Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 298
________________ (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, (૧૫) પર૫રિવાદ, (૧૬) રતિ–અરતિ, (૧૭) માયામૃષા અને (૧૮) મિથ્યાદર્શનરૂપ અઢાર પ્રકારનાં જે પાપ તેને પિતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી, અને બીજા કરવાવાળાને અનમેદન આપતા નથી. તેજ પુરૂષ વસુમાન છે. તાત્પર્ય એ છે કે જે આત્મા પિતાના પ્રજ્ઞાનથી સમસ્ત દ્રવ્ય અને પર્યાને રૂડી રીતે જાણવાની યેગ્યતા ધારણ કરે છે, અને જે મોક્ષમાર્ગને આશ્રય લઈને મુક્તિપદ પણ પ્રાપ્ત કરી શકે છે, તેને, “આત્માનું અધઃપતન કરનારાં પાપકૃત્ય સર્વથા ત્યાજ્ય છે? એ વિચાર કરીને ષડૂજીવનિકાયના આરંભથી નિવૃત્ત થઈ જવું જોઈએ. સૂ૦ ૮. ષકાયના આરંભને ત્યાગજ સાધુતા પ્રાપ્ત કરાવે છે. એ વાત આગળ કહે છેરં ળિય. ઈત્યાદિ. મૂલાથ–એ વાત જાણીને બુદ્ધિમાન પુરૂષ ષડૂજીવનિકાયસંબંધી શસ્ત્રને સમારંભ કરે નહિ, બીજા પાસે ષડૂજીવનિકાયસંબંધી શસ્ત્રનો સમારંભ કરાવે નહિ, અને ષડૂજીવનિકાયસંબંધી શસ્ત્રનો સમારંભ કરવાવાળાને અનુમોદન આપે નહિ. ષજીવનિકાયસંબંધી આરંભને જે બંધનું કારણ જાણી લે છે. તેજ મુનિ છે, અને તેજ પરિશ્નાતકર્મા છે. એવું હું કહું છું. મેં સૂ૦ ૯ ! ટીકાથ–ષડૂછવનિકાયના આરંભને જ્ઞપરિજ્ઞાથી કર્મબંધનું કારણ જાણીને હેયઉપાદેયને વિવેક રાખવાવાળા પુરૂષ ષડૂજીવનિકાયના શસ્ત્રને પિતે આરંભ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, અને આરંભ કરનારને અનુમોદન આપે નહિ. વતજીવનિકાયસંબંધી જે શસ્ત્ર પ્રથમ બતાવી આપ્યાં છે. તેના દ્વારા જીવનિકાયને પડા પહોંચાડવાવાળા સાવદ્ય વ્યાપારને જે જ્ઞપરિજ્ઞાથી કમબંધનું કારણ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યજી દે છે, તે પુરૂષ ત્રણ કરણ અને ત્રણ ચોગથી સાવદ્ય વ્યાપારને ત્યાગી મુનિ હોય છે. આ સર્વે ભગવાનના મુખારવિંદથી જેવું મેં સાક્ષાત સાંભળ્યું છે, તેવુંજ કહું છું. જે સૂટ ૯ ! ઇતિ શ્રીઆચારાંગસૂત્રની “રાજારામ ટીકાના ગુજરાતી અનુવાદમાં પ્રથમ અધ્યયનને સાતમે ઉદ્દેશ સપૂર્ણ. . ૧-૭ | શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨૭૮

Loading...

Page Navigation
1 ... 296 297 298 299