Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અગ્નિકાય કે અભ્યાખ્યાન મેં આત્મા કા અભ્યાખ્યાન
ટીકાથ–ગુરુકુલમાં નિવાસ કરીને મેં ભગવાનના મુખથી ષકાયના સમસ્ત વિશેથી યુકત જે સ્વરૂપને શ્રવણ-મનન આદિથી પરિજ્ઞાન વિષય કરીને નિર્ણત કર્યું તે હું કહું છું. અર્થાત્ જે પ્રમાણે ભગવાનના મુખારવિંદથી સાંભળ્યું છે. તેવુંજ હું કહું છું.
અગ્નિકાયનું પ્રકરણ હોવાના કારણે અહિં “ોજ ને અર્થ અગ્નિકાય લોક સમજ જોઈએ. આ અગ્નિકાયને સ્વયંઅ૫લાપ કરે નહિ. અર્થાત્ એ પ્રમાણે કહે નહિ કે-અગ્નિકાયના જીવ નથી “સ્વયં” શબ્દથી એ અર્થ પ્રગટ થાય છે કે અનિકાયના અ૫લાપરૂપ કર્મથી પોતે પોતાને બદ્ધ કરે નહિ.
તાત્પર્ય એ છે–પ્રત્યેક ક્રિયાના કરવું–કરાવવું અને અનુમોદના, મન, વચન, કાયા અને ભૂતકાલ, ભવિષ્યકાલ તથા વર્તમાન કાલના ભેદથી (એને પરસ્પર ગુણાકાર કરવાથી) સત્યાવીસ ભેદ થાય છે. એ પ્રમાણે આ તેજસ્કાયના અલાપરૂપ કિયાના પણ સત્યાવીસ ભેદ થઈ શકે છે. એ ભેમાંથી કેઈ પણ ભેદમાં આત્માને જેડ જોઈએ નહિ, પરંતુ એ પ્રમાણે અર્થ કરવામાં ન આવે તે એ પણ સમજી લેવામાં આવતી કે, અગ્નિકાયને સ્વયં અપલાપ કરે નહિ. પરતુ અપલાપ કરાવવાની અને અનુમોદન કરવાની ક્રિયાઓને નિષેધ નથી. આ પ્રકારને અર્થ સંગત નથી, કેમકે આ અર્થ કરવાથી કેવળ સ્વયંકૃત અપલાપનેજ નિષેધ થશે, કિન્તુ કારિત અને અનુદિત અપાપને નિષેધ થશે નહિ, અને એ પ્રકારને અપાલાપ પાપનું કારણ ન થાય, પછી તે સૂત્રના વિરુદ્ધ પ્રાપણાને દેષ આવશે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૫