કાલરિસ્થતિ ગત્યાદિ ૧૪ કારો વડે વિચારાઈ છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ૨૪ દંડકને નામે ઓળખાતા જીવના મુખ્ય ૨૪ ભેદો અને તેના પ્રભેદોને લઈને કાલ વિચાર છે. –પ્રજ્ઞાપના, સ્થિતિ પદ ચોથું.
આ જ પ્રમાણે “અવગાહના ”, “અંતર ” આદિ અનેક બાબતોની સમાન વિચારણા બજેમાં છે, પરંતુ તે વિષે વિશેષ લખવાનું મોકુફ રાખી અત્યારે એટલું જ સૂચવવું બસ થશે કે આ બન્ને ગ્રંથોની સૂક્ષ્મ દૃષ્ટિથી તુલના કરવા જેવી છે અને તેથી જૈનોના જીવવિચારમાં અને કર્મવિચારમાં કયે ક્રમે વિચારવિકાસ થયો છે તે જાણવાનું એક સુદઢ સાધન આ બન્ને ગ્રંથો છે, એ પ્રત્યે ધ્યાન દોરવા આટલું લખ્યું છે.
વળી, બન્નેની એક બીજી સમાનતા પણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. ગત્યાગતિની ચર્ચામાં જ બન્નેમાં તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ પદની પ્રાપ્તિની ચર્ચા છે. –પ્રજ્ઞાપના, સૂત્ર ૧૪૪૪૧૪૬૫. પખંડાગમ, પુસ્તક ૬, સૂત્ર ૨૧૬, ૨૨૦ ઈત્યાદિ. પણ પ્રજ્ઞાપનામાં માંડલિક પદ વિશેષ છે અને રત્નપદ પણ વિશેષ છે.—પ્રજ્ઞાપના, સૂત્ર ૧૪૬૬-૬૯.
- જેમ પ્રજ્ઞાપનામાં નિર્યુક્તિની અનેક ગાથાઓ છે, તેમ પખંડાગમમાં પણ તે ગાથાઓ મળી આવે છે તે સૂચવે છે કે નિર્યુક્તિમાં સમાન પરંપરામાંથી ગાથાઓ સંઘરવામાં આવી છે. આથી નિયુક્તિ વિષે સ્વતંત્ર વિચાર કરીને તેમાં આચાર્ય ભદ્રબાહુ, તે પ્રથમ હોય કે બીજા, તેમની ગાથાઓ કેટલી અને તેમને પરંપરાપ્રાપ્ત કેટલી ?—જુઓ પખંડાગમમાં ગાથાસૂત્રો, પુસ્તક ૧૩ માં સૂત્ર ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૫, ૧૬ ઈત્યાદિ અને આવશ્યકનિયુક્તિ, ગાથા ૩૧ થી; વિશેષાવશ્યક, ગાથા ૬૦૪ થી.
પ્રજ્ઞાપના ઉપાંગ એ આર્ય શ્યામાચાર્યની રચના છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેમાંની બધી જ બાબતો તેમણે પોતે જ વિચારીને રજૂ કરી છે. કારણ, તેમનું પ્રયોજન તો મૃતપરંપરામાંથી હકીકતોનો સંગ્રહ કરવાનું અને તેની માત્ર ગોઠવણી અમુક પ્રકારે કરવી એ હતું. આથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રારંભમાં પ્રથમ પદમાં જીવના જે અનેક ભેદો જણાવ્યા છે, તે જ ભેદોમાં એટલે કે તે બધા જ ભેદોમાં દ્વિતીય “સ્થાન' આદિ “ઠારો'–બાબતોની ઘટના તેઓએ રજુ કરી નથી. સ્થાન આદિ દ્વારનો વિચાર તેમની સમક્ષ જે રીતે-જે વિવિધ રીતે તેમની પૂર્વેના આચાર્યોએ કર્યો હતો, તે વિદ્યમાન હતો, એટલે તે તે દ્વારોમાં તે તે વિચારોનો સંગ્રહ કરી લેવો–એ કાર્ય આર્ય શ્યામાચાર્યનું હતું. આથી “સ્થાન' આદિ દ્વારમાં થયેલ વિચાર યદ્યપિ સર્વ જીવોને સ્પર્શે છે, પણ વિવરણ એટલે કે જીવના ક્યા ભેદોમાં તે તે દ્વારોનો વિચાર કરવો, તેમાં એકમત્ય નથી. તે તે કારોના વિચારપ્રસંગે જીવોના ક્યા ક્યા ભેદ-પ્રભેદોનો વિચાર કરવો તે, તે તે વિષયના નિરૂપણની સરલતાની દૃષ્ટિએ થયું છે. જે એક જ વ્યક્તિ પોતે જ બધું વિચારીને નિરૂપવા બેસે તો જુદી રીતે જ વર્ણવી શકે એમ સંભવ છે, પણ આમાં એમ નથી બન્યું. આમાં તો જુદા જુદા આચાર્યોએ જુદે જુદે કાળે જે જે વિચાર કર્યો, તે પરંપરાથી આર્ય શ્યામાચાર્યને પ્રાપ્ત થયો અને તે વિચારપરંપરાને તેમણે આમાં એકત્ર કરી છે. આ દષ્ટિએ વિચારીએ તો પ્રજ્ઞાપના એ તે કાળની વિચારપરંપરાનો વ્યવસ્થિત સંગ્રહ છે. આ જ કારણ છે કે જયારે આગમોનું લેખન થયું ત્યારે તે તે વિષયની સમગ્ર વિચારણા માટે પ્રજ્ઞાપના જોઈ લેવાની ભલામણ કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org