Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એજ પ્રમાણે પૂર્વોક્ત દિશાઓમાં શ્રોત્રેન્દ્રિયને ઉપગ લગાવીને વેણુ-વીણા આદિ વાજીત્રાના તથા ગીત આદિના શબ્દ સાંભળે છે. શ્રોત્રને ઉપયોગ ન હોત તો સાંભળતા નહિ. આ કથન ઉપલક્ષણ છે, એથી એમ સમજી લેવું જોઈએ કે, ઘાણ, રસના અને સ્પર્શન ઈન્દ્રિયને ઉપયોગ લગાવીને સૂઘે છે, ચાખે છે, અને સ્પર્શ કરે છે.
અહીં દેખવા અને સાંભળવાથી રૂપ આદિ ગુણોની ઉપલબ્ધિ માત્ર સૂચિત કરી છે. ઉર્વ, અધઃ તથા તિર્લફ પદ આપીને એ સૂચિત કર્યું છે કે-ઇન્દ્રિયના વિષય ૩પ આદિ, સર્વ દિશાઓમાં ભર્યા પડ્યાં છે. એવી સ્થિતિમાં તેની તરફ ધ્યાન નહિ જવા દેવું તે તે ભારે કઠિન કામ છે. પરંતુ રૂપ આદિ ગુણોની તરફ ઉપગ જવા માત્રથી સંસારના ખાડામાં પડવાનું થતું નથી, પતન–પડવાનું છે ત્યારે થાય છે કે જ્યારે. તેમાં મૂછ–અથવા રાગ-દ્વેષ થાય. આ વાત પ્રગટ કરવા માટે કહ્યું છે- ઈત્યાદિ.
બેવાર ઉર્વ આદિ દિશાઓ કથન કરીને એ બતાવ્યું છે કે-કઈ પણ એક દિશામાં સ્થિત રૂપાદિમાં મૂચ્છ થતાં પણ સંસારની પ્રાપ્તિ થાય છે. ઉર્ધ્વ આદિ દિશાઓમાં સ્થિત જય આદિ વિષયોમાં રાગ-દ્વેષરૂપ પરિણામ કરતા થકા સત્અસના વિવેકમાં શૂન્ય થઈને મને હર રૂપમાં અથવા તે મનહર રૂપવાળી સ્ત્રી આદિના રૂપમાં પુરુષ લેલુપ થઈ જાય છે. એ પ્રમાણે શબ્દોમાં મૂચ્છિત થઈ જાય છે. ગંધ, રસ તથા સ્પર્શમાં પણ મૂચ્છિત થઈ જાય છે. મૂચ્છના વિષયભૂત (મૂચ્છ થવાનું કારણુ) આ રૂપ આદિજ, કારણમાં કાર્યને ઉપચાર કરવાથી, સંસાર કહેવાય છે. એ પ્રમાણે ભગવાને ફરમાવ્યું છે. (સૂ.૩)
સંયમ ગ્રહણ કરી લીધા પછી પણ પ્રમાદવશ થઈને પ આદિ ગુણમાં મૂછ પામવાવાળા ફરીને ગૃહસ્થ બની જાય છે. એ વાત બતાવે છે –“g€ r” ઈત્યાદિ.
રૂપાદિગુણમૂચ્છદોષ
મૂલાર્થ–પાદિ વિષયમાં મન, વચન અને કાયાનાં વ્યાપારને નહિ રોકવા વાળા, તે ભગવાનની આજ્ઞાથી બહાર છે. વારંવાર વિષયેનું આસ્વાદન કરવાવાળા, કુટિલાચારી-પ્રમાદી (સાધુ) પાછા ગૃહસ્થ બની જાય છે.
ટીકાથ–પ આદિ વિષયમાં મન, વચન અને કાયાની ગુપ્તિથી રહિત અર્થાત્ મનથી રાગ કરવાવાળા, વચનથી વિષયની પ્રાર્થના કરવાવાળા અને કાયથી તેમાં પ્રવૃત્તિ કરવાવાળા, એવા અનાચારી સાધુ ભગવાનની આજ્ઞાથી બહાર થઈ જાય છે. તે વારંવાર વિષયસુખના ભાગમાં રસિક થઈને કુટિલ આચારવાળા-અર્થાત્ અસંયમનું
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૪