Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાધિના મળથી ઉત્પન્ન તત્ત્વજ્ઞાન વાળા પુરુષનાં કર્મજ્ઞાનનાં સામર્થ્યથી કર્મના ઉપભેાગ કરવા માટે અશેષ શરીર ઉત્પન્ન કરીને અશેષ લાગથીજ પૂર્વકના ક્ષય થઈ જાય છે. તે તત્ત્વજ્ઞાની પુરુષમાં મિથ્યાજ્ઞાન નથી અને મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા સંસ્કાર પણ નથી. આ કારણથી નવીન કર્મની ઉત્પત્તિ પણ થતી નથી. એવી સ્થિતિમાં ઉપલેાગથીજ સમસ્ત કર્મોને ક્ષય માની લેવામાં લેશ માત્ર પણ ઢોષ નથી.
મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા સંસ્કાર જન્માન્તરના શરીરની ઉત્પત્તિમાં સહકારી કારણ થાય છે. તે સંસ્કાર તત્ત્વજ્ઞાનીમાં રહેતા નથી. તેના અભાવ થઈ જવાથી, પુણ્ય-પાપકર્મ ભલેને વિદ્યમાન રહે, પરન્તુ તે શરીર ઉત્પન્ન કરી શકતાં નથી, એટલા માટે તેમાં કના સદ્ભાવ હેવા છતાંય પણ કોઈ પ્રકારે હાનિ થતી નથી. આ સ યન સાચાં નથી.
સૌથી પ્રથમ મહાન્ હાનિ તા એજ છે કે જન્ય પદાર્થ (કા) પણ નિત્ય થઈ જશે. તે આ પ્રમાણે-પુણ્યપાપરૂપ કર્મોના ફળને ઉત્પન્ન ન કરતાં નિત્યતાના સ્વીકાર કરવામાં આવ્યા છે. તે કાયરૂપ હાવા છતાંય પણ તેમાં નિત્યતાના પ્રસંગ આવે છે. ખીજી વાત એ છે કે-આગામી કાળમાં પુણ્યપાપની ઉત્પત્તિ નહિ સ્વીકારવાથી તત્ત્વજ્ઞાનીએ માટે પ્રત્યવાય (દોષ) ના પરિહાર કરવા માટે નિત્યનૈમિત્તિક અનુષ્ઠાન કરવું તે કેવી રીતે સ’ગત થશે આ પ્રમાણે તેમનું કથન છે.
તેના પર વિચાર કરવામાં આવે છેઃ-~~
કાર્ય રૂપમાં પરિણત પુણ્ય અને પાપ કર્મોના ઉપભાગથી ક્ષય થાય છે. અને સંચિત કર્મોના તત્ત્વજ્ઞાનથી. ઇત્યાદિ કથન પણુ સંગત નથી. ઉપલેગથી કર્મોના ક્ષય માનવાથી, કર્મોના ઉપભાગ કરવા સમયે ઇચ્છાપૂર્વક મન, વચન અને કાયાના વ્યાપાર થશે, અને તે વ્યાપાર નવીન કર્મબંધનું કારણ છે, એ માટે ફરી ઘણુાંજ પુણ્ય-પાપ કમ સંચિત થઈ જશે. એવી દશામાં આત્યન્તિક કર્મક્ષય કેવી રીતે થશે?
એકલું સમ્યજ્ઞાન આગામી કર્મીની ઉત્પત્તિને રોકવામાં સમથ નથી. હા. ચારિત્રસહિત સભ્યજ્ઞાન સંચિત કર્મોના ક્ષયમાં અને આગામી કર્મોની ઉત્પત્તિ રોકવામાં સમથ થઈ શકે છે. સમ્યજ્ઞાનથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થાય છે. પછી રાગ-દ્વેષ વગેરેના અભાવ થઈ જવાથી હિંસાદિ પાપયિાની નિવૃત્તિરૂપ ચારિત્રની સહાયતાથી નવીન કર્મોની ઉત્પત્તિ અટકે છે. એ પ્રમાણે સંચિત કર્મોના ક્ષય પણ ચારિત્રથી યુક્ત સભ્યજ્ઞાનથીજ થાય છે. જેવી રીતે ઔષધના જ્ઞાનમાત્રથી અથવા ઔષધનું નામ લેવાથી વ્યાધિ દૂર થતી નથી, પરન્તુ સેવન કરવાથી જ દૂર થાય છે, તે પ્રમાણે ચારિત્રયુક્ત સભ્યજ્ઞાનથીજ કર્મોના ક્ષય થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૫