Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 290
________________ ટીકાઈ–વાયુકાયના સમારંભના વિષયમાં શ્રી મહાવીરે પરિજ્ઞા તથા પ્રત્યાખ્યાનપરિજ્ઞા બતાવી છે. તાત્પર્ય એ છે કે-કમરૂપી રજને દૂર કરવા માટે ભવ્ય જીએ પરિણાને અવશ્ય સ્વીકાર કરી લેવું જોઈએ. આ પ્રમાણે ભગવાને ઉપદેશ આપ્યો છે. વાયુકાયયોપભોગ ઉપભાગદ્વારલોક કયા પ્રજનથી વાયુકાયની વિરાધના કરે છે? એ બતાવે છે. આ અપકાળના જીવનના સુખ માટે પંખા, તાડપંખા હલાવવા, ધમણ ધમવી-ફૂંક મારવી, શ્વાસ લે, આદિ ક્રિયાઓ દ્વારા તથા શીત અને ઉષ્ણ (ઠંડા અને ગરમ) વાયુના સેવનદ્વારા તથા પરિવન્દન, અર્થાત્ પ્રશંસા મેળવવા માટે મશકવા અને વાંસળી વગેરે બજાવીને, વ્યજનયંત્ર તથા ગાનયંત્ર (વિજળીથી ચાલતા પંખા અને રેડીએ તથા ગ્રામેન) વગેરે બજાવીને, પૂજન અર્થા–વ એવં રત્ન આદિના લાભ માટે વાયુયાન (એરપ્લેન) અને વાયુમંત્ર આદિ બનાવવામાં તથા જન્મ-મરણથી છુટવા માટે. જેમકે દેવપ્રતિમાની પાસે નૃત્ય-ગીત અને વાજીંત્રને પ્રયોગ કરવામાં, ચામર, પંખા આદિ હલાવવામાં, તથા દુખને નાશ કરવા માટે, જેમકે-વ્યાધિ મટાડવા માટે આજકાલના વૈજ્ઞાનિક દ્વારા શોધ કરાએલી વાયુચિકિત્સામાં, તથા તાડપત્રના પંખાદ્વારા વાયુકાયની ઉદીરણામાં વાયુકાયની હિંસા કરે છે. એ પ્રમાણે આ જીવનના સુખના અર્થી પોતે વાયુકાયના ઘાતક શોને સમારંભ કરે છે, બીજાની પાસે કરાવે છે. અને વાયુકાય સમારંભ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે. વાયુકાયને એ આરંભ, આરંભ કરવાવાળાને, કરાવનારને અને તેની અનુમોદન આપવાવાળાને અહિતકર થાય છે, તથા અધિજનક થાય છે. તે સૂ૦ ૩ છે. તીર્થકર આદિના સમીપમાં જેણે વાયુકાયનું સ્વરૂપ સમજી લીધું છે, તે આ પ્રમાણે વિચાર કરે છે – સં.” ઈત્યાદિ. મૂલાઈ–ભગવાન પાસેથી અથવા તેમના અણગાર પાસેથી સાંભળી–સમજી ને જેણે સંયમ ધારણ કર્યું છે તે જાણે છે કે –આ વાયુકાય સમારંભજ પંથ છે. એજ મેહ છે. એજ માર છે. એજ નરક છે, એમાં લોકો વૃદ્ધ થઈ રહ્યા છે, કેમકે નાના પ્રકારના શસ્ત્રથી વાયુકાયના સમારંભદ્વારા વાયુશાસ્ત્રને આરંભ કરતા થકા અન્ય અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે. સૂત્ર કા શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨ ૭૦

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299