Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૈથુન
(૪) મૈથુનમૈથુન અર્થાત્ ી અને પુરૂષનું કાર્ય મૈથુન કહેવાય છે, મિથુનના અધ્યવસાય પણ સર્વ વસ્તુઓમાં નથી. ચિત્ર લેખ અથવા કાષ્ઠ આદિમાં ચિતરવામાં આવેલા રૂપમાં અથવા સ્ત્રી આદિમાંજ મિથુનને અધ્યવસાય થાય છે. કહ્યું પણ છે –
“ભગવદ્ કયા વિષયમાં જીવ મિથુન ક્રિયા કરે છે? ગૌતમ! રૂપમાં અને રૂપયુક્ત વિષયે (ચિ આદિ)માં” (ભગ ૧ શ૬-)
પરિગ્રહ / ક્રોધ સે મિથ્યાદર્શનશલ્યતક
(૫) પરિગ્રહઆ વસ્તુ મારી છે–હું તેને માલિક છું” આ પ્રકારની મૂછને પરિગ્રહ કહે છે. પ્રાણીઓમાં લેભની અધિકતા હોવાના કારણે સર્વ વસ્તુઓમાં મૂછ હોય છે.
કર્તવ્ય–અકર્તવ્યના વિવેકને નાશ કરવાવાળા, અક્ષમાપ આત્માનું પરિણામ તે કેધ કહેવાય છે. (૬), ગવ ને માન (), અને કપટને માયા કહે છે (૮), ગુદ્ધિ તે લેભ છે (૯). પ્રીતિ અથવા આસક્તિ તે રાગ છે (૧૦). અને અપ્રીતિને દ્વેષ કહે છે (૧૧). કલહ અર્થાત વિરોધ (૧૨). અભ્યાખ્યાન અર્થાત્ કેઈન પર જુઠે આરોપ મૂકવે તે (૧૩). ચુગલી વગેરેને પશુન્ય કહે છે, અર્થાત્ વિદ્યમાન અથવા અવિદ્યમાન દેને પાછળથી પ્રકાશિત કરવા (૧૪). ઘણા લોકેના સમક્ષ બીજાના દેશે પ્રકાશિત કરવા તે પરપરિવાદ છે (૧૫). વિષયમાં અનુરાગ થ તે રતિ છે, અને ધર્મમાં અનુરાગ નહિ કે તે અરતિ છે, રતિસહિત અરતિને રત્યરતિ કહે છે. આ પણ એક પાપ
સ્થાનક છે (૧૬). માયાથી યુક્ત મૃષાવાદ તે માયામૃષા કહેવાય છે. તે પણ એક પાપસ્થાનક છે (૧૭). શલ્યની પ્રમાણે વિવિધ પ્રકારની પીડાઓ ઉત્પન્ન કરવાવાળા મિથ્યાત્વ મિથ્યાદર્શનશલ્ય કહેવાય છે. અર્થાત્ કુદેવ કુગુરૂ અને કુધર્મને સુદેવ સુગુરૂ અને સુધર્મ સમજવા તે મિથ્યાદર્શનશલ્ય છે (૧૮). આ અઢાર પા૫ સ્થાનક છે. આ અઢાર પ્રાણાતિપાત આદિ ક્રિયાઓથી જીવને કર્મોને બંધ થાય છે. (સૂ. ૫)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૧