Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“મહારાજ ! જે ધનને ભૃગુ પુરાહિતે વમન કરી નાખ્યુ છે તે ધનને આપ ભાગવશે ? આપ વમનનું સેવન કરવાવાળાની પેઠે ભાગની લાલસા શા માટે કરે છે ? 2 ઈત્યાદિ
રાજા ઇષુકાર પાતે કમલાવતીના વચન સાંભળતાં જ વૈરાગ્ય પામ્યા અને રાજા તથા રાણી અને સાથે-સાથે દીક્ષા ગ્રહણ કરી. ॥ ૧॥
(૨) વિશ્લેષણી
સમ્યવાદ અર્થાત્ અનેકાન્તવાદ, અથવા સત્યસિદ્ધાંતના ગુણાનું દિગદર્શન કરાવીને શ્રોતાઓને મિથ્યાવાદ અર્થાત્ એકાન્તવાદથી દૂર કરાવનારી કથા તે વિક્ષેપણી કથા કહેવાય છે. કહ્યુ પણ છેઃ—
“ સમ્યવાદને ઉત્કર્ષ બતાવીને મિથ્યાવાદ અર્થાત્ મિથ્ય! માન્યતાનું ખંડન કરવાવાળી વિક્ષેપણી કથા છે. જેવી રીતે કેશી શ્રમણે પ્રદેશી રાજાને મિથ્યાવાદથી મુક્ત કર્યા હતા. ॥ ૨ ॥ ’
શ્રી કેશી શ્રમણના શ્રીમુખથી કરૂણારસથી પરિપૂર્ણ આસ્તિકવાદ સાંભળીને પ્રદેશી નામના રાજાએ નાસ્તિકવાદ ત્યાગ કર્યાં, ખાર વ્રતધારી શ્રાવક થઈને મરીને પ્રથમ સૌધમ કલ્પમાં સૂર્યભ નામના દેવ થયા.
(૩) સવેદ્મની
જે કથા સસારની અસારતા ખતાવીને ભવ્યજીવામાં મેાક્ષની અભિલાષા જાગ્રત કરે છે, તે સ ંવેદની ધર્મકથા છે. કહ્યું પણ છે.—
“જે કથા સાંભળવામાત્રથી જ મેાક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તે સર્વેદની ધર્મકથા છે. જેવી રીતે મટ્ટી નામની રાજકન્યાએ છ રાજાઓને બોધ આપ્યો. I]”
છ રાજા મારા ઉપર આસક્ત-પ્રેમવાળા છે, એવું જાણીને મટ્ટી કુમારીએ તેઓને સ'સારની નિ:સારતા સમજાવી અને તેઓમાં મુક્તિની અભિલાષા ઉત્પન્ન કરી, મટ્ટીકુમારીના તે ઉપદેશ સંવેદની ધમકથા છે.
(૪) નિવેદની
જે કથા શ્રોતાઓને વિષય ભાગથી વિરક્ત બનાવે છે તે નિવેદની કહેવાય છે. કહ્યુ પણ છેઃ——
ર
“ જેનું શ્રવણુ કરતાં જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે નિવેદની ધર્મકથા છે જેવી રીતે ભગવાન મહાવીરે શાલિભદ્રને પ્રતિમાધ આપ્યું. ॥ ૪ ॥”
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦