Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘણીજ હિંસા કરે છે. જેમ-અનુકૂલ શબ્દ સાંભળવાના અભિલાષી પુરુષ વેણ-વણા, હેલ આદિ વાઘ-વાજિત્ર બનાવવા માટે નાના પ્રકારના વનસ્પતિકાયના જીની હિંસા કરે છે. પ્રિયરૂપ જેવાના ઈચ્છુક યુવતીની કાષ્ટમય પ્રતિમા, ગૃહ, તેરણ, વેદિક અને સ્તંભ બનાવવા માટે વનસ્પતિને કાપે છે. એ પ્રમાણે ધ્રાણેન્દ્રિય (નાસિકાના સુખના લુપ-લાલચુ કપૂર, કેતકી ગુલાબ, લવીંગ, સરસચંદન, અગર કેસર, જાયફળ, જાવંત્રી આદિ મેળવવાના ઉદ્દેશ્યથી વિવિધ પ્રકારના વનસ્પતિકાયિક જીની હિંસા કરે છે. રસાસ્વાદના અનુરાગી જીવ મૂળ આદિ કન્દમાં રહેવાવાળા અસંખ્યાત અને અનન્ત જીવોની હિંસા કરે છે. એ પ્રમાણે સ્પર્શ સુખના અભિલાષી જીવ કમલપત્તાં, કમલકાકડી, કેવળનાં પત્તાં, છાલ અને અનુકૂલ વસ્ત્ર તથા રૂ પ્રાપ્ત કરવા માટે નાના પ્રકારના વનસ્પતિ છોના પ્રાણ લે છે.
રૂપાદિ ગુણ મેં મૂચ્છ સંસાર કા કારણ હૈ
એ પ્રમાણે વનસ્પતિથી તૈયાર થવાવાળા ઈન્દ્રિય વિષયમાં વર્તમાન જીવ સંસારને પ્રાપ્ત કરે છે. સંસારી રાગદ્વેષથી મલિન થાય છે, તેથી ફરીને વિષયમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે તે કઈ દિવસ સંસારથી બહાર નીકળી શકતા નથી (સૂ૨)
શબ્દ આદિ વિષયને ગ્રહણ કરવા માત્રથી સંસારમાં પતન થતું નથી. પરંતુ તેમાં મૂચ્છ (ગૃદ્ધિ) થવાથીજ પતન થાય છે. તે કહે છે–રદ્ધ. ઈત્યાદિ.
મૂલાર્થ–ઉપર, નીચે અને સામે તિરછી દિશામાં દષ્ટિ નાંખીને અપિને જુવે છે, સાંભળતા થકા શબ્દ સાંભળે છે, ઉપર નીચે અને સામે તિરછી દિશામાં રૂપમાં અને શબ્દમાં પણ મૂછિત થાય છે. આ લેક કહેવાય છે. તે ૩ |
ટકાથ–પ્રજ્ઞાપક-(જેનારની) દિશાની અપેક્ષા ઉર્વ દિશામાં–પર્વતના શિખર પર તથા પ્રાસાદ અથવા મહેલ આદિના ઉપર ભાગમાં, સ્થિત, ભેંયરા આદિ અદિશામાં સ્થિત, પૂર્વ આદિ તિરછી દિશાઓમાં સ્થિત, તથા વિદિશાઓમાં સ્થિત ભીંત, હવેલી અને મહેલ આદિને દેખે છે. મૂલમાં આવેલ “ અર્થાત્ પ્રાચીન શબ્દને તિરછી દિશાના વિવરણપ સમજવું જોઈએ, અથવા પ્રાચીન પદ ઉર્વ, અધઃ અને તિફ સર્વ દિશાઓની સાથે સંબંધ રાખે છે. તાત્પર્ય એ નિકળે છે કેઉર્વ દિશામાં સ્થિત, અર્ધ દિશામાં સ્થિત, તથા તિરછી દિશામાં સ્થિત પ્રાચીન અર્થાત્ આધુનિક શિલ્પકારે માટે દુષ્કર હોવાથી આશ્ચર્ય ઉત્પન્ન કરવાવાળા પુરાણા પદાર્થોની તરફ નજર કરતા થકા સુન્દર પુતળીઓ વગેરેને તથા શ્રી આદિના રૂપને દેખે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૩