Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વેદનાદ્વાર
વેદનાદ્વાર——
પ્રસંગ હાવાથી ત્રસકાયની વેદનાનું નિરૂપણ કરવામાં આવે છે-સાધારણ રીતે વેટ્ટના એ પ્રકારની છે-કાયિક અને માનસિક કાંટા, સેય આદિ વાગવાથી, અથવા જવર-તાવ, અતિસાર-ઝાડા, ખાંસી આદિ રગેાથી ઉત્પન્ન થવાવાળી વેદના કાયિક કહેવાય છે. પ્રિય વસ્તુના વિયેાગ વગેરેના કારણેાથી થનારી વેદના માનસિક-વેદના છે. સ્પા જેણે તીર્થંકર આદિના સમીપમાં ત્રસકાયનું સ્વરૂપ સમજી લીધું છે, તે પ્રમાણે વિચારે છે—‹ àä.' ઇત્યાદિ.
મૂલા —ભગવાન અથવા અણુગારાના સમીપ સાંભળીને તે ત્રસકાયના જ્ઞાતા ત્રસકાયને જાણતા થકા સયમ ધારણ કરીને આ પ્રમાણે જાણે છે- આ ત્રસકાયના આરંભ ગ્રન્થ છે, આ મેહ છે, આ માર છે; આ નરક છે, લેલુપ લેાક નાના પ્રકારનાં શસ્ત્રાદ્વારા ત્રસકાયને આરંભ કરીને, ત્રસકાયના આરંભ કરતા થકા અનેક પ્રકારના અન્ય પ્રાણીઓને પણ ઘાત કરે છે. સૂ॰ ૬॥
ત્રસજીવવિરાધનાલ
ટીકા જે પુરૂષ ભગવાન તીર્થં કરના સુખથી અથવા તેમના અનુયાયી નિગ્રન્થ શ્રમણેાના મુખથી સાંભળીને સર્વ સાવદ્ય ત્યાગરૂપ ચારિત્રને અંગીકાર કરીને વિચરે છે તે ત્રસકાયના સમારંભને અહિતકર અને અખાધિકર-અખાધિ ઉત્પન્ન કરનાર સમજે છે. તે આ પ્રમાણે વિચાર કરે છે
આ મનુષ્ય લેાકમાં નિગ્રન્થાના ઉપદેશથી સભ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરી– લેવાવાળાજ એમ જાણી શકે છે કે-ત્રસકાયના સમારભ નિશ્ચયજ ગ્રંથ-કર્માંધ છે, અહિં કારણમાં કાર્ય ના ઉપચાર કરીને કર્મબંધના કારણને કમધ કહ્યો છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઈ એ.
આ ત્રસકાય સમારંભ માહુ અર્થાત્ અજ્ઞાન છે. આ માર અર્થાત્ નિગેાદ આદિમાં મૃત્યુનું કારણ છે. આ સમારંભ નરક છે. અર્થાત્ દસ પ્રકારની નારકીય યાતનાનું સ્થાન છે.
ગ્રંથ, મેાહ, મરણુ અને નરકરૂપ ઘાર દુ:ખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લાક વારવાર તેની ઇચ્છાવાળા થાય છે. અથવા ભાગેાની અભિલાષા કરવાવાળા સ'સારી લેાક આ ગ્રંથ, મેહ, માર અને નરક માટેજ પ્રવૃત્તિ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬ ૦