Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપ્લાયજીવલક્ષણ
અકાયનું લક્ષણકાર– શંકા–જલપાણી સચિત્ત છે એ વિષયમાં શું પ્રમાણ છે ?
સમાધાન -જલ સચિત્ત છે. કેમકે શસ્ત્રના ઉપઘાત વિનાજ તે તરલ છે. જેવી રીતે હાથીના શરીરનું ઉપાદાન “કલલ” અહિં મૂત્ર આદિથી વ્યભિચાર હઠાવવા માટે “શસ્ત્રના ઉપઘાત વિના એ વિશેષણ લગાડ્યું છે. “કલલ.” શબ્દના ગ્રહણ કરવાથી માત્ર સાત દિવસને ગર્ભાશયમાં રહેલે શુક્રશેણિત-મિશ્રિત દ્રવપદાર્થ સમજ જોઈએ. આઠમા દિવસથી તેની અબુદ આદિ અવસ્થાઓ થઈ જાય છે. અર્થાત્ તે કઠણ થવા લાગે છે.
બીજું પણ–જલ સજીવ છે, કેમકે તે અનુપહત દ્રવ છે, જેમકે ઇંડાને રસ.
બીજું પણ જલ-જીવ-શરીર છે. કેમકે–તેનું છેદન–ભેદન કરી શકાય છે અને દૃશ્ય છે; હાથ-પગ આદિના સમૂહ પ્રમાણે
તે સિવાય અવ્યક્ત ઉપગથી લઈને કષાય સુધી જીવનાં જે લક્ષણ પૃથ્વીકાયના ઉદ્દેશકમાં બતાવ્યાં છે. તે સર્વ જીવના લક્ષણેની વિદ્યમાનતા હોવાના કારણે પણ જલ સચિત્ત છે. જેવી રીતે મનુષ્ય આદિ. એ પ્રમાણે તેજસ્કાય આદિ એકેન્દ્રિય જીમાં પણ જીવના લક્ષણ છે. એ રીતે સમજી લેવું જોઈએ.
આગમ પ્રમાણથી પણ જલ સજીવ સિદ્ધ થાય છે–
અપ સચિત્ત કહેલું છે, તેમાં અનેક જીવ છે. અને તેનું અસ્તિત્વ અલગઅલગ છે.” (દશ) અ. ૪)
અષ્કાયપ્રરૂપણા
પ્રરૂપણાકારઅષ્કાયના જીવ બે પ્રકારનાં છે–(૧) સૂમ અને (૨) બાદર જેને સૂક્ષમનામ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२०८