Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપક્રમ ઔર દૃષ્ટાન્ત
આ વિષયમાં દષ્ટાન્ત કહે છે –
કેઈ બાળકે પિતાની બાલ્યાવસ્થામાં એક કેડી ચેરીને પિતાની માતાની પાસે રાખી દીધી; માતા તેને જોઈને રાજી થઈ અને તેને ઈનામ આપવાના ઢંગથી બાળકને મીઠી વસ્તુ આપી. ત્યાર પછી તે બાળક વારંવાર ચેરી કરવા લાગ્યું. અને પોતાની માતા પાસેથી (માતાના હાથથી) ઈનામ મેળવવા લાગે. ધીરે ધીરે તે તામ્રપણ-ત્રાંબાના સિક્કા, ચાર આની, રૂપિઆ, સેના મહેર, રત્ન, સેનું, મણિ, માણેક આદિ ચરવામાં પણ પ્રવીણ થઈ ગયે. (કેટલોક સમય જતા) તે કોઈ રાજાના ખજાનામાં ઘુસી ગયે. ખજાનાના બલવાન પહેરેદાર રક્ષકેએ તેને પકડી લીધે અને રાજાની સામેહાજર કર્યો. રાજા તેને અપરાધ સાંભળીને ક્રોધાયમાન થયા, અને આજ્ઞા આપી કે એ ચારને શૂલી પર ચઢાવી દ્યો!
રાજાએ તેને પૂછ્યું કે તારી કાંઈ ઈચ્છા હોય તે કહો. ચારે કહ્યું-“મહારાજ! હું મારી માતાને મળવાની પ્રાર્થના કરું છું.'
રાજાની આજ્ઞાથી ચારની માતા ત્યાં આગળ આવી. અને ચારને મળી, ચેરે રાજાના સામેજ વેગથી એકદમ ઉઠીને જલ્દીથી પોતાની માતાનું નામ પિતાના દાંતથી કાપી લીધું. તે જોઈને રાજાએ પૂછયું-અરે! તે આવું દુષ્ટકમ શા માટે કર્યું?
ચર કહે-મહારાજ ! એ માતાના કારણે જ મારે ઘેર દુઃખ આપવાવાળી શેલી ઉપર ચઢવાનું થાય છે, એ મારો પ્રાણ લેવાવાળી છે, આપ નહિ. આ પ્રમાણે કહીને ચારે પિતાની આગળની સંપૂર્ણ હકીક્ત રાજાને સંભળાવી. તે પછી પોતાનું કરેલ ચેરીનું કમ ઘેરવેઠનારૂપ ફલ-શૂલી પર ચઢવાનું, તે ભગવતે થકે તે ચેર મરણ પામે.
એટલે કે છેડે પણ દેષ મહાન્ અનર્થનું કારણ બની જાય છે. એ પ્રમાણે સમજીને આત્મકલ્યાણના અભિલાષી મુનિઓએ એ પ્રયત્ન કરવું જોઈએ કે, જેનાથી સંયમમાં થોડુંક પણ ખલન ન થાય.
તપ અને સંયમમાં કોઈ વખત અકસ્માત્ ખલનની વાત જુદી છે. પણ ખલનની ઉપેક્ષા કરવી તે બીજી વાત છે. તેનું કારણ એ છે કે–ખલનની ઉપેક્ષા કરવાથી ઉત્તરોત્તર ખલન (ભૂલ) વધતું જ જાય છે. એ વિચાર કરીને સદેવ-હંમેશાં સાવધાન રહેવાવાળા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૮