Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવાય છે. શ્રીન્દ્રિય જીને સ્પર્શન (ચામડી) અને રસના (જીભ) આ બે ઈન્દ્રિ હોય છે. ટોન્દ્રિયને ચામડી, જીભ અને નાસિક રૂપ ત્રણ ઈન્દ્રિયો હોય છે ચતુરિન્દ્રિય જેને ચામડી, જીભ, નાસિકા અને નેત્ર, આ ચાર ઈન્દ્રિય હોય છે. પંચેન્દ્રિય જેને ચામડી, જીભ, નાસિકા, નેત્ર અને શ્રોત્ર-કોન રૂપ પાંચ ઈન્દ્રિય હોય છે.
- જે જીવ ઈચ્છાપૂર્વક અથવા ઇચ્છા વિના ઉપર, નીચે અથવા તિરછા ચાલે છે તે ત્રસ જીવે છે. આ વ્યુત્પત્તિ અનુસાર હીન્દ્રિય આદિ તથા અગ્નિકાય અને વાયુકાય પણ ત્રસ કહેવાય છે. મુખ્યરૂપથી ત્રસ જીના બે ભેદ છે-(૧) ગતિત્રસ (૨) લબ્ધિત્રસ. ગતિ કહે અથવા ક્રિયા કહે તે એકજ છે. ચાલવું અથવા એક દેશથી બીજા દેશમાં પહોંચવું કહે. વિના ઈચ્છાથી આ ગતિ કરવાની ક્રિયા હાજર રહેવાથી અગ્નિકાય અને વાયુકાય પણ ત્રસ છે. તેને ગતિત્રસ કહે છે. બસનામકર્મને ઉદય હેવાથી લબ્ધિત્રસતા પ્રાપ્ત છે. એ લબ્ધિથી ઈચ્છાપૂર્વક ગતિ કરવાની ક્રિયા દ્વીન્દ્રિયાદિમાંજ જોવામાં આવે છે, એટલા માટે તેને લબ્ધિવસ કહે છે. તેજસ્કાય અને વાયુકાયામાં ત્રસનામકર્મને ઉદય નથી, તેનામાં સ્થાવરનામકમને ઉદય છે. તેથી લબ્ધિની અપેક્ષાએ એ બને સ્થાવર જ છે. ફરીને પણ અહિં દ્વીન્દ્રિય આદિ લબ્ધિત્રસ જીવેનું જ ગ્રહણ કરવું જોઈએ, ગતિત્રસ જીવેનું નહિ. કારણકે અગ્નિકાયિક જીવેનું ચેથા ઉદ્દેશકમાં પ્રથમ વર્ણન કરવામાં આવી ગયું છે, અને વાયુકાયનું આગળ ઉપર વર્ણન કરવામાં આવશે.
કેઈએ કહ્યું કે “લબ્ધિની અપેક્ષા તેજસ્કાય અને વાયુકાય ત્રસ છે-લબ્ધિ, માત્ર શક્તિને જ કહે છે. અહિં લબ્ધિત્રસ જીવેનું પ્રકરણ નથી. કારણકે અગ્નિકાયનું વિવેચન તે કરી દેવામાં આવ્યું છે, અને વાયુકાયનું વિવેચન આગળ કરવામાં આવશે. તેથી સામર્થ્યથી ગતિસનું જ અહિં ગ્રહણ કરવું એગ્ય છે.” આ કથન પ્રમાદપૂર્ણ છે.
કારણ કે લબ્ધિત્રોને ગતિગ્રસનાં રૂપમાં અંગીકાર કરવામાં આવ્યો છે, પરંતુ ગતિત્રસ લબ્ધિત્રસ થઈ શકતા નથી. કીન્દ્રિય આદિમાં ગતિને સભાવ છે, તેથી શાસ્ત્રમાં એ પ્રમાણે અંગીકાર કરવામાં આવ્યો નથી.
ત્રસ પ્રાણી આ પ્રમાણે છે-(૧) અંડજ-ઇંડાથી ઉત્પન્ન થવાવાળાં પક્ષી, ગૃહકે કિલા (ગરોળી) આદિ. (૨) પિતજ-પિતરૂપ પેદા થવાવાળા હાથી, વગુલી, ચર્મ– જલૂક (જળ) આદિ. (૩) જરાયુજ-ગર્ભ જેનાથી વિંટાએલું રહે તે પાતળી ચામડી જરાયુ કહેવાય છે. તેમાં ઉત્પન્ન થવાવાળા ગાય, ભેંસ, બકરી, મનુષ્ય આદિ જરાયુજ કહેવાય છે. (૪) રસજ-વિકૃતરસમાં પેદા થવાવાળા. (૫) સંવેદજ-પરસેવાથી પેદા થવાવાળા માકડ, જૂ આદિ. (૬) સંમૂછિંમ–માખી, કીડી, તીડ આદિ. (૭) ઉદ્દભિજઉદ્દભેદનથી ઉત્પન્ન થવાવાળા પતંગ, ખંજરીટ આદિ. (૮) પપાતિક–દેવ અને નારકી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫ ૩

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299