Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વસ્તુલ (બથુવા) મારપાદિકા, પાલંકી (સુવા પાલક) આદિને હરિત કહે છે. શાલી, વીહિ (ધાન્ય) ગેહૂ–ઘઉં, જવ, બાજર, મગ, અડદ આદિ એષધિ કહેવાય છે. ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, પુંડરીક, શતપત્ર, સહસપત્ર, કેકનદ, અરવિંદ, પનક, પનકચટ્ટ. શૈવાલ આદિને જલરુહ કહે છે. ભૂમિસ્ફોટક, આપકાય અને સર્ષ છત્ર આદિ-કુહણ કહેવાય છે.
અહિં સુધી પ્રત્યેક વનસ્પતિનું વિવેચન થયું, સાધારણ શરીરનું પ્રપણ આ પ્રકારે છે
સાધારણનામકર્મના ઉદયથી અનન્ત જીવનું એક સાધારણશરીર હોય છે. જેનું શરીર સાધારણ અર્થાત્ એક હોય તે સાધારણશરીર કહેવાય છે.
શંકા અનન્ત જીનાં શરીર એક કેવી રીતે હોઈ શકે છે? કેમકે પહેલ વહેલે જે જીવ ઉત્પન્ન થયો તેણે તે શરીર ઉત્પન્ન કર્યું અને તેણે પૂરી રીતે પોતાનું કરી લીધું. પછી એ શરીરમાં બીજા અને અવકાશ કેવી રીતે મળી શકે છે? દેવદત્તના શરીરમાં દેવદત્તની પ્રમાણે અન્ય જીવ પણ તમામ અવયવેમાં એક બીજાને મળીને ઉત્પન્ન કેવી રીતે થઈ શકે છે?
અથવા જે જીવે આ શરીર ઉત્પન્ન કરીને અવકાશ મળતાં પોતાનાથી ભિન્ન અન્ય જીની સાથે મળીને ગ્રહણ કર્યું છે તે જીવ એ શરીરમાં પ્રધાન થશે. એવી અવસ્થામાં-સ્થિતિમાં એની પર્યાપ્ત અને અપર્યાપ્તની વ્યવસ્થા થશે. તે જ પ્રાણઅપાન આદિના યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરશે. શેષ–બાકીના જીના વિષયમાં એ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે છે?
સમાધાન–આ શંકા યોગ્ય નથી કેમકે-શંકા કરનારને જિન, શાસનનું પરિજ્ઞાન નથી.
- સાધારણ નામકર્મના પ્રભાવથી અનન્ત જીવ એકજ કાલમાં સાથેજ ઉત્પત્તિદેશમાં ઉત્પન્ન થયા છે. સાથે જ પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે. સાથે જ પ્રાણઅપાનના યોગ્ય-પુગલોને ગ્રહણ કરે છે, અને સાથે જ આહાર આદિના યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. એ માટે આ કથનમાં જરાપણ અસ્વાભાવિકતા અથવા અયુકતતા નથી. ભગવાને કહ્યું છે કે –
“તે જીવ એક સાથેજ ઉત્પત્તિદેશમાં આવે છે, સાથેજ એનાં શરીરે બને છે, સાથેજ પ્રાણ ગ્રહણ કરે છે. સાથે જ શ્વાસે રાસ થાય છે. (૧૬) એક જીવ જે ગ્રહણ કરે છે તે બધાય છે માટે સમાનપણે થાય છે, અને તમામ જી જે ગ્રહણ કરે છે તે એક જીવને માટે પણ થાય છે. (૧૭)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૭