Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ષદ્રવ્ય વિચાર
ષદ્ભવ્ય વિચાર——
છ દ્રવ્યામાં આકાશ દ્રવ્ય ક્ષેત્ર છે, અને બાકીના ધર્મ આઢિ પાંચદ્રબ્યા ક્ષેત્રવતી હાવાથી ક્ષેત્ર છે; દેવકુરૂ અને ઉત્તરકુર ક્ષેત્રોના જીગલિઆના એક કેશવાળના એવા ટુકડા કરવામાં આવે કે ફરીને તેને બીજો ટુકડો થઇ શકે નહિ, તેમાંથી એક ટુકડા જેટલા આકાશક્ષેત્રને વ્યાપ્ત કરે છે તેટલા ભાગમાં આકાશના અસંખ્યાત પ્રદેશ કહેવાય છે. તેમાં ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે, અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે, અને નિગેાદના અસંખ્યાત ગેલક વિદ્યમાન છે.
સોયની અણી ખાખર નિગેાદના ખંડમાં પણ અસંખ્યાત શ્રેણી વિદ્યમાન છે. એક એક શ્રેણીમાં અસખ્યાત—અસંખ્યાત-પ્રતર છે. એક એક પ્રતરમાં અસંખ્યાત ગાલક છે. એક એક ગાલકમાં અસંખ્યાત નિગેાદ શરીર છે, અને એક એક નિગેાદ શરીરમાં અનત અનંત નિંગાઢ જીવ છે.
શકા—અનંતના અનંત ભેદ હાય છે, એવી સ્થિતિમાં એક નિગેાદ શરીરમાં કેટલા અનંત જીવ હાય છે ?
સમાધાન-અતીતકાલ (ભૂતકાલ)ના અનન્ત સમય છે, ભવિષ્યકાલના પણુ અનંત સમય છે, અને વમાન કાલ એકસમયમાત્ર છે, એ ત્રણે કલેામાં જે સમય છે, તેને અનંતથી ગુણાકાર કરવાથી જે ગુણાકાર (રાશિ) થાય તેટલા સમયથી પણ અનંત ગુણા અધિક નિગેાદ જીવ એક નિગેાદ-શરીરમાં હોય છે.
એક જીવના અસખ્યાત પ્રદેશ થાય છે. એક-એક પ્રદેશમાં અને ત-અનંત કવણાએ લાગી છે, અને એક-એક વણામાં અન’ત અનત પુદ્ગલપરમાણુ છે. પરમાણુ એ પ્રકારના છે—(૧) ખદ્ધ અને (૨) અમૃદ્ધ. ધરૂપ પરમાણુ બુદ્ધે કહેવાય છે, અને આપસમાં અસંયુક્ત પરમાણુ અખદ્ધ કહેવાય છે.
સ્કંધના પણ બે ભેદ છે—જીવસહિત અને જીવરહિત. તેમાં ઘટ પટ આફ્રિ સ્કંધ અજીવસ્કધ કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૬