Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 295
________________ કરે છે. પરંતુ તેમના આચાર્ય મુખવસ્ત્રિકા બાંધવાનું સ્વીકાર કરે છે. જિનપતિના શિષ્ય પૂર્ણ ગણિ-વિરચિત “અતિમુક્તકચરિત્રમાં શ્લેક ૮૦-૮૧-૮૨માં કહ્યું છે પર પદાર્થોમાં સુખ નહિ માનવાવાળા નિશ્ચલ આસનથી સામે હાથ જોડીને મુખપર મુંહપત્તી ધારણ કરેલા “અતિમુક્તક મુનિએ શ્રતને અર્થ સાંભળે. ૧૮૦–૮રા વિક્રમ સંવત ૧૨૮૨માં પૂર્ણભદ્ર ગણિએ આ અતિમુકતચરિત્ર નામને ગ્રંથ લખે છે. આ સંવત્ ૨૦૦૨ સુધીમાં તેને ૭૨૦ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. એથી સ્પષ્ટ જાણમાં આવે છે કે–તેમના આચાર્યોએ અને તેમના અનુયાયિઓએ મુખત્રિકા બાંધવાનું આદરપૂર્વક અંગીકાર કર્યું છે. એ સિવાય જિનપતિનાશિષ્ય લવદ્વારા રચિત સનકુમારચરિત્રમાં સનસ્કુમારના ત્રીજા પૂર્વભવવત્ત “વિક્રમ” નામના રાજાનું વર્ણન કરતા થકા કહે છે કે – સનસ્કુમાર પિતાના ત્રીજા પૂર્વભવમાં “વિક્રમ યશ નામના રાજા હતા, તે પરિષદમાં (સભામાં) ધર્મકથા સાંભળવા માટે જે પ્રમાણે બેઠા હતા તેનું વર્ણન કરતા થકા કહે છે કે-મુહન્દુ.” ઈત્યાદિ. એની વ્યાખ્યા આ પ્રમાણે છે જેના મુખચન્દ્ર પર મુખવસ્ત્રિકા સુશોભિત હતી, અર્થાત મુખ ઉપર બાંધેલી સફેદ વસ્ત્રની બનેલી મુખવસ્ત્રિકાથી જેનું મુખ શોભાયમાન થઈ રહ્યું હતું, જેનું અન્તઃકરણ નિર્મલ હતું, અને જે દ્વિજોના સમૂહથી સેવિત હતા, એવા વિકમયશ નામના રાજા ધર્મકથાની સભામાં શેભાને પામ્યા છે. કેવી શોભાને પામ્યા છે? જેમકે –જેના કિનારે રાજહંસી બેઠાં હોય તે તળાવ સુશેબિત થાય છે. જેના કિનારે રાજહંસી બેઠાં હોય તે તળાવ જેવી રીતે સુશોભિત હોય છે તે પ્રમાણે મુખ પર બાંધેલી અને ઝગમગાટ શોભાયમાન મુખવાસિકાથી વિક્રમયશ રાજા વ્યાખ્યાપરિષ–(સભા)માં શોભતા હતા. અથવા હાથથી મુખવસ્ત્રિકા પકડી હોતે તે તે મુખવસ્ત્રિકાની દીપ્તિ-પ્રકાશ હથેલીથી ઢંકાઈ જાત. એવી સ્થિતિમાં “રાજભ્ભાવવિશ: ” આ પદમાં “ગ” શબ્દના પ્રયોગથી મુખત્રિકાની જે પ્રભા-(પ્રકાશ) સૂચિત કરી છે, તે પ્રકાશમાન કેવી રીતે થાત? પછી તો તે ઢંકાએલી જેવી પ્રભા રહી જાત અને પછી સરોવરના કિનારે બેઠેલાં રાજહંસીની ઉપમા બરાબર ઘટી શકત નહિ. શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨ ૭૫

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299