Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂલાથ–મેધાવી પુરૂષ વિચાર કરે છે–હું આત્મકલ્યાણ માટે તૈયાર થઈને વનસ્પતિકાયને આરંભ નહિ કરું. જે પુરૂષ સંયમને જાણીને આરંભ કરતા નથી તે આરંભથી ઉપરત છે, તેજ જિનશાસનમાં આભથી નિવૃત્ત કહેવાય છે, તે જ અણગાર કહેવાય છે. | ૧ |
ટીકાથ-શ્રમણ નિગ્રન્થ આદિને ઉપદેશ સાંભળવાથી જેને હેય અને ઉપાદેયનો વિવેક ઉત્પન્ન થઈ ગયેલ છે. તે વનસ્પતિકાયના સ્વરૂપને જાણીને આ પ્રમાણે વિચાર કરે છે –
હું આત્મકલ્યાણને માટે ઉઘત–તૈયાર થઈને–દીક્ષા લઈને વનસ્પતિકાયને આરંભ સમારંભ કરીશ નહિ.
અગાર લક્ષણ
આ ઉદ્દેશ વનસ્પતિકાયસંબંધી છે. એ કારણથી અહિં “ત્ત શબ્દથી વનસ્પતિકાય સમારંભ લેવામાં આવે છે. પહેલાં વનસ્પતિકાયનું જ્ઞાન થાય છે. પછી તેના આરંભને ત્યાગ કરવામાં આવે છે. એ બતાવીને સૂચના કરવામાં આવી છે કે-જ્ઞાન અને ક્રિયા, આ બન્નેથી મોક્ષ થાય છે.
જેનાથી કઈ પણ પ્રાણીને ભય થાય નહિ. એ પ્રમાણે પ્રાણીમાત્રની રક્ષા પ સંયમ તે અભય કહેવાય છે. તેને જાણીને વનસ્પતિકાયનો સમારંભ કરે નહિ. આ પ્રમાણે વનસ્પતિના આરંભથી વિરત પુરુષ જિનશાસનમાં “ઉપર” કહેવાય છે. અને તેજ ઉપરત પુરુષ અનગાર છે. કારણ કે અણુગારના ગુણ પૂર્ણરૂપથી તેમાં જ જોવામાં આવે છે.
વનસ્પતિકાયનું સ્વરૂપ સમ્યક્રપ્રકારે જાણવા માટે પૂર્વોકત આઠ દ્વારોનું નિરૂપણ કરવું જોઈએ, તેમાંથી લક્ષણ, પ્રરૂપણ, પરિમાણું, શસ્ત્ર અને ઉપભેગ દ્વારા અહિં બતાવે છે. શેષ–બાકીના દ્વાર પ્રથમ પૃથ્વીકાયમાં જે કહ્યાં છે તેના પ્રમાણે સમજી લેવાં જોઈએ.
વનસ્પતિકાય સચિતતા (લક્ષણદ્વાર)
લક્ષણકાર-- શંકા–વનસ્પતિકાય સચિત્ત છે, એ કેવી રીતે જાણી શકાય છે?
સમાધાન–યુક્તિ અને આગમથી વનસ્પતિકાયની સચિત્તતાને નિર્ણય થઈ શકે છે. તે આ પ્રમાણે છે-વૃક્ષ અને લતા આદિ જીવના શરીર છે, કેમકે તે દશ્ય છે. જે દેશ્ય હોય છે તે સર્વ જીવના શરીર હોય છે. જેવી રીતે હાથ-પગ આદિ. તથા વૃક્ષ આદિ કઈ કઈ વખત સચિત્ત પણ હોય છે, કારણકે તે જીવના શરીર છે. જે જીવનાં શરીર હોય છે તે સચિત્ત હોય છે. જેમ હાથ-પગ આદિને સમૂહ, તથા વૃક્ષ અવ્યક્ત ઉપગ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૨