Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાવદ્ય વ્યાપાર કરતે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને નરક, નિગોદ આદિની અનેક પ્રકારની કઠિન યાતનાઓ ભોગવે છે. આ પ્રમાણે જ્ઞ-પરિજ્ઞાથી જાણીને પ્રત્યા ખ્યાન–પરિજ્ઞાથી સાવદ્ય ક્રિયા ત્યાગવા લાગ્યા છે, આ પ્રમાણે ભગવાને ઉપદેશ આપે છે.
આ બોધઅવધિ, મન:પર્યય, કેવલજ્ઞાન અથવા જાતિસ્મરણથી થાય છે, અથવા તે મતિજ્ઞાનથી થાય છે. એ માટે નિશ્ચય-વ્યવહારરૂપ સંયમમાર્ગમાં પ્રવૃત્તિ કરવી એજ જીવને માટે હિતકર છે, અને એનાથી પરમપદ મોક્ષ થાય છે. (સૂ) ૮)
જે કે સાવદ્ય ક્રિયાઓ દુઃખનું કારણ છે, તો તેમાં જીવ પ્રવૃત્તિ શા માટે કરે છે? એ શંકાનું સમાધાન કરે છે–“સુમસ રે.” ઈત્યાદિ.
મૂલાઈ–આ જીવનને માટે, પરિવંદન, માનન, અને પૂજન માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે, દુઃખ દૂર કરવા માટે (જીવ પાપક્રિયામાં પ્રવૃત્ત થાય છે). (૧૦)
સૂત્ર દશમ (કર્મસમારમ્ભ)
ટીકાથ–પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવેલા જલના તરંગોની સમાન અતિશય ચંચલ, સંધ્યાની લાલાશ (રાતાપણા)ની સમાન ભંગુર જીવનના લાંબા સમયના સુખ માટે અપરિજ્ઞાતકર્મા જીવ કમબંધની કારણભૂત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. જેવી રીતે જીવિત રહેવા માટે લાવા તેતર, આદિ પક્ષીઓના અને બકરા, ઘેટા, હરણ એ પ્રમાણે સિંહ આદિ પશુઓના વધરૂપ ઘોર પાપકર્મનું આચરણ કરવું.
તથા પરિવન્દન, માન અને પૂજન માટે પણ જીવ પાપ કર્મ કરે છે. “પરિવંદનને અર્થ છે –પ્રશંસા, પ્રશંસા માટે અપરાધવાળા અને અપરાધ વિનાના પ્રાણીઓને ઘાત કરવામાં આવે છે. ઉઠીને ઉભા થઈ જવું. આસન આપવું આદિ સકાર અથવા પિતાની આજ્ઞા સ્વીકાર કરાવવી તે “માનન” કહેવાય છે, તે માટે પણ બીજાની હિંસા કરવામાં આવે છે. રત્ન અને વસ્ત્રો આદિને પુરસ્કાર તે પૂજન કહેવાય છે, અને પ્રતિમા (મૂર્તિ) આદિની પૂજા–પ્રતિષ્ઠા વગેરે પણ “પૂજન છે. તેના માટે પણ જીવ, પ્રાણિઓનું ઉપમર્દાનરૂપ હિંસા વગેરે સાવદ્ય ક્રિયાઓ કરે છે.
જન્મ અને મરણથી છુટવા માટે પણ સાવદ્ય ક્રિયાઓ કરવામાં આવે છે. જાતિ-જન્મ માટે, જેમ આગામી ભવમાં સુખ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી જીવ પૃપાપાત (અગ્નિ કે પાણીમાં પડીને મરવું. ઉચેથી પડતું મૂકવું) આદિનું આચરણ કરે છે. “મરણ પિતા આદિના મરણ પ્રસંગે તેના માટે પિંડદાન આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે, અથવા મૃત્યુ નિવારણ માટે મિથ્થાબુદ્ધિથી દેવી વગેરેને બલિદાન આદિ આપવાં. તથા મોચન માટે અર્થાત્ પિતાના કર્મબંધને દૂર કરવા માટે વિપરીત મતિથી પંચાગ્નિતા આદિફય હિંસામાં પ્રવૃત્ત થાય છે. તથા “દુઃાતિવાદેતું”-દુઃખેનું નિવારણ કરવા માટે હિંસા આદિ પાપ કરે છે. જેમ રેગ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૭