Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રિયંગુને છોડ સ્ત્રીઓના સ્પર્શથી વિકસિત થાય છે, બકુલ મદિરાના કોગળા કરવાથી ખિલી ઉઠે છે. અશેક વૃક્ષ સ્ત્રીના પગને આઘાત લાગવાથી ખિલી ઉઠે છે. તિલક વૃક્ષ સ્ત્રીઓને જેવાથી તથા કુરવક સ્ત્રીઓના આલિંગનથી ખિલી ઉઠે છે. માર વૃક્ષ વિને દમય વાક્ય સાંભળીને, ચમ્પક મૃદુ હાંસીથી, વલ્લી વકત્ર (મુખ) વાયુથી અને મેરુ ગીતથી વિકસિત થાય છે. કનેરને છોડ તેના સામે નાચવાથી ખિલે છે.” ના
વનસ્પતિની સચેતનતા આગમપ્રમાણેથી પણ સિદ્ધ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે-“શસ્ત્રથી પરિણત-(છેદાએલી )ને છોડીને બાકીની સર્વ વનસ્પતિ સચિત્ત કહેલી છે, તે અનેક જીવવાળી છે, અને તે જીની સત્તા પૃથક–પૃથક છે.”
આધુનિક વૈજ્ઞાનિકોએ પિતાના પ્રયોગો દ્વારા પ્રત્યક્ષ-બતાવી આપ્યું છે કે વનસ્પતિ સચિત્ત છે. ક્રોધ આદિ કરવાથી, ગાળ દેવાથી અથવા તિરસ્કાર કરવાથી વૃક્ષ, લતા આદિ સંકેચને પ્રાપ્ત થાય છે અને પ્રશંસા કરવાથી લે છે અને ખિલે છે એ કારણથી વનસ્પતિની સચિત્તતામાં હવે કઈને પણ વિવાદ નથી.
સૂમ વનસ્પતિકાયના જીવ નેત્રથી જોઈ શકાતા નથી. તે ભગવાનના વચનથી જ જાણી શકાય છે. તેના પર શ્રદ્ધા રાખવી જોઈએ.
વનસ્પતિ પ્રરૂપણા (ભેદ)
પ્રરૂપણાકારવનસ્પતિકાયના જીવ બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અને બાદર. સૂક્ષમ જીવ સમસ્ત કાકાશમાં કાજલની કુપીની પ્રમાણે ભરેલા છે. બાદર છવ લેકના એક-એક ભાગમાં હોય છે.
સૂક્ષમ જીવન પણ બે ભેદ છે. (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત, બાદર જીવ પ્રત્યેક શરીર અને સાધારણશરીરના ભેદથી બે પ્રકારના છે. એક-એક જીવ સમ્બન્ધી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૪