Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અગ્નિકાયોપભોગ
ઉપભાગ દ્વારક્યા પ્રજનથી લોક અગ્નિકાયની હિંસા કરે છે. એ બતાવે છે–આ ક્ષણભંગુર જીવનના સુખ માટે, પ્રકાશ કરવા માટે, ચેખા આદિ રાંધવા માટે, રેલ આદિ ચલાવવા માટે તથા પિતાની પ્રશંસા માટે, જેમકે–અગ્નિયંત્રથી ક્ષણવિનશ્વર ચિનગારીઓ વરસાવવા માટે. અર્થાત્ “આતશબાજી' માટે, જનસત્કાર માટે, જેમ-રાજા વગેરેને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી દીપમાલિકા જગાવવી અથવા દીપકના વૃક્ષની રચના કરવી, તથા વસ્ત્ર, રત્ન આદિ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે જેમ-દેવપ્રતિમા આદિ માટે ધૂપદીપ આદિ કરવું, તથા જન્મ-મરણથી મુક્ત થવા માટે જેમ-હવન આદિમાં, ને પ્રતિકાર કરવા માટે જેમ-વારેગ હઠાવવા માટે, ઠંડી દૂર કરવા માટે તથા જવરતાવ અને કેલેરા દૂર કરવા માટે ડામવું-આદિ કાર્ય કરવામાં, આ સર્વ પ્રજને માટે આ જીવનના સુખના અથ પુરુષ પિતે દ્રવ્યભાવ રૂ૫ અગ્નિશસ્ત્રને આરંભ કરે છે. બીજા પાસે આરંભ કરાવે છે, અને આરંભ કરવાવાળાને અનુમોદન આપે છે–આ અગ્નિકાયને આરંભ કરનાર, કરાવનાર અને કરનારને અનુમોદન આપનારના અહિત અને સમ્યકત્વની અપ્રાપ્તિ માટે થાય છે. (સ. ૭)
જેણે તીર્થકર આદિ પાસેથી અગ્નિકાયનું સ્વરૂપ સમજી લીધું છે, તે આ પ્રમાણે વિચાર કરે છે –“સેત” ઈત્યાદિ.
મૂલાર્થ–જે પુરુષ તીર્થકર ભગવાન અથવા તે તેમના અણગાર પાસેથી ઉપદેશ સાંભળી ચારિત્ર અંગીકાર કરીને વિચરે છે-તે આ પ્રમાણે વિચારે છે કે –સંસારમાં કેઈકેઈનેજ આ જાણવામાં હોય છે કે-આ ગ્રંથ છે, આ મેહ છે, આ માર–મૃત્યુ છે. આ નરક છે. ગૃદ્ધક નાના પ્રકારના શસ્ત્રોથી અગ્નિકર્મને સમારંભ કરીને અગ્નિ શસ્ત્રને વ્યાપાર કરતા થકા અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. (સૂ) ૮)
ટીકાર્ય–જે પુરૂષ ભગવાન તીર્થકર અથવા તેમના અણગારેની સમીપ ઉપદેશ સાંભળીને સર્વસાવદ્યોગના ત્યાગરૂપ ચારિત્રને સ્વીકાર કરીને વિચરે છે. તે અગ્નિકાયના સમારંભને અહિતકર અને અબાધિકર સમજી લે છે.
તે આ પ્રમાણે વિચારે છે કે આ મનુષ્ય લેકમાં શ્રમણ નિર્ગના ઉપદેશથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૬